Rajkot/ શિવાનંદ હોસ્પિટલ આગકાંડના ત્રણેય આરોપી ડોક્ટરને મળી જામીન પર મુક્તિ

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી બદલ સારવાર લઈ રહેલા પાંચ નિર્દોષ દર્દીઓને આંખમાં જીવતા ભૂંજાવવાવારો આવ્યો હતો. આ ઘટનામાં ગંભીર બેદરકારી દાખવનાર આરોપીઓમાં ડોક્ટર પ્રકાશ મોઢા, ડોક્ટર વિકાસ મોઢા અને ડો તેજસ કરમટાની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી

Top Stories Gujarat Rajkot
a 14 શિવાનંદ હોસ્પિટલ આગકાંડના ત્રણેય આરોપી ડોક્ટરને મળી જામીન પર મુક્તિ

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી બદલ સારવાર લઈ રહેલા પાંચ નિર્દોષ દર્દીઓને આંખમાં જીવતા ભૂંજાવવાવારો આવ્યો હતો. આ ઘટનામાં ગંભીર બેદરકારી દાખવનાર આરોપીઓમાં ડોક્ટર પ્રકાશ મોઢા, ડોક્ટર વિકાસ મોઢા અને ડો તેજસ કરમટાની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી આજે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આ તબીબોના બે દિવસના રિમાન્ડની માગણી કરી હતી પરંતુ કોર્ટ દ્વારા તેમને જામીન મુક્ત કરવામાં આવ્યા છે.ત્રણેય તબીબોને ધરપકડ થાય તેને હજુ 24 કલાકનો સમય નથી થયો તે પહેલાં તેઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.

રાજકોટના આ અગ્નિકાંડમાં ગંભીર બેદરકારી દાખવનાર પાંચ સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે બે દિવસના રિમાન્ડની માગણી કરી હતી તેમજ ત્રણેય આરોપી ડોકરરોને આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોટી પોલીસની માગણીને ફગાવી હતી અને ત્રણે ડોક્ટરને જામીન પર મુક્ત કર્યા હતા. આ બાબતને લઇને સામાન્ય લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે શું તબીબોને માત્ર નામ ખાતર કાયદાની દ્રષ્ટિએ કોર્ટમાં રજૂ કરાયા હતા, કે ગંભીર બેદરકારી હોવા છતાં કોર્ટ દ્વારા તેમને જામીન પર મુક્તિ આપવામાં આવી છે.

રવિવારે સાંજે ડોક્ટર પ્રકાશ મોઢા, ડોક્ટર વિશાલ મોઢા અને ડોક્ટર તેજસ અટકાયત કરી ત્રણેયનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તપાસનીસ અધિકારી દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવી હતી. હોસ્પિટલના ત્રણેય ડોક્ટરને માલવિયા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા ત્યારે તેમને વીઆઇપી ફેસેલીટી આપવામાં આવી હોવાના વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. પોલીસ સ્ટેશનમાં તેમની સાથે આરોપીઓ જેવું નહીં પરંતુ મહેમાન જેવું વર્તન કરવામાં આવ્યું હતું અને હવે કોર્ટ દ્વારા પણ તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે ત્યારે લોકોમાં પ્રશ્નાર્થ સર્જાયો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…