Energy demand/ ગુજરાતની વીજ માંગમાં ધરખમ વધારોઃ બે દાયકામાં ત્રણ ગણી વૃદ્ધિ

ગુજરાતની વીજ માંગમાં છેલ્લા 20 વર્ષમાં ત્રણ ગણો વધારો થયો હોવાનું ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું. ગુજરાતની મહત્તમ વીજ માંગ 2002માં 7,743 મેગાવોટ હતી અને તે 2023ના અંતે વધીને 24,500 મેગાવોટને પણ વટાવી ગઈ છે.

Top Stories Gandhinagar Gujarat
YouTube Thumbnail 2024 02 07T103809.799 ગુજરાતની વીજ માંગમાં ધરખમ વધારોઃ બે દાયકામાં ત્રણ ગણી વૃદ્ધિ

ગાંધીનગરઃ  ગુજરાતની વીજ માંગમાં છેલ્લા 20 વર્ષમાં ત્રણ ગણો વધારો થયો હોવાનું ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું. ગુજરાતની મહત્તમ વીજ માંગ 2002માં 7,743 મેગાવોટ હતી અને તે 2023ના અંતે વધીને 24,500 મેગાવોટને પણ વટાવી ગઈ છે. આ બાબત પુરાવો છે કે ગુજરાતમાં ઉદ્યોગોનો મહત્તમ વિકાસ થયો છે. તેની સાથે ગુજરાત દેશમાં સૌથી વધુ શહેરીકરણ ધરાવતું રાજ્ય છે. આજે ગુજરાતની 50 ટકા વસ્તી એટલે કે સાત કરોડ ગુજરાતીઓમાંથી 3.5 કરોડથી વધુ ગુજરાતીઓ ગુજરાતના શહેરોમાં વસે છે અને તેમને 24 કલાક વીજળી પૂરી પાડવામાં આવી રહી છે. રાજ્ય સરકારે કોઈપણ પ્રકારના લોડશેડિંગ વગર ગુજરાતને અવિરત વીજ પુરવઠો પૂરો પાડ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં માથાદીઠ વીજ વપરાશમાં પણ લગભગ અઢી ગણી વૃદ્ધિ થઈ છે. આ માથાદીઠ વીજવપરાશ 2003માં 950થી વધુ મેગાવોટ હતો. 2013માં માથાદીઠ વીજ વપરાશ વધીને 1800 યુનિટ પર પહોંચી ગયો હતો. જો કે પછીના દાયકામાં ગતિ થોડી ધીમી પડતા માથાદીઠ વીજ વપરાશ વધીને લગભગ 2,500 યુનિટ પર પહોંચવા આવ્યો છે. તેની તુલનાએ સમગ્ર દેશમાં માથાદીઠ વીજ વપરાશ 1,255 યુનિટ છે. આ દર્શાવે છે કે ગુજરાત દેશના સરેરાશ વીજ વપરાશ કરતાં બમણો વીજ વપરાશ કરે છે. રાજ્ય સરકાર આ વધતી જતી વીજ માંગને પહોંચી વળવા સતત વીજ ખરીદી કરે છે.

આ પહેલા ખેડૂતોને વીજ જોડાણ મેળવવા માટે 15 વર્ષ રાહ જોવી પડતી હતી અને લાંબું વેઇટિંગ લિસ્ટ હતુ. તેની સામે હાલમાં ખેડૂતોને અરજી કર્યે ત્રણથી છ મહિનામાં વીજ જોડાણ મળી જાય છે. તેમણે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર 2024 પછી આયાતી કોલસા અને ગેસના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અતિશય ભાવવધારો થવાના લીધે વીજ પ્રોજેક્ટ દ્વારા વીજમથક બંધ કરી દેવાયા હતા. તેની સાથે સમગ્ર દેશમાં વીજ ઉપલબ્ધતાના મુદ્દા ઉદભવ્યા હતા. આ વિપરીત સંજોગોમાં પણ રાજ્ય સરકારે ક્યાંય લોડ શેડિંગ ન આવે તેનું ધ્યાન રાખ્યું હતું.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