#TokyoOlympic2021/ જવેલિન થ્રો માં ભારતને મળી નિરાશા, અન્નુ રાની ફાઈનલ રેસથી બહાર

ભારતને ટોક્યો ઓલિમ્પિક 2020 માં ફરી એકવાર નિરાશા મળી છે. ભારત તરફથી જવેલિન થ્રો માં ભાગ લઇ રહેલી અન્નુ રાનીની ફાઈનલની રાહનો હવે અંત આવ્યો છે.

Top Stories Sports
11 55 જવેલિન થ્રો માં ભારતને મળી નિરાશા, અન્નુ રાની ફાઈનલ રેસથી બહાર

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની દિવસની શરૂઆત સારી રહી ન હોતી. આજે ભારત ઓલિમ્પિક્સ (ટોક્યો ઓલિમ્પિક્સ 2020) ની શરૂઆત મહિલા એથ્લેટિક્સ જવેલિન થ્રો એટલે કે ભાલા ફેંક થઈ હતી, જેમાં અન્નુ રાનીએ ભારત તરફથી ભાગ લીધો હતો. આ રમતમાં અન્નુ રાની ફાઇનલ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી. તેણીએ આ રમતમાં 54.4 મીટરનો થ્રો નોંધાવ્યો હતો, ત્યારબાદ તે 14 માં ક્રમે આવી હતી.

11 56 જવેલિન થ્રો માં ભારતને મળી નિરાશા, અન્નુ રાની ફાઈનલ રેસથી બહાર

આ પણ વાંચો – હોકીમાં ચક દે ઇન્ડિયા! / ભારતીય મહિલાઓએ ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવીને પ્રથમ વખત સેમિફાઇનલમાં જગ્યા બનાવી ઇતિહાસ રચ્યો

મહિલા એથ્લેટિક્સ જેવેલિન થ્રો ગ્રુપ A માં, ભારતીય મહિલા એથ્લેટિક્સ ખેલાડી અન્નુ રાનીએ તેના પ્રથમ પ્રયાસમાં 50.35 મીટરનો થ્રો નોંધાવ્યો હતો અને તેના બીજા પ્રયાસમાં 53.19 મીટરનાં થ્રો સુધી પહોંચી હતી. બીજા પ્રયાસમાં તે 12 માં સ્થાને પહોંચી ગઈ હતી. પરંતુ તેણીએ જવેલિન થ્રો નાં ક્વોલિફિકેશન રાઉન્ડમાં સારું પ્રદર્શન કર્યું ન હોતું, ત્યારબાદ તેણીએ 54.04 મીટરની અંતિમ અને હાઈ થ્રો સાથે 14 માં સ્થાને પોતાની રમત પૂરી કરી હતી. જણાવી દઈએ કે, આ વર્ષે અન્નુ રાનીએ પટિયાલામાં યોજાયેલી ફેડરેશન કપ સિનિયર નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો, જેમાં તેણે જવેલિન થ્રોમાં રાષ્ટ્રીય રેકોર્ડ નોંધાવ્યો હતો.

2019 માં દોહામાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરતી વખતે, અન્નુએ સિલ્વર મેડલ જીત્યો હતો. મહિલા એથ્લેટિક્સ જેવેલિન થ્રો ગ્રુપ -એ મેચમાં પોલેન્ડની મારિયા આન્દ્રેજિસિક ટોચ પર રહી હતી. તેણે આ મેચમાં 65.24 મીટરનાં થ્રો સાથે ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. આપને જણાવી દઈએ કે, મારિયા આન્દ્રેજિસિક 2015 માં એસ્કિલસ્ટૂનામાં આયોજિત યુરોપિયન જુનિયર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. હાલમાં આ ત્રીજું શ્રેષ્ઠ પરિણામ છે.

11 57 જવેલિન થ્રો માં ભારતને મળી નિરાશા, અન્નુ રાની ફાઈનલ રેસથી બહાર

આ પણ વાંચો – Tokyo Olympic 2021 / ઓલિમ્પિકનાં ઈતિહાસમાં પ્રથમ વખત થયુ આવુ, ભારતની પુુરુષ અને મહિલા ટીમોએ…

ઉલ્લેખનીય છે કે, ટોક્યો ઓલિમ્પિકનાં 11 માં દિવસે, એથલિટ દુતી ચંદ મહિલાઓની 200 મીટર દોડમાં સેમિફાઇનલમાં ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી છે. વળી બીજી તરફ મહિલા હોકી ટીમે ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. કમલપ્રીત કૌર ડિસ્ક થ્રોમાં મેડલ જીતવાનું ચૂકી ગઈ હતી. તેણી છઠ્ઠા ક્રમે છે. ફૈયાદ મિર્ઝાએ ઘોડેસવારીમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. શૂટિંગમાં ઐશ્વર્યા પ્રતાપ સિંહ અને સંજીવ રાજપૂત ફાઇનલમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા. અગાઉ, 10 મો દિવસ ભારત માટે અદભૂત હતો, જેમાં શટલર પીવી સિંધુએ દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વળી, ચાર દાયકા પછી, ભારતીય પુરુષ હોકી ટીમ ઓલિમ્પિક્સની સેમિફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી. વળી તાજેતરમાં ચાલી રહેલી પુરુષ હોકી ટીમનો મુકાબલો બેલ્જિયમ સાથે થઇ રહ્યો છે, જેમા ભારતીય ટીમ 2-33 થી પાછળ થઇ ગઇ છે.