Not Set/ “મેડ ઇન ગુજરાત” હેઠળ બનેલી K ૯ વજ્ર ટેંકને PM મોદીએ સેનાને કરી અર્પણ

સુરત, પાડોશી કટ્ટર પાકિસ્તાન અને ચીન સાથેના સતત વણસી રહેલા સંબંધોને કારણે હંમેશાની માટે ભારત માટે બોર્ડર પાર હુમલાનો ખતરો રહેતો હોય છે, ત્યારે હવે તેઓને પડકારવા માટે ભારતીય સેનામાં હોવિત્ઝર ટોપ અને K – ૯ વજ્ર ટેંકના રૂપમાં બે આર્ટીલરી તોપનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત ખાતે આ […]

Top Stories Gujarat Surat Trending
K9 Thunder SPH "મેડ ઇન ગુજરાત" હેઠળ બનેલી K ૯ વજ્ર ટેંકને PM મોદીએ સેનાને કરી અર્પણ

સુરત,

પાડોશી કટ્ટર પાકિસ્તાન અને ચીન સાથેના સતત વણસી રહેલા સંબંધોને કારણે હંમેશાની માટે ભારત માટે બોર્ડર પાર હુમલાનો ખતરો રહેતો હોય છે, ત્યારે હવે તેઓને પડકારવા માટે ભારતીય સેનામાં હોવિત્ઝર ટોપ અને K – ૯ વજ્ર ટેંકના રૂપમાં બે આર્ટીલરી તોપનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત ખાતે આ બંને તોપોને સેનાને અર્પણ કરી હતી. આ ઉપરાંત તેઓએ આ દરમિયાન L & T આર્મર સિસ્ટમ કોમ્પલેક્ષનું ઉદ્ઘાટન કર્યું હતું.

હોવિત્ઝર ટોપ અને K – ૯ વજ્ર ટેંકની ખાસ વાત એ છે કે, આ બંને તોપ ભારતીય સરકારના મેક ઇન ગુજરાતના પ્રોગ્રામ હેઠળ બનાવાઈ છે અને પૂરી રીતે સ્વદેશી છે.

આ આર્ટીલરી ગનને સુરતના હજીરા સ્થિત L & T કંપનીએ બનાવી છે.

Howitzer guns

હજીરા સ્થિત L & T કંપનીના હેડ સંજીવ મુલ્ગાઓન્કાએ જણાવ્યું  હતું કે, “આ આર્ટીલરી ગન એ હાલમાં દક્ષિણ કોરિયામાં ઉપયોગમાં લેવામાં આવતી K ૯ થાઉન્ડર ટેન્કનું વર્જન છે, જયારે હોવિત્ઝર ટોપ એ એક ગ્લોબલ પ્રોગ્રામ હેઠળ ડેવલપ કરવામાં આવી રહી છે”.

તેઓએ વધુમાં કહ્યું, “વર્ષ ૨૦૧૭માં ભારતીય રક્ષા મંત્રાલય સાથે બે કંપનીઓ દ્વારા ૪૬૦૦ કરોડ રૂપિયામાં આગામી ૪૨ મહિનામાં ૧૦૦ ગન આપવા માટે કોન્ટ્રાક્ટ કરાયો હતો. કંપની દ્વારા ૮ નવેમ્બર, ૨૦૧૮ સુધીમાં ૧૦ ગન આપવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ હવે આવતા મહિનાથી તમામ ટ્રાયલ કરાયા બાદ ભારતીય આર્મીને સુપરત કરવામાં આવશે”.