Not Set/ ઓળખી લો આ લંપટ બાબાઓને, આ પણ છે ધર્મ અને સંસ્કૃતેને તાર-તાર કરનાર ઢોંગી, ધૂતારા, કુકર્મી બાબાઓ…

ધર્મનાં નામે ધતિંગ કરનાર લંપટ નારાયણ સાંઇ એકલો એવો ધૂત નથી. જેને યૌન શોષણ કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હોય. ધર્મનાં નામે કઇ પણ ચાલી જાય તેવા આ ધર્મભીરૂ દેશમાં આવા બાબાઓની ભરમાર છે. ગુરૂને‘ગોંવિદ’ પહેલા પખાળવાની જ્યા પરંપરા છે તે સંસ્કૃતીમાં ગુરૂની ઉપાધી સાથે ધર્મનો વેશ ધારણ કરીને ભોળા ભક્તો અને ખાસ કરીને મહિલા ભક્તોને મુર્ખ બનાવી આ ધૂતારાઓ યૌન શોષણ જેવી ધૃણાસ્પ્રદ અને લાંલછન પમાળી કરતુતો કરવાથી પણ બાજ નથી આવતા. ભક્તો સાથે નરી ઠગાઇ કરતા આ છે કેટલાક આવા જ ઢોંગી, ધૂતારા, કુકર્મી બાબાઓ જેના વિશે જાણ કરી હોવા ખુબ જરૂરી છે. નારાયણ સાંઇને યૌન ઉત્તપિંડનનાં […]

Top Stories India
baba in india ઓળખી લો આ લંપટ બાબાઓને, આ પણ છે ધર્મ અને સંસ્કૃતેને તાર-તાર કરનાર ઢોંગી, ધૂતારા, કુકર્મી બાબાઓ...

ધર્મનાં નામે ધતિંગ કરનાર લંપટ નારાયણ સાંઇ એકલો એવો ધૂત નથી. જેને યૌન શોષણ કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હોય. ધર્મનાં નામે કઇ પણ ચાલી જાય તેવા આ ધર્મભીરૂ દેશમાં આવા બાબાઓની ભરમાર છે. ગુરૂને‘ગોંવિદ’ પહેલા પખાળવાની જ્યા પરંપરા છે તે સંસ્કૃતીમાં ગુરૂની ઉપાધી સાથે ધર્મનો વેશ ધારણ કરીને ભોળા ભક્તો અને ખાસ કરીને મહિલા ભક્તોને મુર્ખ બનાવી આ ધૂતારાઓ યૌન શોષણ જેવી ધૃણાસ્પ્રદ અને લાંલછન પમાળી કરતુતો કરવાથી પણ બાજ નથી આવતા. ભક્તો સાથે નરી ઠગાઇ કરતા આ છે કેટલાક આવા જ ઢોંગી, ધૂતારા, કુકર્મી બાબાઓ જેના વિશે જાણ કરી હોવા ખુબ જરૂરી છે. નારાયણ સાંઇને યૌન ઉત્તપિંડનનાં કેસમાં સુરતની સેસન્સ કોર્ટ દ્રારા આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. અને તેનું નામ પણ  આવા પાખંડી, કુકર્મી બાબાઓની યાદીમાં સામેલ થઇ ગયું છે, જે પોતાનાં શરણે આવનારી મહિલાઓનો શિકાર અને ઉપભોગ કરતા હોય. આવા બાબાઓની યાદી ખુબ લાંબી લચક છે.

