મંગળદેવ/ મંગળવારે આ કામ ભૂલથી પણ ન કરવા

જાણો મંગળવારે કયા કાર્યો કરવાથી બચવું જોઈએ……

Dharma & Bhakti Religious Trending
Beginners guide to 2024 04 01T111231.099 મંગળવારે આ કામ ભૂલથી પણ ન કરવા

Dharma & Bhakti: જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહનું કોઈ ને કોઈ રીતે મહત્વ છે. મંગળવાર હનુમાનજી સાથે સંબંધ ધરાવે છે. મંગળવારે બજરંગબલીની પૂજા કરવાનું મહત્વ છે. જો મંગળ ગ્રહ અશુભ હોય તો જાતક ક્રોધી સ્વભાવ ધરાવે છે. તેમના લગ્ન મોડા થાય છે. જાણો મંગળવારે કયા કાર્યો કરવાથી બચવું જોઈએ.

દારૂ અને માંસાહારથી બચવું

આ દિવસે ભૂલથી પણ દારૂ અને માંસાહારનું સેવન ન કરવું. મંગળવાર હનુમાન અને મંગળદેવને સમર્પિત હોય છે.  સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ.

કાળા રંગના કપડાં પહેરવાથી દૂર રહેવું

મંગળ ગ્રહ શનિ સાથે શત્રુતા રાખે છે. એટલે કાળા કપડા પહેરવાથી દૂર રહેવું.

વાળ અને નખ કાપવાથી બચવું

મંગળવારે વાળ અને નખ કાપવા ન જોઈએ. એવું કરવાથી હનુમાનજી નારાજ થઈ શકે છે. દરિદ્રતાનું આગમન થાય છે. આ દિવસે વાળ, દાઢી કરવી, નખ કાપવાથી દૂર રહેવું.

પૈસાની લેવડ દેવડ ન કરવી

મંગળવારે પૈસાની લેવડ દેવડ ન કરવી જોઈએ. જો તમે કોઈને ધન આપ્યું હશે તો પાછું આવવામાં ઘણા વિઘ્નો આવી શકે છે. જો તમે ઉધાર લીધું હશે તો કરજ ચુકવવામાં મુશ્કેલીઓ આવી શકે છે.

સૌંદર્ય પ્રસાધનો ખરીદવાથી બચવું

આ દિવસે કોઈ પણ કન્યા કે સ્ત્રીએ સૌંદર્ય પ્રસાધનની સામગ્રી ન ખરીદવી જોઈએ. લડાઈ-ઝઘડા થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હનુમાન જયંતી પર બજરંગબલીના 10 મંત્રનો જાપ કરો

આ પણ વાંચો: બુધના વક્રી થવાથી આ બે રાજયોગનું નિર્માણ થશે, કઈ રાશિઓને ફાયદો થશે

આ પણ વાંચો: રવિવારના દિવસે ભગવાન સૂર્યની આ રીતે પૂજા કરો અને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવો