Technology/ હવે My Jio એપમાં આ રીતે સેટિંગ કરી વારંવાર રિચાર્જ કરવામાથી મેળવો છૂટકારો….

Jio વપરાશકર્તાઓ હવે તેમના મનપસંદ ટેરિફ પ્લાન માટે UPI ઑટોપેની મદદ લઈ શકે છે, જોકે Jioની UPI ઑટોપે હાલમાં માત્ર MyJio પર જ ઉપલબ્ધ છે

Tech & Auto
Untitled 24 હવે My Jio એપમાં આ રીતે સેટિંગ કરી વારંવાર રિચાર્જ કરવામાથી મેળવો છૂટકારો....

રિલાયન્સ જિયો યુનિક સર્વિસ આપવા માટે જાણીતું છે. જિયોએ પોતે 4G સેવા સાથે શરૂઆત કરી હતી, જે તે સમયે એરટેલ અને વોડાફોન આઈડિયા જેવી અન્ય કોઈ કંપની સાથે નહોતી. ગ્રાહકોએ 4G સ્પીડ અને Jioની ફ્રી ઑફર હાથોહાથ લીધી. ગયા વર્ષે જ્યારે તમામ કંપનીઓએ પોતાના પ્લાન મોંઘા કર્યા હતા, ત્યારે Jioના પ્લાન પણ મોંઘા થયા હતા, જોકે Jioના પ્લાન હજુ પણ અન્ય કરતા સસ્તા છે. હવે Jio એ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે ભાગીદારીમાં પ્રવેશ કર્યો છે, જે ગ્રાહકોના મોટા ટેન્શનને દૂર કરશે.

વાસ્તવમાં NPCI એ ટેલિકોમ કંપનીઓની UPI Autopay સેવાની વિશેષ ઘોષણા કરી છે અને Jio એ પ્રથમ વખત પોતાના ગ્રાહકો માટે આ સેવા ઉપલબ્ધ કરાવી છે. UPI ઑટોપેનો સૌથી મોટો ફાયદો એ થશે કે ગ્રાહકોને દર વખતે રિચાર્જ કરવાની જરૂર નહીં પડે.

આ  પણ  વાંચો:UP / થૂંકીને વાળ કાપવા હેર સ્ટાઈલિસ્ટ જાવેદ હબીબને પડ્યું ભારે, યુપી પોલીસ નોંધી FIR

Jio વપરાશકર્તાઓ હવે તેમના મનપસંદ ટેરિફ પ્લાન માટે UPI ઑટોપેની મદદ લઈ શકે છે, જોકે Jioની UPI ઑટોપે હાલમાં માત્ર MyJio પર જ ઉપલબ્ધ છે. તમે MyJio એપમાં એકવાર તમારા પ્લાનનો ઓર્ડર સેટ કરી શકો છો. તે પછી વેલિડિટી પૂરી થયા પછી રિચાર્જ ઓટોમેટિક થઈ જશે. Reliance Jio UPI ઓટોપે સુવિધા આપનારી પ્રથમ ટેલિકોમ કંપની બની છે.

સામાન્ય રીતે, રિચાર્જ માટે, આપણે અગાઉના રિચાર્જની તારીખ અથવા માન્યતા યાદ રાખવી પડે છે અથવા કંપની તરફથી રિચાર્જની સૂચનાની રાહ જોવી પડે છે. કેટલીકવાર સમયસર રિચાર્જ ન કરાવવાના કિસ્સામાં સેવા પણ બંધ થઈ જાય છે. Jioની નવી UPI Autopay સેવાની મદદથી તમે MyJio એપ સાથે બેંક એકાઉન્ટ અથવા ડેબિટ કાર્ડને લિંક કરી શકશો. UPI ઑટોપે 2020 માં શરૂ કરવામાં આવી હતી.

આ  પણ વાંચો:UP / થૂંકીને વાળ કાપવા હેર સ્ટાઈલિસ્ટ જાવેદ હબીબને પડ્યું ભારે, યુપી પોલીસ નોંધી FIR