Not Set/ દિનેશ કાર્તિકને બીસીસીઆઈની નોટિસ, પરવાનગી વિના કર્યું હતું આ કામ ….

દિનેશ કાર્તિકને બીસીસીઆઈ તરફથી નોટિસ મળી છે અને તેણે આ નોટિસનો સાત દિવસમાં જવાબ આપવાનો છે. અધિકારીએ કહ્યું કે, તે ભારતીય ટીમનો ખેલાડી છે, ત્યાં અમુક પ્રોટોકોલો છે જેનું પાલન તેને કરવાનું હોય છે. બીસીસીઆઈએ ભારતના વિકેટકીપર બેટ્સમેન અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટીમના કેપ્ટન કોલકાતા નાઈટ રાઇડર્સને શો કોઝ નોટિસ આપી છે. બીસીસીઆઈએ કાર્તિકને […]

Uncategorized
કેદારનાથ 1 દિનેશ કાર્તિકને બીસીસીઆઈની નોટિસ, પરવાનગી વિના કર્યું હતું આ કામ ....

દિનેશ કાર્તિકને બીસીસીઆઈ તરફથી નોટિસ મળી છે અને તેણે આ નોટિસનો સાત દિવસમાં જવાબ આપવાનો છે. અધિકારીએ કહ્યું કે, તે ભારતીય ટીમનો ખેલાડી છે, ત્યાં અમુક પ્રોટોકોલો છે જેનું પાલન તેને કરવાનું હોય છે.

બીસીસીઆઈએ ભારતના વિકેટકીપર બેટ્સમેન અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટીમના કેપ્ટન કોલકાતા નાઈટ રાઇડર્સને શો કોઝ નોટિસ આપી છે. બીસીસીઆઈએ કાર્તિકને આ નોટિસ આપી છે કારણ કે કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ) ટીમ ત્રિનબાગો નાઈટ રાઇડર્સના ડ્રેસિંગ રૂમમાં ગયો હતો.

કાર્તિક ટીમના કોચ બ્રેન્ડન મકકુલમ સાથે ડ્રેસિંગ રૂમમાં હતો. મેક્કુલમની તાજેતરમાં કોલકાતાના કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આઈએએનએસ સાથે વાત કરતી વખતે બોર્ડના વરિષ્ઠ અધિકારીએ તેની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે કાર્તિકને આમ કરતા પહેલા પરવાનગી લેવી જોઈતી હતી, કેમ કે તે હજુ પણ બોર્ડના કેન્દ્રીય કરાર મેળવનારા ખેલાડીઓની યાદીમાં છે.

કાર્તિકે આ નોટિસનો સાત દિવસમાં જવાબ આપવાનો છે. અધિકારીએ કહ્યું કે, ‘તે ભારતીય ટીમનો ખેલાડી છે, ત્યાં અમુક પ્રોટોકોલો છે જેનું પાલન કરવું પડે છે. અને તે કેન્દ્રીય કરારમાં સામેલ છે અને આવી સ્થિતિમાં તે બીસીસીઆઈની પરવાનગી લીધા વિના સીપીએલના ડ્રેસિંગ રૂમમાં જઈ શકે નહીં. તેઓએ સાત દિવસની અંદર નોટિસનો જવાબ આપવો પડશે.

ત્રિનબાગો અને કોલકાતા બંનેની ફ્રેન્ચાઇઝીની માલિકી ભારતીય અભિનેતા શાહરૂખ ખાનની છે. પરંતુ બીસીસીઆઈ તેના સ્ટેન્ડ પર સ્પષ્ટ છે કે ભારતીય ખેલાડીઓનો વિદેશમાં ટી -20 લીગ સાથે કોઈ લેવા-દેવા નથી.

કાર્તિકનું ભવિષ્ય હવે તેના પર નિર્ભર છે કે એડમિનિસ્ટ્રેટર્સ કમિટી (સીઓએ) આ મુદ્દાને કેવી રીતે જુએ છે. અધિકારીએ કહ્યું, “એ જોવું રહ્યું કે તે સીઓએ તેમનો જવાબ કેવી રીતે લે છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.