Not Set/ ચીનની ભારતને ધમકી, સિક્કિમમાં પાછા નહી હટો તો કાશ્મીરમાં કરશું દખલગીરી

ભારતીય સેનાએ ડોકલામમાં ચીનની ધમકીને અવગણીને લાંબા સમય સુધી રોકાવાનો નિર્ણય કરીને ત્યાં તંબુ બાંધી દીધા છે.. ભારતીય સેનાના આ પગલાને લઈને ચીની મીડિયા ભડક્યું છે. ચીનના એક સરકારી છાપામાં સીધે સીધી ધમકી આપવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું છે કે ભારતને ગંભીર પરીણામ ન ભોગવવું હોય તો તે ડોકલામમાંથી તેમના તંબુ હટાવીલે..બીઝિંગ પોતાના ક્ષેત્રતાના […]

Uncategorized

ભારતીય સેનાએ ડોકલામમાં ચીનની ધમકીને અવગણીને લાંબા સમય સુધી રોકાવાનો નિર્ણય કરીને ત્યાં તંબુ બાંધી દીધા છે.. ભારતીય સેનાના આ પગલાને લઈને ચીની મીડિયા ભડક્યું છે. ચીનના એક સરકારી છાપામાં સીધે સીધી ધમકી આપવામાં આવી છે. તેમાં લખવામાં આવ્યું છે કે ભારતને ગંભીર પરીણામ ન ભોગવવું હોય તો તે ડોકલામમાંથી તેમના તંબુ હટાવીલે..બીઝિંગ પોતાના ક્ષેત્રતાના અનુસંધાનમાં કોઈપણ પ્રકારની સમજુતી નહીં કરે…. છેલ્લા 22 દિવસથી ભારત અને ચીન વચ્ચે તણવ પર સ્થિતી ચાલી રહી છે ત્યારે ભારતીય સેનાએ ડોકલામમાં ચીનની ધમકીને અવગણીને લાંબા સમય સુધી રોકાવાનો નિર્ણય કર્યો છે. આર્મી જવાનોએ અહીંયા તેમના તંબુ લગાવી દીધા છે.

આ વિસ્તારમાં 22 દિવસથી ભારત અને ચીનની સેના આમને-સામને છે. આ વિસ્તાર એક ટ્રાઈ જંક્શન છે. ચીન અહીંયા સડક બનાવવા માંગે છે, પરંતુ ભારત અને ભૂટાન તેનો વિરોધ કરી રહ્યા છે. બીજીબાજુ ચીનની થિન્ક ટેન્કે રવિવારે જણાવ્યું હતું કે સિક્કિમ સેકટરના ડોકલામમાં માર્ગ નિર્માણને કામગીરીમાં ભૂતાન વતી ભારતીય સેનાએ વિધ્નો નાખ્યા તે જ રીતે પાકિસ્તાનની વિનંતીને પગલે કાશ્મીરમાં ત્રીજા દેશની સેના પણ ઘૂસી શકે છે.