રાજકીય/ સરકારે ફ્રી શિપ યોજના બંધ કરતાં 5 હજાર વિદ્યાર્થીઓ શિક્ષણ છોડવુ પડ્યું : નૌશાદ સોલંકી

સરકારે ફ્રી શિપ યોજના બંધ કર્યું જેમાં 5 હજાર વિદ્યાર્થીઓ શિક્ષણ છોડવુ પડ્યું છે. સરકારી કોલેજોને નિસ્ત નબુત કરવાનું સરકારનું ષડ્યંત્ર છે.

Top Stories Gujarat
સમરસ છાત્રાલય સરકારે ફ્રી શિપ યોજના બંધ કરતાં 5 હજાર વિદ્યાર્થીઓ

સમરસ છાત્રાલય મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સરકાર પર પ્રહાર કર્યા છે. નૌશાદ સોલંકીએ પ્રહાર કરતા કહ્યુ કે સમરસ છાત્રાલયમાં અનુસૂચિત જનજાતિના 15 ટકા વિદ્યાર્થીઓને જ એડમિશન આપવામાં આવે છે. મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તમને જાહેરાત કરી હતી કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ 5 સ્ટારમાં ભણશે. પણ પ્રશ્ન એ છે કે છાત્રાલયમાં એડમિશન વિદ્યાર્થીઓને નથી મળી રહ્યા. સરકારે ફ્રી શીપ યોજના બંધ કરી દીધી છે. જેના કારણે 5 હજાર વિદ્યાર્થીઓનું ભણતર છૂટ્યુ.  સમાજના મોટા વર્ગને સરકાર અન્યાય કરી રહી છે. અમારી માંગ છે કે સરકાર ફ્રી શિપ કાર્ડ અને સ્કોલર શીપ યોજના શરૂ કરે. છાત્રાલયમાં 50 ટકા દલિતોને એડમિશન આપવામાં આવશે. અમે આ અંગે સરકાર સામે લડત ચલાવીશું. જિલ્લા જિલ્લા ફરીને જનજાગૃતિ લાવીશું.

સમરસ છાત્રાલય મુદ્દે નૌશાદ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, પેટા યોજનામાં 1 હજાર કરોડના ખર્ચે સમરસ છાત્રાલય બનાવાયા છે.  સમરસમાં અનુસૂચિત જાતિને 15 ટકા જ એડમીશન આપવામાં આવે છે. સરકારે ફ્રી શિપ યોજના બંધ કર્યું જેમાં 5 હજાર વિદ્યાર્થીઓ શિક્ષણ છોડવુ પડ્યું છે. સરકારી કોલેજોને નિસ્ત નબુત કરવાનું સરકારનું ષડ્યંત્ર છે. જેમાં સમાજના મોટા વર્ગને અન્યાય થવા જઈ રહ્યો છે. આ મુદ્દે જિલ્લા જિલ્લા ફરીને જનજાગૃતિ લાવીશું. સરકાર સમક્ષ માંગ છે કે જે ફ્રી શિપ કાર્ડ અને સ્કોલરશીપ ફરી શરૂ કરવામાં આવે. 50 ટકા દલિતોને સમરસ માં એડમીશન મળે તેવી માંગ પણ તેમણે કરી હતી.  2022 માં ભાજપના શાસનને ઉખડવાનો આજે સંકલ્પ લીધો છે.  10 ટકા વોટ અનુસૂચિત જાતિના વધે તેના પ્રયાસ કરવામાં આવશે.

રાજકીય / પક્ષ સામે નારાજગી દર્શાવનારા કૉંગ્રેસના પ્રવક્તાઓની વધી શકે છે મુશ્કેલી

Science / James Webb Telescope પૃથ્વીથી 1.6 મિલિયન કિમી દૂર સ્થિત…10 દિવસમાં પ્રથમ ચિત્ર!