Gujarat News: કરિયાવરને લઈને ઘણા પરિવારો વેરવિખેર થયા હોવાની અનેક ઘટનાઓ આવી છે ક્યારે કરિયાવરને લઈને સાસરિયા પક્ષના લોકો હેવાન બની જતાં હોય છે. ત્યારે આવી ઘટનાને લઈને સાસરિયાઓ હત્યા જેવા પગલાં ભરતા પણ નથી અચકાતા, આવી જ એક કરિયાવરને લઈને એક દીકરીનો ભોગ લેવાયો હતો. સાસુએ પુત્રવધુની હત્યા કરીને તેને આકસ્મિત મોતમાં ખાપાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ કેસની તપાસ કરનાર DYSP સાણંદ નિલમ ગોસ્વામીએ કઈ રીતે સાસુએ હત્યા કરી આકસ્મિતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો તેનો પર્દાફાશ કર્યો હતો.
શું હતો સમગ્ર મામલો?
ઘટનાની વિગતવાર વાત કરીએ તો, ગત 28 ઓક્ટોબર 2023 ના રોજ કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કુહામાં બપોરનાં 12 થી અઢી વાગેનાં સુમારે એક 22 વર્ષિય પરણીતાનું પાસે ઇલેકટ્રીક શોર્ટ લાગતા પાણીની કુંડીમાં પડી જવાથી મોત નીપજ્યું હતું. લગ્નના છ મહિના બાદ પોતાની દીકરીના મોતના સમાચાર સાંભળીને 31 ઓક્ટોબર 2023 ના રોજ 22 વર્ષિય મિત્તલના પિતાએ સાસુએ જ દીકરીની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પિતાએ જણાવ્યું હતું કે તેમની દીકરીની હત્યા કરવામાં આવી છે, આ ઘટનાને તેના સાસુ દ્વારા અંજામ આપવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, સાસુ વિણા રાજેશભાઇ ફુલાજી ડાભીએ પોતાના દીકરા કિશનની પત્ની મિત્તલને અવારનવાર કરિયાવરને લઈને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા અને તેમના કિશનને છૂટાછેડા આપવા દબાણ કરતા હતા. આવું આરોપી વિણા દીકરા કિશનની પહેલી પત્ની કે જેને કિશને છૂટાછેડા આપી દીધા હતા લગ્નમાં જે કરિયાવર લાવી હતી જેમાં સોનાની ત્રણ લગડીઓ અને સાત વીઘા જમીન પછી ન આપવી પડે તે ઈરાદાથી કિશનની બીજી મિત્તલને માંથાના પાછળના ભાગે છુટી ઇંટ મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જે બાદ ઇલેકટ્રીક મોટર પાણીની કુંડીમાં નાંખી મોટર ચાલુ કરી મોતને ઘાટ ઉતારી હતી.
આ મામલે અમદાવાદ તથા જીલ્લા પોલીસ વડા અમિત વસાવાએ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીને પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. DYSP સાણંદ નિલમ ગોસ્વામી, નાયબ પોલીસ અધિક્ષક સાથે મળીને જરૂરી માગદર્શન હેઠળ તત્કાલીન પોલીસ સબ ઇન્સ્પેકટર જે.યુ.કલોત્રાએ ગુનાની તપાસ સંભાળી લઇ આરોપી વિરૂધ્ધ પુરતા પુરાવા એકત્રીત કોર્ટ સમક્ષ રજૂ કાર્ય હતા જે બાદ સાસુને આજીવન કેદની સજા ફટકારી છે.
આ પણ વાંચો:પેપર લીક મામલે યોગી સરકારનું મોટું પગલું, દોષિતોને 1 કરોડનો દંડ અને આજીવન કેદની સજા
આ પણ વાંચો:રાધનપુરના યુવકની હત્યા કેસમાં સેશન્સ કોર્ટે 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી
આ પણ વાંચો:આજીવન કેદની સજા ભોગવતા કેદી હવે પ્રવેશ પરીક્ષા આપશે
