Not Set/ શું તમને ખબર છે કે CRPCની કલમ 151 શું છે ? જો નથી ખબર તો આ લિંકને ખાસ ઓપન કરો…

રીઝવાન શેખ , મંતવ્ય ન્યુઝ , અમદાવાદ. શું તમને ખબર છે કે ” ચેપટર કેસ “ કોને કહેવામાં આવે છે ? પોલીસ ક્યારે તેનો ઉપયોગ કરી શકે છે ? જો નથી ખબર તો આજનો આ આર્ટિકલ તમારા માટે ખુબજ મહત્વનો છે. મોટા ભાગના લોકોને ખ્યાલ હોતું નથી કે, જયારે CRPCની કલમ-151 મુજબ કોઈ વ્યક્તિની વિરૃદ્ધમાં […]

Uncategorized
download 5 શું તમને ખબર છે કે CRPCની કલમ 151 શું છે ? જો નથી ખબર તો આ લિંકને ખાસ ઓપન કરો...

રીઝવાન શેખ , મંતવ્ય ન્યુઝ , અમદાવાદ.

શું તમને ખબર છે કે ” ચેપટર કેસ “ કોને કહેવામાં આવે છે ? પોલીસ ક્યારે તેનો ઉપયોગ કરી શકે છે ? જો નથી ખબર તો આજનો આ આર્ટિકલ તમારા માટે ખુબજ મહત્વનો છે. મોટા ભાગના લોકોને ખ્યાલ હોતું નથી કે, જયારે CRPCની કલમ-151 મુજબ કોઈ વ્યક્તિની વિરૃદ્ધમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે તે કાર્યવાહી કેવી હોય છે , તેમાં શું થઇ શકે છે અને શું નથી થઇ શકતું. તે અંગેની સંપૂર્ણ માહિતી જો આપણને ખ્યાલ હશે તો જ તમને ખબર પડશે કે ચેપટર કેસ કોને કહેવાય છે.

ચેપટર કેસ એટલે શું ?

સરળ અને સાદી ભાષામાં જો આ સવાલનો જવાબ આપવામાં આવે તો ચેપટર કેસ એટલે એવા કેસ કે જેમાં પોલીસ અટકાયતી પગલાંના ભાગરૂપે કોઈ કાર્યવાહી કરે.એટલે જે ગુનાઓ ગંભીર નથી અને જેમાં જેલ જવું પડતું નથી તેને ચેપટર કેસ કહેવામાં આવે છે. અટકાયતી પગલાં લેવા તેને ” PRIVENTIVE ARREST “ કહેવાય છે.જયારે વ્યક્તિને શંકાના આધારે ધરપકડ કરી હોય અથવા તો ગંભીર ગુનો ન હોય તો તે વ્યક્તિને ન્યાયિક હિરાસતમાં મોકલી શકાતું નથી.

CRPC ની કલમ 151 ક્યારે થાય છે ?

જયારે કોઈ વ્યક્તિ કોઈ ગુનો કરવા જઈ રહ્યો હોય અથવા તો ગુનાને અંજામ આપેલ હોય ત્યારે પોલીસ તે વ્યક્તિની સામે CRPC – 151 મુજબની કાર્યવાહી કરી શકે છે.

CRPC ની કલમ 151 થયા બાદ તેની પ્રક્રિયા કેવી હોય છે ?

જયારે કોઈ વ્યક્તિની કલમ 151 ના સંદર્ભમાં તેની અટકાયત કરવામાં આવી હોય ત્યારે તેની ફરિયાદ થયેલ પોલીસ સ્ટેશનના લોકઅપમાં વધુમાં વધુ 24 કલાક સુધી પોલીસ તેને રાખી શકે છે ત્યારબાદ તે વ્યક્તિને તે હદના જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે છે. જ્યાં તેને કાયદેસરના જામીન લેવાના હોય છે. અને આ ગુનામાં મેજીસ્ટ્રેટને જામીન આપવાની સત્તા હોય છે.

જામીન માટે શેની જરૂર પડતી હોય છે ?

જો 15 હજારથી નીચેના બોન્ડ ઉપર આરોપીના જામીન મંજુર થયા હોય તો આરોપીની સાથે એક જામીનદારની જરૂર પડે છે. જેની પાસે ટેક્સબિલની નકલ, જામીનદારના પોતાનું આધારકાર્ડ જોડે રાખવાનું હોય છે. અને જો આરોપીના જામીન 15 હજારથી વધુના બોન્ડ ઉપર મંજુર થયા હોય તો સોલ્વન્સી જામીનની જરૂર પડતી હોય છે.

સોલ્વન્સી જામીન શું હોય છે ?

સોલ્વન્સી જામીન એટલે જયારે 15 હજારથી વધુના બોન્ડ ઉપર આરોપીના જામીન મંજુર થયા હોય ત્યારે જામીનદારને મિલ્કતના 7/12 ની નકલ, ટેક્સ બિલની નકલ, આધાર કાર્ડ તેમજ મિલ્કતની કુલ કિંમત કેટલી તેને દર્શાવ્યા બાદ આરોપીની બાહેંધરી લેવાની હોય છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આરોપીના જામીન તો મંજુર થઇ જતા હોય છે પરંતુ, સોલ્વન્સી કઢાવવાની જરૂર હોવાથી કોર્ટ વધુમાં વધુ એક મહિનાની મુદત પણ આપતી હોય છે. જો મુદત પુરી થયાથી પણ વધારે સમય વીતી જાય અને કોર્ટમાં સોલ્વન્સી રજૂ ન થાય તો કોર્ટ પછી આરોપીના જામીન નામંજૂર કરીને આરોપીની સામે વૉરંટ પણ કાઢી શકે છે.

