Not Set/ લગ્ન પ્રસંગે 5 લાખ કરતા વધારે ખર્ચ કરશો તો થશે દંડ, સંસદમાં રજૂ થશે બીલ

નવી દિલ્હીઃ લોકો દેખાદેખીમાં લગ્ન પ્રસંગે લાખો કરોડો રૂપિયા ખર્ચી નાખે છે. પરંતુ હવે આ ખર્ચા પર નિયંત્રણ મૂકવા માટે સરકાર લોકસભામાં બીલ લાવી રહી છે. લગ્ન પ્રસંગે મહેમાનોની સંખ્યા ઘટાડવા અને સમારોહમાં પિરસવામાં આવતા ભોજન નિયંત્રીત કરવા માટે એક ખાનગી વિઘેયક લોકસભામાં પ્રસ્તુત કરવામાં આવશે. આ પ્રઇવેટ મેમ્બર બીલમાં એ વ્યવસ્થા કરવામાં આવી છે […]

Uncategorized
marriage1 લગ્ન પ્રસંગે 5 લાખ કરતા વધારે ખર્ચ કરશો તો થશે દંડ, સંસદમાં રજૂ થશે બીલ

નવી દિલ્હીઃ લોકો દેખાદેખીમાં લગ્ન પ્રસંગે લાખો કરોડો રૂપિયા ખર્ચી નાખે છે. પરંતુ હવે આ ખર્ચા પર નિયંત્રણ મૂકવા માટે સરકાર લોકસભામાં બીલ લાવી રહી છે. લગ્ન પ્રસંગે મહેમાનોની સંખ્યા ઘટાડવા અને સમારોહમાં પિરસવામાં આવતા ભોજન નિયંત્રીત કરવા માટે એક ખાનગી વિઘેયક લોકસભામાં પ્રસ્તુત કરવામાં આવશે.

આ પ્રઇવેટ મેમ્બર બીલમાં એ વ્યવસ્થા કરવામાં આવી છે કે, જે લોકો લગ્ન પ્રસંગે 5 લાખ રૂપિયા કરતા વધારેનો ખર્ચ  કરતા હોય છે. તે ગરીબ યુવતીઓના લગ્નમં યોગદાન આપે.

લોકસભામાં કૉંગ્રસે સાંસદ રંજીત રંજન આ પ્રાઇવેટ મેંબર બીલમાં રજૂ કરશે. જેમા કહેવામાં આવ્યુઁ છે કે,જો કોઇ પરિવાર વિવાહ દરમિયાન 5 લાખનો ખર્ચ કરે છે તો તને ગરીબ પરિવારની યુવતીના લગ્નમાં 10 ટકાનું યોગદાન આપવું પડશે. લોકસભાના  આગામી સત્રમાં લગ્ન વિઘેયક 2016 એક પ્રાઇવેટ બીલના રૂપમાં રજૂ કરવામાં આવશે.

આ બિલ મુજબ લગ્નમાં જો કોઇ 5 લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરશે તો એ રકમના 10 ટકા ખર્ચો એણે ગરીબ પરિવારની યુવતીના વિવાહ માટે દાન કરવો પડશે. સાંસદ રંજીત રંજને કહ્યું કે આ વિધેયકનો ઉદ્દેશ્ય લગ્નમાં થતા ખોટા ખર્ચા અટકાવવાનો અને સાદગીને પ્રોત્સાહન આપવાનો છે.