Not Set/ ડ્રગ્સ કેસના સાક્ષી વિજય પવારનો પોલીસ સમક્ષ દાવો આર્યન ખાનને ફસાવવામાં આવ્યો

મુંબઈ ક્રૂઝ ડ્રગ કેસમાં 2 ઓક્ટોબરે દરોડા પાડ્યા પછી, અભિનેતા શાહરૂખ ખાનના 23 વર્ષના પુત્ર આર્યન ખાનની 3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી.

Top Stories India
shahrukha 1 ડ્રગ્સ કેસના સાક્ષી વિજય પવારનો પોલીસ સમક્ષ દાવો આર્યન ખાનને ફસાવવામાં આવ્યો

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં પ્રતિદિન નવા ખુલાસો આવી રહ્યા છે દરરોજ કોઇ નવા આક્ષેપ  સાથે  કેસમાં વળાંકો આવી રહ્યા છે ,મુંબઇમાં ક્રુઝ ડ્રગ્સ પાર્ટી કેસના સાક્ષી વિજ્ય પગારેએ શનિવારે દાવો કર્યો છે કે અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને આ કેસમાં ફસાવવામાં આવ્યો છે.

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસના સાક્ષી વિજય પગારેએ 4 નવેમ્બરે મુંબઈ પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT) સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું હતું. નિવેદનમાં વિજય પગારેએ દાવો કર્યો હતો કે 2 ઓક્ટોબરે ક્રૂઝ શિપ પર દરોડો પૂર્વ આયોજિત હતા અને બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને કેટલાક લોકોએ પૈસા કમાવવા માટે ફસાવ્યો હતો.ઉલ્લેખનીય છે કે નવાબ મલિકે એવો પણ આરોપ લગાવ્યો હતો કે સમીર વાનખેડેએ આર્યન ખાનનું અપહરણ કરવા માટે ખંડણી કરી હતી.

સાક્ષી વિજય પગારેએ એક મરાઠી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં આરોપ લગાવ્યો કે દરોડો પૂર્વ આયોજિત હતો. અગાઉ, આ કેસના અન્ય સ્વતંત્ર સાક્ષી પ્રભાકર સૈલે આરોપ મૂક્યો હતો કે NCBના કેટલાક અધિકારીઓએ આર્યનને મુક્ત કરવાના બદલામાં પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. NCB પહેલાથી જ આ આરોપોની તપાસ કરી રહી છે

નોંધપાત્ર વાત એ છે કે, મુંબઈ ક્રૂઝ ડ્રગ કેસમાં 2 ઓક્ટોબરે દરોડા પાડ્યા પછી, અભિનેતા શાહરૂખ ખાનના 23 વર્ષના પુત્ર આર્યન ખાનની 3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને આ કેસમાં લગભગ ત્રણ અઠવાડિયા બાદ જેલમાંથી જામીન મળ્યા હતા. આ પહેલા આર્યનને લગભગ 28 દિવસ આર્થર રોડ જેલમાં પસાર કરવા પડ્યા હતા.