ડ્રગ્સ કેસ/ દીપિકા પાદુકોણની પૂર્વ મેનેજર કરિશ્માની વધી મુશ્કેલી, કોર્ટે વચગાળાની જામીન અરજી ફગાવી

નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સિટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (એનડીપીએસ) કોર્ટે 5 ઓગસ્ટ ગુરુવારે કરિશ્મા પ્રકાશની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. તેમજ કોર્ટે તેમને 25 ઓગસ્ટ સુધી વચગાળાનું રક્ષણ આપ્યું છે. જેથી તે બોમ્બે હાઈકોર્ટમાં જઈ શકે.

Entertainment
online gamming 29 દીપિકા પાદુકોણની પૂર્વ મેનેજર કરિશ્માની વધી મુશ્કેલી, કોર્ટે વચગાળાની જામીન અરજી ફગાવી

ડ્રગ્સ કેસ: ડ્રગના કેસમાં બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણના પૂર્વ મેનેજર કરિશ્મા પ્રકાશને લઈને એક મોટું અપડેટ બહાર આવ્યું છે. હકીકતમાં, નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સિટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (એનડીપીએસ) કોર્ટે 5 ઓગસ્ટ ગુરુવારે કરિશ્મા પ્રકાશની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. તેમજ કોર્ટે તેમને 25 ઓગસ્ટ સુધી વચગાળાનું રક્ષણ આપ્યું છે. જેથી તે બોમ્બે હાઈકોર્ટમાં જઈ શકે.

જણાવી દઈએ કે કરિશ્મા પ્રકાશ ડ્રગ્સ કેસ માં ધરપકડથી ડરતી હતી.  જેના કારણે તેણે ગયા વર્ષે વચગાળાની જામીન અરજી કરી હતી. જેના પર સુનાવણી બાદ કોર્ટે તેને ફગાવી દીધી હતી. જોકે, તે હવે કરિશ્મા બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કરી શકે છે.

જણાવી દઈએ કે કરિશ્મા પ્રકાશને NCB કાર્યાલયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી.  કરિશ્મા પ્રકાશના ઘરે દરોડા દરમિયાન 1.7 ગ્રામ ડ્રગ પણ જપ્ત કરવામાં આવી હતી, ત્યારબાદ એનસીબીએ તેમને સમન્સ મોકલ્યા હતા. તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે કરિશ્મા પ્રકાશ ઘણા દિવસોથી લાપતા હતી. અને તેણીએ સમન્સનો જવાબ આપ્યો ન હતો.

ઉલ્લેખનીય છે કે, NCB એ ઘણા ફિલ્મ નિર્માતાઓ અને દિગ્દર્શકોના ઘરો પર દરોડા પાડ્યા હતા. જેમાંથી NCB એ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાના ઘરેથી ડ્રગનો જથ્થો જપ્ત કર્યો છે. જે બાદ આ કેસમાં ફિરોઝની પત્નીની ધરપકડ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ NCB બોલીવુડમાં ખુલ્લા ડ્રગ રેકેટ સામે સતત કાર્યવાહી કરી રહી છે. આ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા જોરશોરથી દરોડા પાડવામાં આવી રહ્યા છે.

ટોક્યો ઓલમ્પિક / રવિ દહિયાની માતાએ ઓલિમ્પિકમાં સિલ્વર જીતવા પર કહ્યું – હું મારા દીકરાને કહીશ, ફરીવાર ગોલ્ડ મેડલ લાવે

‘ખેડૂત-ખેતી બચાવો’ / ઉદ્યોગપતિઓ માટે કરોડો રૂપિયાના દેવા અને કરમાં રાહત જયારે ખેડૂતોનું દેવુ માફ કરવા સરકાર પાસે પૈસા નથી

પાકિસ્તાનમાં મંદિરની તોડફોડ / ભારત સરકારનું કડક  વલણ, વિદેશ મંત્રાલયે પાક હાઈ કમિશનના અધિકારીને બોલાવ્યા

ભાગીદારી / રિલાયન્સ બીપી મોબિલિટીની સ્વિગી સાથે  ભાગીદારી,  હવે ફૂડ ડિલિવરી ઇલેક્ટ્રિક વાહનો દ્વારા કરવામાં આવશે