sand mafia/ નિંદ્રાધીન તંત્ર અને દરિયાઈ રેતીનો બેફામ કારોબારઃ 650 ટન રેતી જપ્ત કરાઈ

દરિયો સમૃદ્ધિ આપે છે તેમ કહેવાય છે, પરંતુ દરિયો જ નહી દરિયાની રેતી પણ સમૃદ્ધિ આપે છે તે વાત કેટલાક રેતમાફિયાઓએ બરોબરની ગળે ઉતારી લીધી લાગે છે. તંત્ર તો નિંદ્રાધીન રહ્યુ પણ આ રેત માફિયાઓએ દરિયાઈ રેતીનો ગેરકાયદેસર કારોબાર આદર્યો છે.

Top Stories Gujarat
Seasand નિંદ્રાધીન તંત્ર અને દરિયાઈ રેતીનો બેફામ કારોબારઃ 650 ટન રેતી જપ્ત કરાઈ

ગાંધીનગરઃ દરિયો સમૃદ્ધિ આપે છે તેમ કહેવાય છે, પરંતુ Sand Mafia દરિયો જ નહી દરિયાની રેતી પણ સમૃદ્ધિ આપે છે તે વાત કેટલાક રેતમાફિયાઓએ બરોબરની ગળે ઉતારી લીધી લાગે છે. તંત્ર તો નિંદ્રાધીન રહ્યુ પણ આ રેત માફિયાઓએ દરિયાઈ રેતીનો ગેરકાયદેસર કારોબાર આદર્યો છે.

આ વાત પર પડદો ત્યારે ઉચકાયો જ્યારે વેરાવળ નજીક દરિયાઈ રેતીનો મોટો જથ્થો ઝડપાયો હતો. ખાણ અને ખનીજ વિભાગની ટીમે આ જથ્થો પકડીને કાર્યવાહી હાથ ધરી છે. મીઠાપુર શાળામાં પાછળથી આ જથ્થો મળી આવ્યો છે.

આ રેત માફિયાઓની હિંમત તો જુઓ, રેતીના આ જંગી જથ્થાનો Sand Mafia  પણ સરકારી જમીનમાં સ્ટોક કરવામાં આવ્યો હતો. કોઈને કલ્પના પણ આવે કે સરકારી જમીન પર જ કોઈ ગેરકાયદેસરની વસ્તું સંગ્રહ કરવામાં આવ્યો હશે. આ સિવાય રેતી પડી હોય કોઈને ખબર કેવી રીતે પડે કે આ રેતી ગેરકાયદેસર છે. 650 ટનથી વધુ પ્રતિબંધિત દરિયાઈ રેતીનો જથ્થો પાછો ખાણ-ખનીજ વિભાગે જપ્ત કર્યો છે.

હવે આ ચોરી કોના આધારે કરવામાં આવી રહી છે તેની તપાસ ચાલી રહી છે. હવે સવાલ એ છે કે આ ગેરકાયદેસરનો વેપલો કોણ ચલાવે છે. સરકારી તંત્રમાં આટલા મોટા જથ્થાનો સ્ટોક કોઈ કેવી રીતે કરી ગયું. આટલો મોટો જથ્થો સરકારી જમીન પર ખડકાયો Sand Mafia હોવા છતાં કેમ તેનો કોઈની પાસે જવાબ નથી. આવા અનેક સવાલો આ રેતીના જથ્થાને લઈને ઉઠી રહ્યા છે. સરકારી તંત્રએ પણ આ અંગે તેની આગવી ચૂપકિદી સેવી લીધી છે. ફક્ત તપાસ ચાલુ છે તેવા જવાબ આપવામાં આવી રહ્યા છે. પણ વાસ્તવમાં તંત્ર ક્યાં અને કેવી રીતે ચાલે છે તેની તંત્રને પોતાને જ ખબર નથી.

સરકારી જમીન પર આટલા મોટા જથ્થાની ક્યાંય કોઈ જગ્યાએ એન્ટ્રી નથી. તેની ક્યાંય કોઈ વિગત નથી. આટલો મોટો જથ્થો ભૂતિયો જથ્થો કેવી રીતે હોઈ શકે. તેને ક્યાંક ભૂતિયા જથ્થા તરીકે મોકલવાનો હતો કે પછી તેને સગેવગે કરવાનો હતો. આમા કયા-કયા સરકારી અધિકારીની સંડોવણી હોઈ શકે છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી દેવાઈ છે.

 

આ પણ વાંચોઃ Adhir Ranjan Chowdhury/ અધીર રંજન ચૌધરીએ “વન નેશન,વન ઈલેક્શન”ની કમિટીમાં સામેલ ન થવાનું જણાવ્યું કારણ

આ પણ વાંચોઃ Priyank Kharge/ આગમાં ઘી હોમાયું…! હવે કોંગ્રેસ અધ્યક્ષના પુત્ર પ્રિયંક ખડગેએ “સનાતન ધર્મ” પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું

આ પણ વાંચોઃ G-20 Preparations/ ડેકોરેશન અને સુરક્ષાથી લઈને મહેમાનોના રહેવા સુધીની સંપૂર્ણ વ્યવસ્થા,જાણો G-20ની તૈયારીઓ અંગે આ 20 અપડેટ્સ

આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશ/ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને હલનચલન, CM યોગી આવતીકાલે PM મોદીને આમંત્રણ આપવા જશે દિલ્હી

આ પણ વાંચોઃ Uttar Pradesh/ નફરત ફેલાવવાનું કારસ્તાન…! મુસ્લિમ યુવકના કપાળ પર છરી વડે ‘જય ભોલેનાથ’ લખી નાખ્યું