આશારામ

Asaram1 ઓળખી લો આ લંપટ બાબાઓને, આ પણ છે ધર્મ અને સંસ્કૃતેને તાર-તાર કરનાર ઢોંગી, ધૂતારા, કુકર્મી બાબાઓ...
Asaram

આસુમલ થાઉમલ સિરૂમલાણી એટલે કે આશારામ. આશારામ, નારાયણ સાંઇનો બાપ છે. હરકતમાં પણ અને હકીકતમાં પણ. 450થી વધુ નાના – મોટા આશ્રમો છે આશારામની માલિકીના. અને આ જ આશ્રમોમાં ગોરખ ધંધા થઇ રહ્યા અને ફાલી ફૂલી પણ રહ્યા છે. હંમેશા વિવાદોમાં ઘેરાયેલો આશારામ પણ દુષ્કર્મ કેસમાં હાલ સજા કાપી રહ્યો છે. આશારામ સામે 2012માં સગીરા સાથે યૌન શોષણની ફરિયાદ થઇ હતી. જેમાં તેને સજા ફટકારવામાં આવી છે. અને આવા જ દુષ્કર્મ કેસમાં તેનો દિકરો નારાયણ સાંઇ પણ સંડોવાયેલો છે. આશારામને પાંચ વર્ષ સુધી કોર્ટ કસ્ટડીમાં રખાયા બાદ ઉંમર કેદની સજા ફટકારવામાં આવી હતી. હાલ આશારામ જોધપુર જેલમાં બંધ છે. દુષ્કર્મનો કેસ 20 ઓગસ્ટ 2013માં પ્રકાશમાં આવ્યો હતો.. જેની ફરિયાદ દિલ્લીના કમલાનગર પોલીસ સ્ટેશનમાં રાતે 2 વાગે નોંધાઇ હતી.. અને દુષ્કર્મનો બનાવ જોધપુરના મડઇ માં આવેલા ફાર્મ હાઉસ પર થયો હતો

ગુરમીત રામ રહીમ સિંહ

Gurmeet Ram Rahim ઓળખી લો આ લંપટ બાબાઓને, આ પણ છે ધર્મ અને સંસ્કૃતેને તાર-તાર કરનાર ઢોંગી, ધૂતારા, કુકર્મી બાબાઓ...
Gurmeet Ram Rahim

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને ઓગસ્ટ 2017માં બે સાધ્વીઓ સાથે બળાત્કાર કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યો હતો.. અને તેના માટે 28 ઓગસ્ટે 20 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.. ચૂકાદો સાંભળતા જ રામ રહીમ કોર્ટરૂમમાં જ બેશુધ્ધ થઇ ગયો હતો.. ત્યાર બાદ હરિયાણાના કેટલાય શહેરોમાં વીજ વ્યવસ્થા ખોરવી નાંખવામાં આવી હતી.. તણાવયુક્ત માહોલના કારણે પંચકુલામાં સેનાએ ફ્લેગમાર્ચ કરવાની જરૂર પડી હતી.. રામ રહીમના સમર્થક હિંસા પર ઉતરી આવ્યા હતા.. ખાસ કરીને હરિયાણા અને પંજાબમાં તો સર્મથકોએ સરકારને પણ હંફાવી દીધી હતી.. આ કિસ્સો પણ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે 2002માં એક સાધ્વીએ ચીઠ્ઠી લખીને પંજાબ-હરિયાણા હાઇકોર્ટ અને તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને યૌન શોષણની ફરિયાદ કરી હતી.. હાઇકોર્ટે આ ચીઠ્ઠીના તથ્યોની તપાસ માટે સિરસાના સેશન જજ પાસે મોકલી આપી હતી.. અને CBIએ રામ રહીમ પર કલમ 376,506 અને 509 અંતર્ગત કેસ દાખલ કર્યો હતો

ફલાહારી બાબા

Falahari Baba ઓળખી લો આ લંપટ બાબાઓને, આ પણ છે ધર્મ અને સંસ્કૃતેને તાર-તાર કરનાર ઢોંગી, ધૂતારા, કુકર્મી બાબાઓ...
Falahari Baba

