Education/ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પૂરક પરીક્ષા માટે ધરખમ ફેરફારો કરાયાં

શિક્ષણ બોર્ડ દ્વારા નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા અગાઉ જુલાઈ માસમાં લેવામાં આવતી હતી ત્યારે આ વખતે વહેલા લેવાનું આયોજન કરાયું છે. ધોરણ 10 અને 12માં સામાન્ય………….

Top Stories Gandhinagar Gujarat Breaking News
Image 2024 05 17T085052.580 ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પૂરક પરીક્ષા માટે ધરખમ ફેરફારો કરાયાં

Gujarat News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નાપાસ થયેલા ધોરણ 10 અને 12નાં વિદ્યાર્થીઓ માટે 24 જૂનથી પૂરક પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

શિક્ષણ બોર્ડ દ્વારા નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા અગાઉ જુલાઈ માસમાં લેવામાં આવતી હતી ત્યારે આ વખતે વહેલા લેવાનું આયોજન કરાયું છે. ધોરણ 10 અને 12માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પૂર્ણ થયા બાદ આ વખતે વહેલી પરીક્ષા ગોઠવી ચાલુ વર્ષે પૂરક પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ધોરણ 10, ધોરણ 12માં સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, સંસ્કૃત પ્રથમા, સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષા 24 જૂનથી લેવામાં આવશે.

અગાઉ બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં બેસી શકતા હતા ત્યારે હવે 3 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પહેલા 3 વિષયમાં નાપાસ થાઓ તો પૂર પરીક્ષા આપી શકતા હતા ત્યારે હવે ગમે તેટલા વિષયમાં નાપાસ થાઓ તો પણ પૂરક પરીક્ષા આપી શકશો.

ઉપરાંત, પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં બેસી શકશે. અનુસંધાને આ વખતે વહેલી પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં, પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે. 22 મે સુધી તમામ ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ કરાશે. હજુ સુધી બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો નથી, પરંતુ આગાગમી દિવસોમાં કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: એસજી હાઈવે પર ઈકો કારે અડફેટે લેતા 15 વર્ષીય કિશોરનું મોત

આ પણ વાંચો: આજથી ત્રણ દિવસમાં કમોસમી વરસાદ ત્રાટકશે

આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છનાં મોત