Not Set/ વડોદરા/ વીજ કંપની ભરતી પ્રક્રિયામાં વિવાદ, સંખ્યાબંધ યુવાનો પરીક્ષાથી વંચિત

રાજ્ય સરકાર દ્વારા વીજ કંપનીઓમાં ભરતીની હાથ ધરવામાં આવેલ પ્રક્રિયામાં વિદ્યુત સહાયકોની પણ ભરતી કરવામાં આવનાર છે. પરંતુ હવે તેને લઇને વિવાદ ઉભો થયો છે. જીયુવીએનેલમાં જે વિદ્યુત સહાયકોની ભરતી કરવામાં આવનાર હતી તેમાં ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતમાં અંતિમ ઘડીએ ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારનાં આ નિર્ણયે પરીક્ષા આપવાં જઇ રહેલાં યુવાનોમાં આક્રોશ ફેલાવ્યો છે. સરકારનાં […]

Gujarat Vadodara
વીજ નિગમ વડોદરા/ વીજ કંપની ભરતી પ્રક્રિયામાં વિવાદ, સંખ્યાબંધ યુવાનો પરીક્ષાથી વંચિત

રાજ્ય સરકાર દ્વારા વીજ કંપનીઓમાં ભરતીની હાથ ધરવામાં આવેલ પ્રક્રિયામાં વિદ્યુત સહાયકોની પણ ભરતી કરવામાં આવનાર છે. પરંતુ હવે તેને લઇને વિવાદ ઉભો થયો છે. જીયુવીએનેલમાં જે વિદ્યુત સહાયકોની ભરતી કરવામાં આવનાર હતી તેમાં ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતમાં અંતિમ ઘડીએ ફેરફાર કરવામાં આવ્યો છે.

સરકારનાં આ નિર્ણયે પરીક્ષા આપવાં જઇ રહેલાં યુવાનોમાં આક્રોશ ફેલાવ્યો છે. સરકારનાં આ નિર્ણયથી રાજ્યમાં સંખ્યાબંધ યુવાનોને પરીક્ષાથી વંચિત રહેવાનો વારો આવવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેને પગલે વડોદરામાં મોટી સંખ્યામાં યુવાનોએ રસ્તા પર ઉતરી પ્રદર્શન કર્યું હતું. વડોદરામાં જીયુવીએનેલની મુખ્ય કચેરી બહાર દેખાવો કરી યુવાનોએ સરકાર દ્વારા અંતિમ ઘડીએ નિયમોમાં કરાયેલ ફેરફારની પુરજોર વિરોધ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.