Kutch News/ કચ્છના સફેદ રણની સુંદરતાએ દિલજીત દોસાંઝનું મન મોહ્યું, ચાંદની રાતમાં ઊંટગાડીની સવારી કરી

Diljit Dosanjh Kutch: અમદાવાદના કોન્સર્ટ બાદ દિલજીત દોસાંઝ કચ્છના રણોત્સવમાં પહોંચ્યા હતા. અહીં તેમણે ચાંદની રાતમાં ઊંટગાડીની સવારી કરી, સિદ્દી ધમાલ નૃત્ય માણ્યું અને કચ્છની લોકસંસ્કૃતિનાં વખાણ કર્યાં હતાં.

Top Stories Gujarat Others
Diljit Dosanjh Kutch: દિલજીત દોસાંઝ કચ્છના સફેદ રણની સુંદરતાથી મંત્રમુગ્ધ, યાદગાર બની ચાંદની રાતની સફર

Kutch News: અમદાવાદમાં પોતાના દિલ-લુમિનાટી (Dil-Luminati) કોન્સર્ટથી ગુજરાતી ચાહકોને ઝૂમાવ્યા બાદ સુપરસ્ટાર દિલજીત દોસાંઝ કચ્છ (Diljit Dosanjh Kutch)ના મહેમાન બન્યા હતા. 23 નવેમ્બરે તેમણે કચ્છના રણોત્સવની મુલાકાત લીધી હતી. અહીં તેમણે સફેદ રણની અદભૂત સુંદરતા, કચ્છી લોકસંસ્કૃતિ અને સ્થાનિક કલાકારોની કલાનો આનંદ માણ્યો હતો.

Diljit Dosanjh Kutch: પરંપરાગત સ્વાગત સાથે કચ્છમાં આગમન

રણોત્સવમાં પહોંચતા જ સ્થાનિક કલાકારોએ પરંપરાગત વેશભૂષામાં દિલજીત દોસાંઝનું સ્વાગત કર્યું હતું. દિલજીતે પણ હાથ જોડીને સૌનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારબાદ સફેદ રણ (White Rann of Kutch)માં ઢળતી સાંજના સોનેરી સૂર્યાસ્ત વચ્ચે તેમણે પ્રકૃતિના સુંદર નજારાનો આનંદ માણ્યો હતો.

Diljit Dosanjh Kutch: દિલજીત દોસાંઝ કચ્છના સફેદ રણની સુંદરતાથી મંત્રમુગ્ધ, યાદગાર બની ચાંદની રાતની સફર
Diljit Dosanjh Kutch: દિલજીત દોસાંઝ કચ્છના સફેદ રણની સુંદરતાથી મંત્રમુગ્ધ, યાદગાર બની ચાંદની રાતની સફર

ચાંદની રાતમાં ઊંટગાડીની સવારી કરી

દિલજીતના કચ્છ પ્રવાસની સૌથી યાદગાર ક્ષણોમાંની એક સફેદ રણમાં ચાંદની રાતની સફર રહી હતી. રંગબેરંગી શણગારેલી ઊંટગાડીમાં બેસીને તેમણે સફેદ રણની સુંદરતા નિહાળી હતી. આ દરમિયાન ‘રંગ ભરી અલ રાત પૂનમની…’ જેવા લોકગીતના સૂર વચ્ચે તેમણે રણની અનોખી સંસ્કૃતિનો અનુભવ કર્યો (Gujarat Tourism) હતો.

