ગમખ્વાર અકસ્માત/ અમેરિકાના વેનેઝુએલામાં બસ ખીણમાં ખાબકતા 13 લોકોના મોત

એક બસ ખીણમાં પડી જતા આ અકસ્માત થયો હતો, આ બસમાં સવાગ 13 લોકોનું ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા

Top Stories World
2 63 અમેરિકાના વેનેઝુએલામાં બસ ખીણમાં ખાબકતા 13 લોકોના મોત

અમેરિકાના વેનેઝુએલાનામાં એક ગમ્ખવાર અખસ્માત સર્જાયો છે, એક બસ ખીણમાં પડી જતા આ અકસ્માત થયો હતો, આ બસમાં સવાગ 13 લોકોનું ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા,આ બસને ટક્કર વાગતા તે ખીણમાં ખાબકી હતી,અકસ્માત થતાં આજુબાજુના લોકો સત્વરે મદદ માટે દોડી આવ્યા હતા અને સત્વરે પોલીસને જાણ કરી હતી, પોલીસ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી અને જે લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મધ્ય અમેરિકન દેશની પોલીસે ગુરુવારે  વેનેઝુએલાના 13 લોકો રોડ ટ્રાફિક અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. તેઓ જે બસમાં મુસાફરી કરી રહ્યા હતા તે ઉત્તર-પૂર્વ નિકારાગુઆમાં એક ખીણમાં પડી હતી,બસની પહેલા એક વાહન સાથે ટક્કર થઈ હતી, ત્યારબાદ આ અકસ્માત થયો હતો.

પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટના નિકારાગુઆના એસ્ટેલી પ્રાંતમાં પાન-અમેરિકન હાઇવે પર બની હતી. અહીં બસ ઝડપથી જઈ રહી હતી. બુધવારે સાંજે અચાનક બીજું વાહન આવ્યું, જેના કારણે બંને વચ્ચે ટક્કર થઈ, ત્યારબાદ બસ ખાડીમાં પડી. આ ઘટનામાં નિકારાગુઆના એક વ્યક્તિનું પણ મોત થયું હતું, જ્યારે 47 લોકો ઘાયલ થયા હતા. અન્ય અધિકારીઓએ મૃત્યુઆંક અલગ રીતે આપ્યો હતો.