Not Set/ બુધવારે કરો મગ અને લીલા વસ્ત્રનું દાન,પછી જુઓ ચમત્કાર

અમદાવાદ ભારતીય જ્યોતિષ તથા ધાર્મિક માહાત્મય  છે  તે અનુસાર અઠવાડિયાના દરેક વાર સૂર્યમાળાના ગ્રહ સાથે જોડાયેલા છે અને દરેક દિવસનું એક ખાસ મહત્વ છે . જો એ પ્રમાણે વ્યક્તિઓ સામાન્ય પૂજા, અર્ચના કે દાન કરે છે તો તેને જીવનમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. અને એકદંરે તેનું જીવન શાંતિથી પસાર થાય છે.  અઠવાડિયામાં બુધ […]

Uncategorized
donation બુધવારે કરો મગ અને લીલા વસ્ત્રનું દાન,પછી જુઓ ચમત્કાર

અમદાવાદ

ભારતીય જ્યોતિષ તથા ધાર્મિક માહાત્મય  છે  તે અનુસાર અઠવાડિયાના દરેક વાર સૂર્યમાળાના ગ્રહ સાથે જોડાયેલા છે અને દરેક દિવસનું એક ખાસ મહત્વ છે . જો એ પ્રમાણે વ્યક્તિઓ સામાન્ય પૂજા, અર્ચના કે દાન કરે છે તો તેને જીવનમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. અને એકદંરે તેનું જીવન શાંતિથી પસાર થાય છે.  અઠવાડિયામાં બુધ વાર પણ આવું જ મહત્વ ધરાવે છે.

આ દિવસે લીલા રંગનું ઘણું મહત્વ છે તેથી જ મોટા ભાગના ઘરમાં આ દિવસે મગ બનાવવામાં આવે છે અને ઘણા લોકો આ દિવસે બુધનો લીલો રંગ પહેરવો પસંદ કરે છે તમારે પણ જો જીવનમાં શાંતિ અને સુખાકારી જોઈતી હોય તો તમે પણ બુધવારે આ મુજબના ઉપાય કરી શકો છો.

બુધવારે સ્નાન કરીને સ્વચ્છ થઈને લીલા રંગના કે તેના નજીકના શેડના વસ્ત્રો પહેરવા જોઈએ.

કોઈ જરૂરિયાત માણસને કે કોઈ મંદિરમાં લીલા મગનું દાન કરવું.

જ્યોતિષ મુજબ મગ બુધ સાથે સંકળાયેલું કઠોળ ગણવામાં આવે છે. એના દાન કરવાથી બુધ ગ્રહના દોષ શાંત થાય છે

બુધવારે ગણપતિને મોદકના ભોગ ધરાવો. ગણેશજીની પૂજાથી પણ બુધ ગ્રહના દોષ દૂર થઈ જાય છે.

સૌથી નાની આંગળીમાં પન્ના રત્ન ધારણ કરવું જોઈએ જોકે. પન્ના પહેરતા અગાઉ કોઈ નિષ્ણાત જ્યોતિષીને  કુંડળી બતાવવી જોઈએ,

બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવો . ગાયને પૂજનીય અને પવિત્ર ગણાય છે. ગૌમાતાની સેવાથી બધા દેવી-દેવતાઓની કૃપા બની રહે છે.

બુધવારે સવારે ગણેશજીના મંદિરમાં જઈને ગણેશને દૂર્વા અર્પિત કરો. દૂર્વા 11 કે 21 ચઢાવશો તો શુભ ફળ જલ્દી પ્રાપત થશે.