ભાવ વધારો/ GSTની સીધી અસર, અમૂલે વિવિધ પ્રોડકટના ભાવમાં કર્યો વધારો,જાણો નવા ભાવ

 ઉલ્લેખનીય છે કે જીએસટીના ભાવ વધતાની સાથે અમૂલે પણ ભાવમાં તોતિંગ વધારો કર્યો છે. 

Top Stories India
17 2 GSTની સીધી અસર, અમૂલે વિવિધ પ્રોડકટના ભાવમાં કર્યો વધારો,જાણો નવા ભાવ
  • અમૂલની વિવિધ પ્રોડક્ટના ભાવમાં વધારો
  • મસ્તી દહીં 400 ગ્રામમાં 2 રૂપિયાનો વધારો
  • મસ્તી દહીં એક કિલો પાઉચમાં 4 રૂપિયાનો વધારો
  • મસ્તી દહીં 200 ગ્રામ કપ માં 1 રૂપિયાનો વધારો
  • મસ્તી દહીં 400 ગ્રામ કપમાં 2 રૂપિયાનો વધારો
  • છાસ 500 મિલી પાઉચમાં 1 રૂપિયાનો વધારો
  • છાસ 170 મિલી પાઉચમાં 1 રૂપિયાનો વધારો
  • અમૂલ લસ્સી 170 ગ્રામ પાઉચમાં 1 રૂપિયાનો વધારો
  • ભાવ વધારો આવતીકાલથી અમલમાં આવશે

આજથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર જીએસટી લાગુ કરતા મોંઘવારીની અસર સીધી સામાન્ય પ્રજા પર થવાની હતી, હજુ 24 કલાક પણ વિત્યા નથી અને અમૂલ કંપનીએ તેના વિવિધ પ્રોડકટના ભાવમાં વધારો  કર્યો છે. જીએસટીના નવા દરમાં દહીં,પનીર સહિતની વસ્તુમાં ભાવ વધવાના હતા અને તે હવે વધી ગયા છે. અમૂલે મસ્તી દહીંના ભાવમાં બે રુપિયાનો વધારો કર્યો છે. આ બે રૂપિયા 400 ગ્રામ પર વધાર્યા છે,જ્યારે કિલો પર 4 રૂપિયાનો ધરખમ વધારો કર્યો છે. 200 ગ્રામના દહીંના કપમાં 1 રુપિયાનો વધારો કર્યો છે. આ ઉપરાંત છાશના ભાવમાં પણ નોંધપાત્ર વધારો કર્યો છે.

 

18 2 GSTની સીધી અસર, અમૂલે વિવિધ પ્રોડકટના ભાવમાં કર્યો વધારો,જાણો નવા ભાવ

500 ગ્રામની છાશ પર 1 રૂપિયાનો વધારો કર્યો છે, અને 170 ગ્રામના પાઉચ પર પણ 1 નો વધારો કર્યો છે.લસ્સીમાં પણ વધારો કર્યો છે, લસ્સીના 170 ગ્રામ પાઉચ પર 1 રૂપિયાનો વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે જીએસટીના ભાવ વધતાની સાથે અમૂલે પણ ભાવમાં તોતિંગ વધારો કર્યો છે.