રાજકોટના સિવિલના કોવિડ વોર્ડમાં દાખલ પ્રૌઢા પર હોસ્પિટલના એટેન્ડન્ટે દુષ્કર્મ આચર્યાની ઘટનાએ રાજ્યભરમાં ચકચાર જગાવી હતી.આજથી 13 દિવસ પહેલા રાજકોટની કોવિડ કેર હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા એક મહિલાએ તેના પરિવારજનોને ફોન કર્યો હતો. જેમાં તેની સાથે બુઘવારની રાત્રિ દરમિયાન ત્યાં ફરજ પર હાજર અટેન્ડન્ટ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની ઓળખ મેળવી લઇ તેની ધરપકડ કરી હતી. જ્યાં આજે સિવિલ કોવિડ હોસ્પિટલમાં પ્રૌઢાનું મોત નિપજ્યું છે. જેથી પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે. સમગ્ર રાજકોટને માટે શરમજનક ઘટના ગણી શકાય.

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં પ્રોઢા સાથે હોસ્પિટલમાં જ કામ કરતા અટેન્ડન્ટે બળાત્કાર ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ભોગ બનનાર મહિલાની પૂછપરછ કરતા અટેન્ડન્ટ પોતે કરેલા પાપની કબૂલાત કરી હતી. હાલ આરોપી પોલીસની કેદમાં છે. દુષ્કર્મ બાદ પ્રૌઢા ગુમસુમ રહેતા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. તેમના મૃત્યુનું કારણ હાલ જાણવા મળ્યું નથી.
![]()
અગાઉ જ્યારે પોલીસે ભોગ બનનાર મહિલાનું નિવેદન લીધું ત્યારે આ બનાવ હકીકતમાં બન્યો હોવાનું સામે આવ્યું હતુ. જેના આધારે પોલીસે ત્યાં ફરજ પર હાજર તમામ સ્ટાફની પૂછપરછ કરી હતી. જેમાં હિતેષ ઝાલા નામનો આ જ શખ્સ શંકાના દાયરામાં આવ્યો અને પોલીસે તેની વધુ પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી અને પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસના કહેવા પ્રમાણે ભોગ બનનાર મહિલાનો કોરોના રિપોર્ટ નેગેટિવ હતો. પરંતુ તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. જેના કારણે તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આ કિસ્સાએ રાજકોટને શર્મસાર કર્યુ છે, લોકો પોતાના પરિવારજનોને સારવાર માટે અહીં મોકલતા હોય છે અને તેની સાથે આ પ્રકારનું વાતાવરણ કેટલું યોગ્ય તે પણ એક મોટો સવાલ છે, આવા કિસ્સાઓને અટકાવવા પોલીસે તપાસ કરવી એટલી જ જરૂરી છે.

