@નિકુંજ પટેલ
એકવાર એક વાંદરી તેના બચ્ચાને લઈને નદી પાર કરી રહી હતી. છાતીએ ચોંટેલુ બચ્ચુ નિશ્ચિંત હતું. પરંતુ પાણી વાંદરીના માથા સુધી આવી જતા વાંદરીએ બચ્ચાને માથે ચઢાવી દીધું. તેમછતા પાણી ફરક આવી જતા અંતે વાંદરીએ બચ્ચાને નીચે ઉતારી તેની પર ચઢી ગઈ. ટૂંકમાં કુદરતનો નિયમ સર્વાઈવલનો છે. તમારી સામે મોત દેખય એટલે તમે બચવા કે જીવવા કંઈ પણ કરી છુંટો. અંડરવર્લ્ડની દુનિયા પણ કંઈક આવી જ છે. વન વે જેવી આ દુનિયામાં તમે એકવાર ઘુસો પછી પાછા નથી ફરી શકતા, આગળ વધો તો અન્ય ગેંગના ગુંડા પતાવી દે અને પાછા વળો તો પોલીસ રિવોલ્વર તાંકીને ઉભી હોય. આમ અન્ય ગેંગના ગુંડાને હાથે કે પોલીસ એન્કાઉન્ટર મારફતે મોત નિશ્ચિત છે.
આપણે વાત કોલ સેન્ટરની કરવી છે. આ દુનિયામાં પણ કંઈક અંશે આવું જ છે. અમદાવાદમાં પાનના ગલ્લાની જેમ ફૂટી નીકળેલા કોલ સેન્ટરો ધમધમી રહ્યા હતા. છુપી રીતે ચાલતા આ ગેરકાયદે કોલ સેન્ટરો પર પોલીસનો આશીર્વાદ રૂપી હાથ હતો. વિદેશના નાગરિકોને યેન કેન પ્રકારે શીશામાં ઉતારી ડોલરમાં પૈસા ઉસેડતા આ કોલ સેન્ટરોમાં કામ કરતા યુવક અને યુવતીઓની કહાની પણ ફિલ્મી સ્ટોરીથી કમ નથી. કોલ સેન્ટરની નોકરીમાં સારી એવી કમાણી કરતા યુવક યુવતીઓને કામના બદલામાં શનિ રવીની રજામાં વિદેશની ટુર, સિગારેટ, દારૂ અને ડ્રગ્સ સહિતની સુવિધા પુરી પડાતી હતી.
બીજીતરફ વિદેશના નાગરિકો સતત લૂંટાવા લાગતા અંતે અમેરિકન એજન્સી એફબીઆઈએ આ બાબતને ગંભીરતાથી લીધી અને તપાસ હાથ ધરી. જેમાં મોટા ભાગે ગુજરાત અને મુંબઈમાં ગેરકાયદે ચાલતા અનેક કોલ સેન્ટરો જવાબદાર હોવાનું બહાર આવ્યું. બીજીતરફ પોલીસ પણ જાણે દેશના લોકો ક્યાં લૂંટાય છે અને પોતાનું ઘર ભરાતું હોવાથી પોલીસ પણ નરો વા કુંજરો વા કે આંખ આડા કાન કરીને આ ખેલ જોયા કરતી હતી.
અતેં એફબીઆની ધોંસ વધતા અંતે ઉપથી દબાણ આવતા પોલીસે ના છુટકે કડક હાથે કામ લેવું પડ્યું. જેમાં મોટાભાગના મોટા કોલ સેન્ટરો બંધ થયા. નવાઈની વાત એ છે કે ડોલરના રવાડે ચડેલા કેટલાય યુવાનોએ ઘરમાં કે ઓફિસમાં છુપી રીતે આ કોલ સેન્ટરો ચાલુ રાખી વિદેશીઓને છેતરવાનું ચાલુ રાખ્યું. ઉપરના દબાણને કારણે પોલીસે ઘરોમાંથી યુવકોને ઝડપી લેવાનું શરૃ કરીને કામગીરી કડક હોવાનું દેખાડ્યું.
કોલ સેન્ટરમાં યુવક યુવતીઓ કેવી રીતે કામ કરતા હતા, કેવી સુવિધા પુરી પડાતી હતી અને પોલીસને કેવી રીતે મેનેજ કરાતી હતી.જોકે સેન્ટ્રલી. એસીમાં કામ કરતા યુવકો કોલ સેન્ટરો બંધ થતા બીજા કોઈ કામમાં ધ્યાન આપી ન શક્યા. કેટલાક યુવકોએ પોલીસના ડરથી નોકરી છોડી દીધી. પરંતુ ડોલરની આદત ધરાવતા યુવકો બીજી કોઈ નોકરી કરી શકે તેમ ન હતા. કેટલાકે અગાઉ કમાયેલા પૈસામાંથી ક્યાંક રોકાણ કર્યું એ ફાવી ગયા. ટુંકમાં યુવકોની હાલત ન ઘરના ન ઘાટના જેવી થઈ ગઈ.વાંચતા રહો કોલ સેન્ટરની આ રસપ્રદ કહાની.
આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું
આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો
આ પણ વાંચો:સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ
આ પણ વાંચો:દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર
