Not Set/ દુર્યોધન, દુઃશાસન અને દંગા નથી જોઇતા, નથી જોવો મોદીનો ચહેરો..જાણો આવું કોણે કહ્યું

પ્રથમ તબક્કાનું મતદાન નજીક આવતું જાય છે તેમ તેમ બંગાળમાં મમતા અને ભાજપ વચ્ચે વાકયુદ્ધ વધી રહ્યું છે. ભાજપ અને ટીએમસીના સમર્થકો આક્રમક રીતે પ્રચાર થઇ રહ્યો છે. ખાસ કરીને મમતા બેનર્જી ભાજપ અને મોદી પર પ્રહાર કરવાની એક તક ચુકતા નથી. આમ કરવામાં ઘણીવાર બોલવાની મર્યાદાઓ પણ તૂટી જાય છે. મમતાએ બંગાળની એક રેલીમાં […]

Top Stories
narendramodibengalrally 1616036649 દુર્યોધન, દુઃશાસન અને દંગા નથી જોઇતા, નથી જોવો મોદીનો ચહેરો..જાણો આવું કોણે કહ્યું

પ્રથમ તબક્કાનું મતદાન નજીક આવતું જાય છે તેમ તેમ બંગાળમાં મમતા અને ભાજપ વચ્ચે વાકયુદ્ધ વધી રહ્યું છે. ભાજપ અને ટીએમસીના સમર્થકો આક્રમક રીતે પ્રચાર થઇ રહ્યો છે. ખાસ કરીને મમતા બેનર્જી ભાજપ અને મોદી પર પ્રહાર કરવાની એક તક ચુકતા નથી. આમ કરવામાં ઘણીવાર બોલવાની મર્યાદાઓ પણ તૂટી જાય છે. મમતાએ બંગાળની એક રેલીમાં દુઃશાસન, દુર્યોધન અને મીર જાફર જેવા નામોથી વિરોધી નેતાઓની તુલના કરી છે.

mamta 1 e1549367571693 દુર્યોધન, દુઃશાસન અને દંગા નથી જોઇતા, નથી જોવો મોદીનો ચહેરો..જાણો આવું કોણે કહ્યું

પશ્ચિમ બંગાળના ઇસ્ટ મિદનાપુર જિલ્લામાં એક રેલીને સંબોધતા મમતાએ ભાજપ અને મોદી પર વેધક બાણો છોડ્યા હતા. મમતાએ કહ્યું- ભાજપને વિદાય આપવાની છે. અમે ભાજપને અહીં જોવા નથી ઇચ્છતા. અમને મોદીનો ચહેરો નથી જોવો. અમને અહીં દુર્યોધન, દુઃશાસન, મીર જાફર, હુલ્લડ અને લૂંટ નથી જોવી.

મહત્વનું છે કે એક તરફ મમતા બેનર્જી ખેલા હોબે (ખેલ થશે) નો નારો આપી રહ્યા છે તો બીજી તરફ મોદી વિકાસ હોબેનો નારો આપી રહ્યા છે. મમતા-મોદી વચ્ચે વાર-પલટવાર ચાલી રહ્યો છે. ગુરુવારે પુરલિયાની એક રેલીમાં મોદીએ કહ્યું કે દીદી બોલે ખેલા હોબે પરંતુ ભાજપ બોલે વિકાસ હોબે, ચાકરી હોબે, શિક્ષા હોબે, મહિલા ઉત્થાન હોબે, યુવા શક્તિ સંપન્ન વિકાસ હોબે. મોદીએ કહ્યું કે દીદી પુરલિયાની જનતા હિસાબ માંગી રહી છે, પોતાના કામનો હિસાબ આપો.