અમીરગઢ તાલુકાના સોનવાડી પાસે આવેલ જંગલમાં બે કંકાલ મળી આવ્યા હતા જેની પોલીસ દ્વારા તપાસ કરતા ઘરથી ભાગી ગયેલ બે પ્રેમીઓના હોવાનું જાણવા મળેલ છે. બંને માનવ કંકાલને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જણાવીએ કે, અમીરગઢના સોનવાડી પાસેના જંગલમાંથી આજે એક યુવક અને યુવતીનો માનવ કંકાલ મળી આવ્યો હતો. અહીથી પસાર થતા લોકોએ માનવ કંકાલ જોતા જ તાત્કાલિક અમીરગઢ પોલીસ ઘટનાની જાણ કરી હતી. ઘટનાની જાણ થયા જ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. તેમજ આ અંગે પ્રાથમિક તપાસ કરતા 15 દિવસ અગાઉ બાજુના વિસ્તારમાં રહેતા પ્રેમી યુવક અને યુવતી ઘરેથી નાસી ગયા હતા જે અંગેની જાણવા જોગ ફરિયાદ પણ અમીરગઢ પોલીસ મથકે નોંધાઈ હતી.

આ પણ વાંચો :કોરોના મહામારીના લીધે પાટણની જેલમાંથી કેદીઓને બે મહિના માટે મુક્ત કર્યા
આ બાબતે પોલીસ ને શંકા જતા ગુમ થયેલા યુવક યુવતીના પરિવારજનોને બોલાવીને તપાસ કરી હતી તેમજ માનવ કંકાલ પાસેથી મળી આવેલ પર્સ અને કપડા સહિત ની ચીજવસ્તુઓ ચકાસતા ગુમ થયેલા યુવક યુવતી જ હોવાનું જ જણાયુ હતું જેથી પોલીસે આ બંને યુવક-યુવતીના માનવ કંકાલ ને અમદાવાદ ફોરેન્સિક લેબમાં પીએમ માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે તેમજ આ અંગે અત્યારે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
![]()
આ પણ વાંચો :રાજકોટ માટે શરમજનક ઘટના, કોવિડ વોર્ડમાં દુષ્કર્મનો ભોગ બનનાર પ્રૌઢાનું મોત
ઉલ્લેખનીય છે કે, આ બે માનવ કંકાલ પાસે એક પર્સ પડેલ હતું જેમાં ફોટાઓ હતા અને કપડાં પરથી તેઓની ઓળખાણ થતાં બંને કંકાલ ભાગી ગયેલ યુવક યુવતીના હોવાનુ અમીરગઢ પોલીસે જણાવેલ હતું અમીરગઢ પાસેના જંગલમા દીપડા ઝરખ અને રીંછ જેવા જંગલી પ્રાણીઓ વિચારી રહ્યા હોવાથી બંને ને એવા જંગલી પ્રાણીઓએ મારી નાખવાની પોલીસની પ્રથમ તપાસમાં અનુમાન લગાવેલ હતું.

આ પણ વાંચો :કોવિશિલ્ડ વેકસીનનો બીજો ડોઝ પ્રથમ ડોઝ બાદ ૧૨-૧૬ અઠવાડિયા દરમ્યાન લેવાનો રહેશે,RMCની જાહેરાત

