LOC/ LOC પર સેના માટે બેવડો પડકાર, લોહી થીજવતી હિમવર્ષાનો પ્રકોપ સાથે પાકિસ્તાન તરફથી ઘુસણખોરીમાં વધારો

એક તરફ સરહદ પર લોહી થીજવી નાખતી ઠંડીમાં દિવસ-રાત રક્ષા કરવાની હોય છે,  બીજી તરફ લોહી વહાવવા અધીરા બનેલાં ઘુસણખોરો પણ આ જ સીઝનમાં આતંક મચાવે છે.

Top Stories India
ધીંગા ગવર 16 LOC પર સેના માટે બેવડો પડકાર, લોહી થીજવતી હિમવર્ષાનો પ્રકોપ સાથે પાકિસ્તાન તરફથી ઘુસણખોરીમાં વધારો

ડિસેમ્બર-જાન્યુઆરીનો સમય ભારતીય સેના માટે બેવડા પડકારનો સમય છે. એક તરફ સરહદ પર લોહી થીજવી નાખતી ઠંડીમાં દિવસ-રાત રક્ષા કરવાની હોય છે,  બીજી તરફ લોહી વહાવવા અધીરા બનેલાં ઘુસણખોરો પણ આ જ સીઝનમાં આતંક મચાવે છે.

જેવી શિયાળાની ઠંડીનો પારો ઝીરો કે માઈનસ તરફ જવા લાગે એ સાથે જ સરહદ પર ભારતીય સેનાઓને બેવડો પડકાર ઝિલવો પડે છે. એકતરફ તાપમાનમાં સતત ઘટાડો, હિમ વર્ષા, વિષમ વાતાવરણ બીજી તરફ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને ઘુસણખોરી કરવા સક્રિય થતો દુશ્મન પાડોશી દેશ. પાકિસ્તાન ઘુસણખોરી કરવા માટે સીઝફાયર ઉલ્લંઘનનો સહારો લે છે. પાકિસ્તાન તરફથી ગોળીબાર થાય એટલે વળતો જવાબ આપવામાં ભારતીય સેના વ્યસ્ત થાય દરમિયાન બીજી બાજુથી પાકિસ્તાન પોતાના આતંકીને ભારતમાં ઘૂસાડે. એમાંય ચાલુ વર્ષે સીઝફાયર ઉલ્લંઘનમાં પાકિસ્તાને પાછલા 17 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ વર્ષે પાકિસ્તાને 4,100 વાર સીઝફાયર ઉલ્લંઘન કર્યું છે.

પાકિસ્તાન સાથે લાઈન ઓફ કંટ્રોલ અત્યંત વિષમ ભૌગોલિક પરિસ્થિતિમાં છે. તેવામાં સમગ્ર સરહદે ચાંપતી નજર રાખવી ખુબ જ મુશ્કેલ બની જાય છે. પાકિસ્તાને હવે ડ્રોનથી હથિયારો ઘૂસાડવાનું પણ શરૂ કર્યું હોવાથી ભારતીય સેનાએ પણ હવે મલ્ટિ લેયર સુરક્ષા ગોઠવી છે. જેમાં અનઆર્મ્ડ એરિયલ વ્હિકલ, સર્વેલંસ અને ટારગેટ ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ તેમજ મોર્ડન હથિયારો અને અત્યાધુનિક ગેજેટ્સની મદદ લેવાનું શરૂ કર્યું છે. આ મલ્ટિ લેયર સુરક્ષા ચક્રને પાકિસ્તાન તરફથી આવતા આતંકીઓ ભેદી શકતા નથી. અને સેનાના હાથે ઠાર મરાય છે. એટલે જ આ વર્ષે સેંકડો આતંકીને પણ સેનાએ પાર પાડ્યાં છે.