Auto/ કારની આગળની સીટમાં જરુરી હશે ડબલ એરબેગ, 1 એપ્રિલથી લાગુ થશે નિયમ

સરકારે વાહનોમાં મુસાફરો માટે એરબેગ ફરજિયાત બનાવી દીધી છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે એરબેગ્સની ફરજિયાત જોગવાઈ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “વાહનોમાં ડ્રાઇવર સીટ સાથે બેઠેલા મુસાફરો માટે એરબેગ ફરજિયાત બનાવવા અંગે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ એક મહત્વપૂર્ણ સુરક્ષા ઉપાય છે. મંત્રાલયે […]

Business
airbag કારની આગળની સીટમાં જરુરી હશે ડબલ એરબેગ, 1 એપ્રિલથી લાગુ થશે નિયમ

સરકારે વાહનોમાં મુસાફરો માટે એરબેગ ફરજિયાત બનાવી દીધી છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે એરબેગ્સની ફરજિયાત જોગવાઈ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “વાહનોમાં ડ્રાઇવર સીટ સાથે બેઠેલા મુસાફરો માટે એરબેગ ફરજિયાત બનાવવા અંગે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ એક મહત્વપૂર્ણ સુરક્ષા ઉપાય છે.

1 अप्रैल से सभी कारों में डुअल फ्रंट एयरबैग होगा जरूरी, सरकार ने पेश किया  प्रस्‍ताव - all cars will have dual front airbags from april 1 government  offers

મંત્રાલયે જણાવ્યું હતું કે, એપ્રિલ, 2021ના ​​પહેલા દિવસે અથવા પછીના દિવસ નવા વાહનોમાં એરબેગની જરૂરી રહેશે. 31 ઓગસ્ટ, 2021થી હાલના મોડલોમાં આગળના ડ્રાઇવરની સીટ સાથે એરબેગ લગાવવી ફરજિયાત રહેશે. આ પગલાથી અકસ્માતની ઘટનામાં મુસાફરોની સલામતીની રહેશે.

નવા નિયમ લાગુ થતાં વાહનોની કિંમતમાં ઓછામાં ઓછા 5000-7000 રૂપિયાનો વધારો થશે. આ પહેલા 29 ડિસેમ્બર 2020 ના રોજ સરકારે કહ્યું હતું કે તેણે 1 એપ્રિલ 2021 થી નવા વાહનો માટે અને 1 જૂન 2021 થી જુના વાહનો માટે ડ્યુઅલ એરબેગ બનાવવાનો નિર્ણય લીધો છે.

airbag for front passengers mandatory rules likely soon : फ्रंट पैसेंजर के  लिए एयरबैग जरूरी करने की तैयारी में सरकार - Navbharat Times

જુલાઇ 2019માં ડ્રાઇવર માટે એરબેગ જરૂરી હતી. આગામી દિવસોમાં મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કન્ટ્રોલ અને ઓટોનોમસ ઇમરજન્સી બ્રેકિંગ સિસ્ટમને પણ વાહનો માટે જરૂરી કરવામાં આવશે. આને નાણાકીય વર્ષ 2022-23થી લાગુ કરી શકાય છે. આ દિશામાં સતત પગલા લેવામાં આવી રહ્યા છે.