Gandhinagar/ જાણો કયા ફ્રુટને મળ્યું ‘કમલમ’ નામ….

મુખ્ય મંત્રી દ્વારા ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળતા ડ્રેગન ફ્રુટનું ગુજરાતી ભાષામાં નામકરણ કરવામાં આવ્યું છે

Top Stories Gujarat Others
crime 18 જાણો કયા ફ્રુટને મળ્યું 'કમલમ' નામ....

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કૃષિ અને બાગાયત ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસથી બાગાયતી તેમજ ઔષધિય પાકોની ખેતીનો વ્યાપ વધારવાના નક્કર પરિણામલક્ષી આયોજન સાથે એક મહત્વપૂર્ણ કદમ રૂપે ‘મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન’ની જાહેરાત કરી છે. જેમાં તેમને એક મહત્વ પૂર્ણ ઐતિહાસિક નિર્ણય લીધો છે.

મુખ્ય મંત્રી દ્વારા ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળતા ડ્રેગન ફ્રુટનું ગુજરાતી ભાષામાં નામકરણ કરવામાં આવ્યું છે. હવે થી ડ્રેગન ફ્રુટ  ‘કમલમ’ તરીક ઓળખાશે. આ પ્રસંગે તેમને જણાવ્યું હતું કે અમારી સરકારે ઐતિહાસિક નિર્ણય કર્યો છે.

અતિસુંદર અને આકર્ષક દેખાતું અને તમામને જોઈને જ ખાવાનું મન થાય એવું આ ડ્રેગન ફ્રુટ મૂળ અમેરિકામાં થતું ફ્રુટ છે . જોકે હવે ગુજરાતમાં પણ ખેડૂતો તેની ખેતી તરફ વળી રહ્યા છે. ભારતમાં કેરલ રાજ્યમાં ડ્રેગન ફ્રુટનું વાવેતર થાયછે.

ડ્રેગન ફ્રુટનું મહત્વ ખોરાકમાં ખુબ જ અનોખું છે, તેનાથી લોહી વધે છે, એક પ્રકારની શારીરિક ઇમ્યુનિટીમાં પણ વધારો કરે છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે.

ડ્રેગન ફ્રુટમાં ૭૦ થી ૮૦ % જેટલો પલ્પ હોય છે જે ફકત તે જ ખાધ ભાગ છે. ઘણા બધા ચિકિત્સકોનું કહેવુ છે કે તે ડાયાબિટીસ અટકાવે છે, શરીરના ઝેરી દ્રવ્યો ઓછા કરે છે તેમજ કોલેસ્ટેરોલ અને બ્લડ પ્રેશર પણ ઘટાડે છે. તે વિટામીન સી, એન્ટિઓકિસડન્ટ, ફાઇબર, ફોસ્ફરસ અને કેલ્શિયમથી ભરપુર હોય છે. ડ્રેગન ફ્રુટમાંથી દ્યોગિક ઉત્પાદનો જેવા કે રસ, જામ, સીરપ, આઇસ્ક્રીમ, દહી, જેલી, ક્ન્ડી અને પેસ્ટ્રીઝની બનાવટો બનાવી શકાય છે. લાલ અને ગુલાબી ડ્રેગન ફ્રુટનો ઉપયોગ કુદરતી રંગો બનાવવામાં પણ કરવામા આવે છે. આ ઉપરાંત ડ્રેગન ફ્રુટનો ઉપયોગ સલાડ અને તેની કળીઓનો ઉપયોગ સૂપ બનાવવામાં  થાય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…