Not Set/ ડબલ મર્ડર/ શંકાશીલ સસરા દ્વારા પત્ની અને પુત્રવધુની હત્યા, પુત્રની જિંદગી કરી દોજખ

આરોપી સતીશે પહેલા પોતાની પત્નીને છરી મારી હતી, ચારી વાગતા જ તેની પત્ની તે રૂમમાંથી ભાગી ગયી હતી, ત્યાર બાદ તેને પોતાની પુત્રવધુ પર છરી વડે હુમલો કર્યો હતો. તેણીની સાથે તેના પૌત્ર અને પૌત્રી પણ સુતા હતા. બચાવ માટે આવેલા પોતાના પુત્ર પર પણ આ પાગલ બાપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જોકે તેઓ […]

India
gnr 2 ડબલ મર્ડર/ શંકાશીલ સસરા દ્વારા પત્ની અને પુત્રવધુની હત્યા, પુત્રની જિંદગી કરી દોજખ

આરોપી સતીશે પહેલા પોતાની પત્નીને છરી મારી હતી, ચારી વાગતા જ તેની પત્ની તે રૂમમાંથી ભાગી ગયી હતી, ત્યાર બાદ તેને પોતાની પુત્રવધુ પર છરી વડે હુમલો કર્યો હતો. તેણીની સાથે તેના પૌત્ર અને પૌત્રી પણ સુતા હતા. બચાવ માટે આવેલા પોતાના પુત્ર પર પણ આ પાગલ બાપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જોકે તેઓ આ હુમલામાં બચી ગયા હતા. આં ઘટના બાદ હુમલાખોર પિતાને તેના પુત્રએ એક રૂમમાં બંધ કરી દીધો હતો. અને પોલીસને જાણ કરી હતી.

64 વર્ષીય આરોપી વ્યવસાયે શિક્ષક હતા

સતિષ ચૌધરી હમેશા પત્ની અને પુત્રવધૂ પર શંકા કરતા હતા

વૃદ્ધ નિવૃત્ત શિક્ષકના સ્વભાવથી આખો પરિવાર પરેશાન હતો,

સાસુ-વહુનું જમવાનું અલગ બનાવતા હતા.

ઘરના વાતાવરણને કારણે સાસુ અને વહુએ ગુડગાંવમાં બીજું મકાન લીધું હતું

આરોપીએ જણાવ્યું હતું કે, પત્ની-પુત્રવધૂની હત્યા કરવામાં કોઈ ખોટું નથી, તે બંને ખોટા હતા

શુક્રવારે સવારે દિલ્હીના રોહિણી સેક્ટર -4 માં ડીટીસીની નિવૃત્ત મહિલા અને તેની ઈન્ડિગો એરલાઇન્સમાં નોકરી છોડી ચુકેલી તેમની પુત્રવધૂની શુક્રવારે સવારે છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં નિવૃત્ત શિક્ષક સતિષ ચૌધરી (64), સ્નેહલતા (6૨)ની ધરપકડ કરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

 

આરોપીએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે તેને પત્ની અને પુત્રની વહુ પર શંકા હતી. પોલીસ જણાવ્યા અનુસાર મૃતક પુત્રવધુ નો પતિ ગૌરવ આઈબીએમ સિંગાપોરમાં સોફ્ટવેર એન્જિનિયર છે. જયારે આરોપીનો નાનો દીકરો સૌરભ (30) અપરિણીત અને બેંગાલુરુમાં સોફ્ટવેર એન્જિનિયર છે. ગુરુવારે રાત્રે જ સૌરભ ઘરે આવ્યો હતો.

જ્યારે સતીશે પત્નીને પહેલા છરી મારી હતી, ત્યારે તે રૂમમાંથી ભાગી ગયી હતી. ત્યારબાદ તેણે  પુત્રવધૂ પર છરી વડે હુમલો કર્યો હતો. તેના પૌત્રો એક જ ઓરડામાં સૂતા હતા પણ તેઓ બચી ગયા હતા. આ દરમિયાન તેનો નાનો પુત્ર બચાવવા માટે  વચ્ચે આવ્યો તો તેના પર પણ હુમલો કર્યો હતો. સદનસીબે  સૌરભે પિતાને રૂમમાં બંધ કરી પોલીસને જાણ કરી હતી. સારવાર દરમિયાન સાસુ અને વહુ બંનેના મોત થાય છે.

बहू प्रज्ञा और सास स्नेहलता

બીજા ઘરે જતા પહેલા બનાવ

પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રારંભિક તપાસમાં માલુમ પડ્યું હતું કે સાસુ અને પુત્રવધૂ જલ્દીથી ગુડગાંવ શિફ્ટ થવાના હતા. સતીષ ચૌધરીથી આખો પરિવાર નારાજ હતો. ઘરનું વાતાવરણ બગડતા બચાવવા માટે  પુત્રો અને પુત્રવધૂ અને સાસુ સાથે ગુડગાંવમાં અલગ મકાનમાં સાથે રહેવાની યોજના બનાવી હતી. તેઓ શુક્રવારે નાના પુત્ર સાથે ગુડગાંવ જઇ રહ્યા હતા. જ્યારે સતીષને આની બાતમી મળી તો એને આખી હત્યાની ઘટનાને જ અંજામ આપી દીધો . પોલીસે જણાવ્યું હતું કે સતીષ ચૌધરીએ પૂછપરછમાં કબૂલાત કરી છે કે હત્યાને અંજામ આપવા અંગે તેની પાસે કોઇ જવાબ નથી.

આરોપીને અફસોસ નથી

સતીશને કોર્ટમાં હાજર થવા માટે વિજય વિહાર પોલીસ સ્ટેશનથી લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે તેના ચેરા પર કોઈ જ અફસોસ જોવા મળ્યો નાં હતો. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તેની પત્ની અને પુત્રવધૂની હત્યા કરવા અંગે તેને કોઈ દુખ નથી, બંને ખોટા હતા. તેથી તેમને મારી નાખવાનો કોઈ દિલગીરી નથી. નાના પુત્ર પર છરી વડે થયેલા હુમલા અંગે સતીશે કહ્યું કે પુત્ર પર હુમલો કરવાનો કોઈ ઇરાદો નથી. બચાવમાં આવતા તેમણે છરી છીનવી લેવાનો પ્રયાસ કર્યો, જેના કારણે તેને છરીના ઘા મારવા પડ્યા હતા.

gnr 3 ડબલ મર્ડર/ શંકાશીલ સસરા દ્વારા પત્ની અને પુત્રવધુની હત્યા, પુત્રની જિંદગી કરી દોજખ

ખાવાનું અલગથી બનાવ્યું હતું

નિવૃત્ત શિક્ષકના સ્વભાવને કારણે આખો પરિવાર પરેશાન હતો. આને લીધે સાસુ-વહુનું ખાવાનું જુદું બનતું હતું જયારે આ વૃદ્ધ નું રસોડું અલગથી  ચાલતું હતું.  મોટા દીકરાના બાળકો મોટા થઈ રહ્યા હતા. ઘરનું વાતાવરણ સતત બગડતું હતું. તેથી પુત્રવધૂ અને સાસુએ અલગ થવાનું નક્કી કર્યું. બંને પુત્રો પણ આ માટે સહમત થયા. ગુડગાંવમાં ઘર પણ લીધું હતું. બેંગ્લોરથી નાનો પુત્ર ગુરુવારે દિલ્હી આવ્યો હતો. પિતાને ગુડગાંવ શિફ્ટ થવાની બાતમી મળી હતી. શુક્રવારે જવાની યોજના હતી. આ બાતમી મળતા જ વડીલનો પિત્તો ગયો અને પત્ની અને પુત્રવધૂ પર ચારી વડે હુમલો કરી દીધો અને બંને ને મોત ને ઘાટ ઉતારી દીધા.

પત્ની અને પુત્રવધૂની સ્વતંત્રતામાં  તેમની મુખ્ય સમસ્યા

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ પૂછપરછ દરમિયાન આરોપી સતીષ ચૌધરી (64) એ જણાવ્યું હતું કે નાનો પુત્ર સૌરભ ગુરુવારે બેંગ્લોરથી આવ્યો હતો ત્યારે તેની પત્ની સ્નેહલતા અને પુત્રવધૂ પ્રજ્ઞાને તેમના બાળકો સાથે ગુડગાંવ શિફ્ટ કરવાની જાણ થતાં તે નારાજ થઈ ગયો હતો. વિચાર્યું કે જ્યારે તે બંને તેમની સામે ખોટી હરકત કરે છે તો, બીજે રહેવા જશે તો તેમને કોઈતોકવા વાળું જા નહિ રહે, અને તે રોહિણીમાં એકલો રહેશે. તેથી બંનેને ખતમ કરવાનો નિર્ણય કર્યો.

પત્ની અને  પુત્રવધૂ પર શંકા કરતો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર સતીષ તેના બંને પુત્રોને કહેતો હતો કે તેની પત્નીનું પાત્ર બાળપણથી જ બગડ્યું છે. મોટા દીકરા ગૌરવના લગ્ન થયા ત્યારે તેણે પત્ની ઉપર પણ શંકા શરૂ કરી દીધી હતી. આનાથી કુટુંબમાં તણાવ વધવા લાગ્યો, અને એક વર્ષ પહેલા જુદા થવાની શરૂઆત થઈ. બધાએ સતીષને એકલા છોડી દેવાનું નક્કી કર્યું અને શુક્રવારે ગુડગાંવ શિફ્ટ થવા જઇ રહ્યા હતા. જેથી તેણે ડબલ મર્ડર હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.