CRPCની કલમ 151ની કેટલીક મર્યાદા પણ છે.

1) ગમે તે વ્યક્તિની અથવા આડેધડ રીતે કોઈની પણ અટકાયત કરી શકાતી નથી.
2) યોગ્ય કારણ કે પુરાવા કે માહિતી હોય તો જ વ્યક્તિની અટકાયત કરી શકાય છે.અન્યથા નહિ.

CRPC 1973 ની કલમ 151 ( 1 ) મુજબ , જયારે કોઈ પોલીસ અધિકારીને સંભાવના કે શકયતા હોય કે કોઈ વ્યક્તિ ગુનો કરી શકે છે. અથવા કરવા જઈ રહ્યો છે. અથવા કરી ચુક્યો છે.ત્યારે તેવી વ્યક્તિની ધરપકડ વગર કોર્ટના વૉરંટ ઉપર કરી શકાય છે.

CRPC 1973 ની કલમ 151 ( 2 ) ( 1 ) મુજબ, જયારે કોઈ વ્યક્તિને કોઈ અપરાધના સંદર્ભમાં અટકાયત કરી હોય ત્યારે તેને 24 કલાક સુધીની જ લોકઅપ માં મુકી શકાય છે. તેનાથી વધારે સમય સુધી લોકઅપમાં મુકી શકાતું નથી.

ખાસ નોંધ: જયારે પોલીસ અધિકારી વગર કારણસર, પુરાવા વગર, અથવા ખોટી દાજ રાખીને વ્યક્તિને કલમ 151માં અટકાયત કરે ત્યારે તેના બંધારણીય હક્કો જેવા કે આર્ટિકલ 21 અને 22 નું ઉલ્લંઘન થાય છે.

ભારતમાં વસતા તમામ નાગરિકોને પોતાની ઈજ્જત અને આબરૂ ખુબજ વ્હાલી લાગે છે. કોઈ પણ વ્યક્તિ એવું નથી ઇરછતી કે તે પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં દિવસ કે રાત ગુજારે માટે પોલીસે પણ કોઈની સામે કાર્યવાહી કરતા પહેલા તેમની પાસે યોગ્ય પુરાવા કે યોગ્ય પરિસ્થતિને આધીન જ કાર્યવાહી કરવાની હોય છે.

1) સવાલ : શું CRPC ની કલમ 151 વ્યક્તિની વિરુદ્ધમાં વારંવાર થાય અથવા થોડા સમયગાળાના અંતરમાં ફરી વાર થાય તો આવી વ્યક્તિની વિરુદ્ધમાં પોલીસ ” પાસા “કરી શકે છે કે નહિ ?

જવાબ : ના,આ ગુનામાં પોલીસ પાસા ન કરી શકે છે.

2) સવાલ : શું CRPC ની કલમ 151 ચેક રિટન ના કેસોમાં થઇ શકે છે ?

જવાબ : ના, તે ગુનામાં વ્યક્તિની સામે CRPC ની કલમ 151 મુજબની કાર્યવાહી થઇ શકતી નથી. કારણકે તેમાં ડાયરેક્ટ કોર્ટમાં ફરિયાદ નોંધાતી હોય છે અને કોર્ટ વૉરંટ કાઢે તો જ આરોપીની ધરપકડ કરાતી હોય છે.

3) સવાલ : ક્યારે ક્યારે CRPC ની કલમ 151 મુજબની કાર્યવાહી થતી હોય છે.

જવાબ : – મોટાભાગે મારપીટના ગુનામાં અથવા તો શરીર સબંધી ગુનામાં
– શાંતિ સુલેહ ભંગના ગુનામાં.

આમ, ઉપરોક્ત આપેલી માહિતી વ્યક્તિની જાણકારી માટે ખુબજ મહત્વની છે. આ માહિતીની જાણકારી મળ્યા બાદ તમને ખ્યાલ આવશે કે CRPC ની કલમ 151 શું છે ? તેના માટે જામીન કઈ રીતે લેવાના હોય છે. પોલીસ ક્યારે તેનો ઉપયોગ કરી શકે છે અને ક્યારે ન કરી શકે છે. એટલુંજ નહિ ક્યાં ક્યાં ગુનામાં કલમ 151 ક્યારેય ન થઇ શકે . આટલી માહિતી પ્રાપ્ત થયા બાદ હવે જયારે તમને કે તમારા કોઈ અંગત મિત્રને CRPC ની કલમ 151 મુજબની કાર્યવાહીમાં કોઈ મદદની જરૂર હશે ત્યારે તમે આ આર્ટિકલને વાંચ્યા બાદ ચોક્કસ પણે એ વ્યક્તિની મદદ કરી શકશો.