ટીવીનો લોકપ્રિય શો ‘દિવ્ય દ્રષ્ટિ’ ફેમ અભિનેત્રી સના સૈયદ 25 જૂને તેના બોયફ્રેન્ડ ઉદ્યોગપતિ ઇમાદ શમશી સાથે લગ્ન કરી લીધા છે.આવી સ્થિતિમાં અભિનેત્રીના ઘરે બધી રસ્મો કરવામાં આવી હતી. તાજેતરમાં જ અભિનેત્રીના હલ્દી સમારોહથી લઈને લગ્નની તસવીરો સામે આવી છે.


પહેલા અભિનેત્રી સના સૈયદ અને ઇમાદ શમસીની લવ સ્ટોરી પર એક નજર કરીએ. ‘લોકડાઉન કી લવ સ્ટોરી’ અને ‘દિવ્ય દ્રષ્ટિ’ જેવી સિરિયલોથી પોતાની ઓળખ બનાવનાર સના સૈયદે એક ઈન્ટરવ્યુમાં પોતાની લવ સ્ટોરી કહી હતી. અભિનેત્રીએ કહ્યું હતું કે ‘ઇમાદ અને હું એક જ કોલેજમાં હતા અને અમારા કોમન ફ્રેન્સ હતા. જોકે, એકબીજાને 8 વર્ષથી ઓળખીએ છીએ, મેં અગાઉ અમારા વિશે વિચાર્યું ન હતું.
View this post on Instagram


હું લાંબા સમયથી એકલ હતી અને મારા કામમાં વ્યસ્ત હતી, તેથી લગ્ન કરવાનો મને તણાવ નહોતો. હું હંમેશાં માનું છું કે મારા માટે જે યોગ્ય છે તે યોગ્ય સમયે મારી પાસે આવશે. મારો શો ‘લોકડાઉન કી લવ સ્ટોરી’ સમાપ્ત થયા પછી ઇમાદ અને મેં મળવાનું શરૂ કર્યું. અમે એકબીજાને પસંદ કરવાનું શરૂ કર્યું અને ટૂંક સમયમાં ડેટિંગ શરૂ કરી. અમારા અને અમારા પરિવારો વચ્ચે વસ્તુઓ યોગ્ય રીતે શરૂ થઈ, પછી અમે લગ્ન કરવાનું નક્કી કર્યું.


સના સૈયદે 25 જૂન 2021 ના રોજ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં એક ખાનગી ફંક્શનમાં લગ્ન કર્યા. દુલ્હન તરીકે અભિનેત્રીનો પહેલો લૂક બહાર આવ્યો છે, જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. સનાના ફેન પેજે તેનો એક વીડિયો શેર કર્યો છે, સનાએ તેના લગ્ન સફેદ અને ગ્રે રંગનો લહેંગા પસંદ કર્યો હતો. તેણે મેચિંગ ઇયરિંગ્સ, સિંગલ સ્ટ્રાન્ડ નથ અને માંગ ટીકા સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. વરરાજા, ઇમાદ શમસીએ ગોલ્ડન રંગની શેરવાની પહેરી હતી.

સના સૈયદની હલ્દીના ફોટા
22 જૂન 2021 ના રોજ સના સૈયદનો હલ્દી સમારોહ હતો. તેનો મિત્ર સના સૈયદના હલ્દી સમારોહની કેટલીક ઝલક તેના ઇન્સ્ટા હેન્ડલથી શેર કરી હતી, જેમાં લગ્નની ચમક કન્યાના ચહેરા પર સ્પષ્ટ જોઇ શકાય છે. ફોટોઝમાં સના હલ્દી માટે યલો ડ્રેસમાં રેડી થયેલી જોવા મળી રહી છે. તેણે તેની ઉપર રિયલ ફૂલોથી બનેલો સ્કાર્ફ પણ પહેર્યો છે. સના તેના આ લૂકમાં સુંદર લાગી રહી છે.તે રિયલ ફઅલાવરના ઓરનામેટ્સમાં સજેલી જોવા મળી છે,તે તેના પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં બિઝી જોવા મળી રહી છે.




સના સૈયદ મહેંદીની તસવીરો
સના સૈયદની મહેંદી સમારોહ 23 જૂન 2021 ના રોજ યોજાયો હતો. તેના મહેંદી સમારોહ માટે, સનાએ લીલો રંગનો લહેંગા પહેર્યો હતો, જેને તે મેચિંગ જ્વેલરી, માંગ ટિકા અને મિનિમલ મેકઅપની સાથે સુંદર લાગી રહી હતી. તે જ સમયે, તેની જીવન સાથી સફેદ કુર્તા-પાયજામા માં ખૂબ જ હેન્ડસમલાગી રહ્યો હતો.


ઉલ્લેખનીય છે કે, સના સૈયદ સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલી ‘દિવ્ય દ્રષ્ટિ’માં જોવા મળી હતી ,ત્યાર બાદ તે ‘લોકડાઉન કી લવ સ્ટોરી’માં પણ લીડ રોલમાં જોવા મળી હગતી, આ પાત્ર એ તેને આગવી ઓળખ આપી છે, ‘લોકડાઉન કી લવ સ્ટોરી’થી સના ઘર ઘરમાં જાણીતી બની છે.



