Dharma & Bhakti/ નાગ પંચમીના પાવન દિવસે કરો આ વિશેષ ઉપાય, દૂર થશે કાલસર્પયોગ, સુખ-સમૃદ્ધિના મળશે આશીર્વાદ

હિન્દુ સનાતન ધર્મમાં નાગ પંચમીના વ્રતનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન શિવની સંગાથે નાગ દેવતાની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ દિવસે પૂજન-અર્ચન ઉપરાંત કેટલાંક વિશેષ ઉપાયો કરવાથી વ્યક્તિને કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે. એટલું જ નહિ, પરંતુ એના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે.

Religious Trending Dharma & Bhakti

Dharma & Bhakti: હિન્દુ સનાતન ધર્મમાં શ્રાવણ માસને અત્યંત પવિત્ર મહિનો ગણવામાં આવે છે. આ માસમાં વિશેષ રુપે, ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે. વળી આ પવિત્ર માસમાં નાગ પંચમીનો તહેવાર પણ આવે છે, જે નાગ દેવતાને સમર્પિત છે. આ દિવસે ભક્તો દ્વારો ભગવાન શિવની સંગાથે નાગ દેવતાની પણ વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. એવી માન્યતા છે કે, નાગ પંચમીના દિવસે કરવામાં આવેલી પૂજા સીધી નાગ દેવતા સુધી પહોંચે છે તથા એ શીઘ્ર પ્રસન્ન થાય છે. જે ભક્તો પર નાગદેવતાની કૃપા વરસે છે, એમને ન કેવળ કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે, પરંતુ એમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પણ વાસ થાય છે. જયોતિષ શાસ્ત્રમાં આ દિવસે કરવામાં આવનારા કેટલાક વિશેષ ઉપાયો અંગે વર્ણન કરવામાં આવેલું છે, જેમને કરવાથી નાગ દેવતા પ્રસન્ન થઇને તમારા જીવનની તમામ પ્રકારની બાધાઓ દૂર કરી શકે છે. તો આવો, આ પવિત્ર દિવસે વિશેષ લાભ પ્રદાન કરનારા આ ખાસ ઉપાયો અંગે જાણીશું.

ક્યારે છે નાગ પંચમી 2025?

હિન્દુ પંચાંગ અનુસાર, નાગ પંચમીનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પંચમી તિથિએ મનાવવામાં આવે છે. આ વર્ષે પંચમી તિથિની શરુઆત 28 જુલાઇ 2025 ના રોજ રાત્રે 11:24 વાગ્યાથી થઇ રહી છે, જે 30 જુલાઇના રોજ બપોરે 12:46 વાગ્યા સુધી વિદ્યમાન રહેશે. એવામાં ઉદયાતિથિ પ્રમાણે જોઇએ તો, આ વખતે નાગ પંચમીનો તહેવાર 29 જુલાઇ 2025, મંગળવારના રોજ મનાવવામાં આવશે.

નાગ પંચમીના ઉપાય

કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે કરો આ ઉપાય

જે વ્યક્તિઓની કુંડળીમાં કાલસર્પ દોષ હોય, એમણે કોઇ જૂના અને સિદ્ધ એવા શિવ મંદિરમાં નાગ દેવતાની પ્રાણ-પ્રતિષ્ઠા કરાવવી જોઇએ. ત્યારબાદ નિયમિતપણે, શ્રધ્ધાપૂર્વક પૂજાના નિયમોનું પાલન કરીને નાગ દેવતાનું પૂજન કરવું અને તેમને દૂધ અર્પિત કરવું. આમ કરવાથી વ્યક્તિને કાલસર્પ દોષમાંથી મુક્તિ મળી શકે છે.

મનોકામનાની પૂર્તિ માટે

નાગ પંચમીના દિવસે વ્યક્તિએ પોતાના ઘરમાં નાગ દેવતાની મૂર્તિ અથવા તૈયાર ચિત્ર સ્થાપિત કરવું અથવા તો દોરી લેવું. હવે શ્રદ્ધાપૂર્વક હળદર, કંકુ, ફૂલ, કાચું દૂધ અને ઘી અર્પણ કરવા. આ દિવસે નાગ પંચમીની વ્રત કથાનું શ્રવણ અથવા પઠન અચૂક કરવું. પૂજાની પૂર્ણાહુતિ બાદ, નાગ દેવતાની આરતી કરવી અને પોતાની મનોકામના પ્રગટ કરવી. એવી માન્યતા છે કે, નાગ પંચમીના દિવસે આ રીતે ભાવપૂર્વક પૂજા કરવાથી નાગ દેવતાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનના તમામ વિધ્નો શીધ્ર દૂર થાય છે.

ગૃહ કલેશથી મુક્તિ મેળવવા માટે

જો તમારા ઘરમાં હંમેશાં તણાવભર્યુ વાતાવરણ રહેતું હોય, કે પછી પતિ-પત્નીના સંબંધોમાં મધુરતાની ઉણપ હોય, તો નાગ પંચમીના દિવસે ભગવાન શિવ અને નાગ દેવતાની વિધિ-વિધાનપૂર્વક પૂજા કરવી જોઇએ. પૂજા કર્યા બાદ, એક ડોલમાં પાણી લઇ એમાં ફટકડી, દરિયાઇ મીઠું અને ગૌમૂત્ર ઉમેરીને હલાવી લેવું. આ પાણી વડે આખાય ઘરમાં પોતું કરવું. ત્યારબાદ, ઘરના મુખ્ય સ્થાન પર શુદ્ધ ગૂગળનો ધૂપ પ્રગટાવવો. એવી માન્યતા છે કે, આનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે તથા પરિવારમાં સુખ-શાંતિ અને પરસ્પર પ્રેમનું વાતાવરણ જળવાઇ રહે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તમારા લગ્ન સફળ થાય તેવું ઇચ્છો છો? આ ટિપ્સને જરૂરથી અનુસરો.

આ પણ વાંચો:આ 5 ખોરાક ખાવાથી તમે અજાણતાં તણાવમાં વધારો કરો છો, જોણો ક્યા છે આ ખોરાક