રણવીર સિંહની ફિલ્મના ગીતો ઘણા મજેદાર હોય છે વળી રણવીર જે એનર્જીથી ડાન્સ કરે છે તે જોઈને તેના ચાહકો ખુશ થઈ જાય છે બાજીરાવ મસ્તાનીનું મલ્હારી સોંગ ઘણું લોકપ્રિય થયું હતું .અને હવે આ ગીતના ફેન બની ચૂક્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ. એક વીડિયોમાં ડોનાલ્ડ ટ્રમ્પ એવી મસ્તીથી ઝૂમી રહ્યા છે તે જોઇને સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા છે. આ વીડિયો થોડા સમય પહેલા શેર કરવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં આ વીડિયો સોશ્યિલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલો છે.
વાસ્તવમાં આ વીડિયો એક મીમ છે. જેમાં રણવીરના ચહેરા પર ટ્રમ્પનો ચહેરો ફિટ કરી દેવામાં આવ્યો છે. એ જોઇને ખરેખર એવુ લાગે કે ડોનાલ્ડ ટ્રમ્પ જ આટલી મસ્તીમાં ડાન્સ કરી રહયા છે. આ વીડિયોને ટ્વિટર પર એક વ્યક્તિએ શેર કર્યો હતો અને તેને અઢળક વ્યૂ મળી રહ્યા છે.
જો રણવીરની ફિલમની વાત કરીએ તો રણવીર ગલી બોયની સફળતાનો આનંદ માણી રહ્યો છે.
Peshwa Warrior Trump#DonaldTrump #MAGA pic.twitter.com/s9JOb5e7DR
— Mad Liberals (@mad_liberals) February 20, 2019