રાજસ્થાનની અલવર કોર્ટે ગત વર્ષે 26 સપ્ટેમ્બર કૌશલેન્દ્ર પ્રપન્નાચાર્ય ઉર્ફે ફલાહારી બાબાને દુષ્કર્મ મામલે દોષિત કરાર આપતા આજીવન કારાવાસની સજા ફટકારી હતી.. આ બાબાએ અરાવલી વિહાર વિસ્તારના કાલાકુવા સ્થિત રામકોલોની ખાતેના પોતાના આશ્રમમાં પોતાની જ એક શિષ્યાને દુષ્કર્મનો શિકાર બનાવી હતી.. પીડિતા કૌશલેન્દ્ર પ્રપન્નાચાર્ય ઉર્ફે ફલાહારી બાબાને પોતાના પિતા સમાન ગણતી હતી.. ફલાહારીએ જે જઘન્ય અપરાધ કર્યો તેના વિરૂધ્ધમાં આ કેસમાં પુરતા સાક્ષી હતા…આ કેસમાં 9 માર્ચ 2018માં દુષ્કર્મ પીડિતાનુ નિવેદન લેવામાં આવ્યુ હતુ.. અલવરમાં વિલાસપુરની યુવતી સાથે દુષ્કર્મ કરવાના કેસમાં ફલાહારી વિરૂધ્ધ પોલસે 15 ડિસેમ્બર 2017ના રોજ SJM કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી.. પોલીસે કોર્ટમાં 40 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી.. જેમાં ફલાહારી વિરૂધ્ધ કલમ 376 (2F) અને 506 મુજબ આરોપ ઘડવામાં આવ્યા હતા.

સ્વામિ નિત્યાનંદ

Swami Nithyananda ઓળખી લો આ લંપટ બાબાઓને, આ પણ છે ધર્મ અને સંસ્કૃતેને તાર-તાર કરનાર ઢોંગી, ધૂતારા, કુકર્મી બાબાઓ...
Swami Nithyananda

બેંગલોર – મૈસૂર હાઇવે પર નત્યાનંદ ધ્યાનદીપમ આશ્રમ ચલાવનારા નિત્યાનંદ દક્ષિણ ભારતના પ્રખ્યાત અને સ્વયંભૂ ધર્મગુરૂ બની બેઠા હતા.. 2010માં નિત્યાનંદની સેક્સ સીડી લીક થતા જ બબાલ મચી હતી.. જેમાં તે એક અભિનેત્રી સાથે શારીરિક સબંધ બનવતા દેખાઇ રહ્યા હતા.. સેન્ટ્રલ ફોરેન્સિક લેબમાં સીડી સાચી ઠરી.. પરંતુ નિત્યાનંદ તરફથી અમેરિકી ફોરેન્સિક લેબનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.. જેમાં સીડી સાથે છેડછાડ થઇ હોવાનો ઉલ્લેખ હતો.. આ મામલે નિત્યાનંદની ધરપકડ કરવામાં આવી હતી.. અને કોર્ટે તેમને જેલ હવાલે કર્યો હતો.. જો કે થોડા સમય બાદ તેને શર્તી જામીન મળ્યા હતા..

ઇચ્છાધારી ભીમાનંદ મહારાજ

Bhimanand Maharaj ઓળખી લો આ લંપટ બાબાઓને, આ પણ છે ધર્મ અને સંસ્કૃતેને તાર-તાર કરનાર ઢોંગી, ધૂતારા, કુકર્મી બાબાઓ...
Bhimanand Maharaj

ઓગસ્ટ 2017માં ચર્ચિત ઇચ્છાધારી ભીમાનંદ મહારાજને દિલ્હી પોલીસે ઝડપી લીધો હતો.. સેક્સ રેકેટ ચલાવવાનો અને ઠગાઇનો આરોપ હતો ભીમાનંદ પર… તે પહેલા પણ વર્ષ 2009માં તેની ધરપકડ થઇ હતી.. પરંતુ તે જામીન પર બહાર આવી ગયો હતો.. દેહ વ્યપારમાં લપેટાયેલો આ ઢોંગી ચિત્રકૂટના ચમરૌહા ગામનો રહેવાસી છે.. જે પોતાને સાંઇબાબાનો અવતાર કહેતો હતો.. તેનુ અસલી નામ શિવ મૂરત દ્વિવેદી છે.. તે 1988માં દિલ્હીના નહેરૂ પ્લેસ સ્થિતએક 5 સ્ટાર હોટલમાં ગાર્ડની નોકરી કરતો હતો.. 12 વર્ષમાં જ ભીમાનંદે કરોડોની સંપત્તિ બનાવી લીધી હતી.. આ ઢોંગીની સંપત્તિ એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટે 2015માં જપ્ત કરી લીધો હતી.. હાલ તે જેલમાં બંધ છે..

સ્વામી પરમાનંદ

Swami parmanand ઓળખી લો આ લંપટ બાબાઓને, આ પણ છે ધર્મ અને સંસ્કૃતેને તાર-તાર કરનાર ઢોંગી, ધૂતારા, કુકર્મી બાબાઓ...
Swami parmanand

U Pના બારાબંકીના રહેવાસી બાબા રામ શંકર તિવારી ઉર્ફે સ્વામી પરમાનંદ પર પ્રસુતિના નામ પર મહિલાઓના યૌન શોષણનો આરોપ લાગ્યો હતો.. પરમાનંદ પર આરોપ હતો કે તે એવી મહિલાઓને શિકાર બનાવતો હતો જે સંતાન પ્રાપ્તી ઝંખતી હતી.. મહિલાઓ ઇલાજ માટે બાબા પાસે આવતી હતી.. બાબા દાવો કરતો હતો કે તેના આશ્રમમાં પૂજા કરાવનારી તમામ મહિલાઓને પુત્ર પ્રાપ્તી થઇ છે.. પરમાનંદ કેટલાય વર્ષોથી આ કૃત્યને અંજામ આપતો હતો.. પરંતુ ખુલાસો એક વીડિયો વાયરલ થવાના કારણે થયો હતો.. અને તે વીડિયો કેવી રીતે વાયરલ થયો તે પણ રસપ્રદ છે.. પરમાનંદનુ પર્સનલ કોમ્પ્યુટર બગડી ગયુ.. તેણે રિપેર કરાવવા માટે એક એન્જીનિયર પાસે મોકલ્યુ.. એન્જીનિયરે કમ્પ્યુટરમાં વીડિયો જોયા તો ચોંકી ગયો.. કારણ કે તેમાં પરમાનંદની કાળી કરતૂત કેદ હતી.. તેણે વીડિયો વાયરલ કરી નાંખ્યા.. અને પોલીસે કેટલાય દિવસોની મહેનત બાદ પરમાનંદને ઝડપ્યો હતો.. પરમાનંદે 100થી વધુ મહિલાઓ સાથે દુષ્કર્મની કબૂલાત કરી હતી.. તેના પર દુષ્કર્મ, હત્યાની કોશિષ, લૂંટ અને ષડયંત્ર સહિત કુલ 11 જેટલા ગુનાહિત કેસ દાખલ કરવામાં આવ્યા હતા.. હાલ તે જેલમાં બંધ છે..

પોતાને ભગવાન કહેવડાવતા આવા અનેક લંપટો સાધુનાં વેશમાં સમાજમાં ફરી રહ્યા છે. નામ સ્વામીનાં ને કામ શેતાનનાં કરતા આ પાપીઓના પ્રપંચથી બચવા માટે હવે સમાજે સાવધ રહેવાની જરૂર છે. કારણ કે કોર્ટે સજા તો ભૂતકાળમાં અનેકોને આપી હતી અને હાલ નારાયણ સાંઇને પણ આપી છે. પરંતુ ભાગ ધરનારા મળશે ત્યાં સુધી ભોગ ધારણ કરનારા આવે લંપટો તો મળી જ રહેશે. સમાજને પણ આ કિસ્સાઓથી શીખ લેવા જેવી છે.