Diljit Dosanjh Kutch: દિલજીત દોસાંઝ કચ્છના સફેદ રણની સુંદરતાથી મંત્રમુગ્ધ, યાદગાર બની ચાંદની રાતની સફર
Diljit Dosanjh Kutch: દિલજીત દોસાંઝ કચ્છના સફેદ રણની સુંદરતાથી મંત્રમુગ્ધ, યાદગાર બની ચાંદની રાતની સફર

સિદ્દી ધમાલ જોઈને દંગ રહી ગયા દિલજીત

રણોત્સવના સાંસ્કૃતિક કાર્યક્રમમાં દિલજીત એક સામાન્ય દર્શકની જેમ કલાકારોની રજૂઆત માણતા જોવા મળ્યા હતા. તેમણે સ્થાનિક કલાકારોને તાળીઓથી વધાવ્યા હતા અને તેમની સાથે મુલાકાત પણ કરી હતી. આ દરમિયાન દિલજીતે કચ્છી શાલ ઓઢીને કલાકારો સાથે તસવીરો પડાવી હતી.

ખાસ કરીને ગુજરાતના પ્રખ્યાત સિદ્દી ધમાલ નૃત્ય અને કલાકારોના ફાયર બ્રીથિંગ સ્ટંટ જોઈને તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. કલાકારોની કળાને બિરદાવવા માટે તેઓ પોતાની જગ્યાએથી ઊભા પણ થયા હતા.

Diljit Dosanjh Kutch: દિલજીત દોસાંઝ કચ્છના સફેદ રણની સુંદરતાથી મંત્રમુગ્ધ, યાદગાર બની ચાંદની રાતની સફર
Diljit Dosanjh Kutch: દિલજીત દોસાંઝ કચ્છના સફેદ રણની સુંદરતાથી મંત્રમુગ્ધ, યાદગાર બની ચાંદની રાતની સફર

‘કેટલી ભાષાઓ, કેટલી કલા અને કેટલું આર્ટ છે!’

કચ્છની વિવિધતા અને લોકસંસ્કૃતિથી પ્રભાવિત થઈ દિલજીત દોસાંઝે કહ્યું હતું કે અહીં કેટલી બધી ભાષાઓ છે, કેટલી કલા છે અને કેટલું અદભૂત આર્ટ છે. તેમણે સોશિયલ મીડિયા પર પણ કચ્છના પ્રવાસનો વીડિયો શેર કર્યો હતો.

સાથે જ તેમણે લોકોને જીવનમાં એકવાર કચ્છના સફેદ રણની મુલાકાત લેવાની અપીલ કરી હતી અને ગુરુનાનક જયંતીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

Diljit Dosanjh Kutch: દિલજીત દોસાંઝ કચ્છના સફેદ રણની સુંદરતાથી મંત્રમુગ્ધ, યાદગાર બની ચાંદની રાતની સફર
Diljit Dosanjh Kutch: દિલજીત દોસાંઝ કચ્છના સફેદ રણની સુંદરતાથી મંત્રમુગ્ધ, યાદગાર બની ચાંદની રાતની સફર

અમદાવાદના કોન્સર્ટ બાદ કચ્છની યાદગાર મુલાકાત

નોંધનીય છે કે કચ્છ આવતા પહેલાં દિલજીત દોસાંઝે અમદાવાદમાં દિલ-લુમિનાટી કોન્સર્ટ યોજ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ચાહકો ઉમટ્યા હતા. અમદાવાદની સંગીતમય રાત બાદ કચ્છના રણોત્સવમાં સ્થાનિક કલાકારો અને લોકસંસ્કૃતિ સાથે વિતાવેલી પળોએ તેમની ગુજરાત યાત્રાને વધુ યાદગાર બનાવી દીધી હતી.


આ પણ વાંચો: વડનગરમાં સિંગર દિલજીત દોસાંઝ હાટકેશ્વર મંદિરે પહોંચ્યા, દર્શન માટે ચાહકોની ભારે ભીડ ઉમટી

આ પણ વાંચો: દિલજીત દોસાંઝને ગુજરાતનો રંગ લાગ્યો! ગીરમાં સિંહ સફારી કરી, કાઠિયાવાડી થાળીના કર્યા વખાણ

આ પણ વાંચો: ઇન્દોર કોન્સર્ટમાં ગીતો પર રોકથી નારાજ થયા દિલજીત દોસાંઝ, રાહત ઇન્દોરીના શેર સંભળાવી આપ્યો જવાબ