Trending news/ શું તમે પણ આ ખૂબ જ લોકપ્રિય પીણું પીઓ છો? તો મચ્છરોને ખાસ આમંત્રણ આપો છો,પ્રયોગમાં પુરાવા મળ્યા

મચ્છર કરડવાથી અનેક ગંભીર બીમારીઓ થાય છે. તેનાથી બચવા માટે લોકો વિવિધ રીતો અપનાવે છે, પરંતુ શું તમે જાણો છો કે મચ્છર કઈ વ્યક્તિ તરફ વધુ આકર્ષાય છે?

Trending Lifestyle

Trending News: મચ્છર કરડવાથી અનેક ગંભીર બીમારીઓ થાય છે. તેનાથી બચવા માટે લોકો વિવિધ રીતો અપનાવે છે, પરંતુ શું તમે જાણો છો કે મચ્છર કઈ વ્યક્તિ તરફ વધુ આકર્ષાય છે? આ અંગે એક રિસર્ચ કરવામાં આવ્યું અને જે પરિણામો સામે આવ્યા તે ચોંકાવનારા હતા. જો તમે બીયર પીતા હોવ તો આ સમાચાર તમારા માટે મહત્વના છે.

નેશનલ જિયોગ્રાફિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પશ્ચિમ આફ્રિકાના બુર્કિના ફાસોમાં એક સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. આ સંશોધનનો હેતુ એ જાણવાનો હતો કે મચ્છર કયા માણસોને વધુ કરડે છે. તેની તપાસ માટે બે ટેન્ટ તૈયાર કરીને તેને સીલ કરી દેવામાં આવ્યા હતા. બિયર અને પાણી પીરસ્યા બાદ બે લોકો એક ટેન્ટમાં બંધ હતા અને બીજો ટેન્ટ ખાલી હતો. બંને ટેન્ટમાંથી પાઇપ દ્વારા અંદરની હવા મચ્છરોને પૂરી પાડવામાં આવતી હતી. આ પછી એક આશ્ચર્યજનક પરિણામ સામે આવ્યું છે.

જ્યાં બિયર પીતા લોકો હાજર હતા તે ટેન્ટ તરફ મચ્છરો વધુ આકર્ષાયા હતા. બિયર પીનાર વ્યક્તિ જ્યાં હાજર હતો ત્યાં મચ્છર ઉડવા લાગ્યા. તે સ્પષ્ટ થઈ ગયું કે મચ્છર બીયરની ગંધ તરફ વધુ આકર્ષાય છે. જો કે, એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ પ્રયોગમાં સામેલ કોઈપણ વ્યક્તિને મચ્છર કરડ્યો નથી કારણ કે આ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.

સંશોધનમાં સામે આવ્યું છે કે બીયર પીનાર વ્યક્તિ સુધી પહોંચતા મચ્છરોનું પ્રમાણ 65 ટકા વધી જાય છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે શા માટે મચ્છરો બિયર પીનારાઓ તરફ વધુ આકર્ષાય છે, પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ પરિણામ ખૂબ જ સ્પષ્ટ છે કે તેઓ બિયર પીનારાઓ તરફ વધુ આકર્ષાય છે. કહેવામાં આવ્યું હતું કે જો તમારે મચ્છરોથી બચવું હોય તો બિયર પીવી ઓછી કરો અથવા બંધ કરો.

આ સંશોધનથી સ્પષ્ટ થયું છે કે જે વસ્તુ મચ્છરને સૌથી વધુ આકર્ષે છે તે બીયર છે. બીયર કે દારૂ પીવાથી રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડે છે, આવી સ્થિતિમાં ખતરનાક મચ્છરોના કરડવાથી તમે જલ્દી બીમાર પડી શકો છો. લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘સાહેબ, હું જીવતો છું, મને કાગળોમાં મારશો નહીં’, હાથમાં કાગળો લઈને ન્યાયની આજીજી કરી રહ્યો છે વૃદ્ધ

 આ પણ વાંચો:ચાઈનીઝ લોકોએ ખાવાનું શરૂ કર્યું આ ભારતીય દેશી ફૂડ,વેચીને દુકાનદારો થઈ રહ્યા છે અમીર

આ પણ વાંચો:લગ્નની પાર્ટીમાં ડાન્સ કરતાં પતિ ભૂલ્યો ભાન, પત્નીએ લાવી શાન ઠેકાણે, વાયરલ થયો વીડિયો