uttarpradesh/ દારૂ પીવડાવ્યો, પછી કરી નાંખી હત્યા, પત્નીના પ્રેમીનું વિલક્ષણ કાવતરું

શોક લાગવાથી મૃત્યું થયું હોવાનું જુઠાણું પકડાઈ ગયું

Top Stories India
Beginners guide to 2024 05 12T175754.691 દારૂ પીવડાવ્યો, પછી કરી નાંખી હત્યા, પત્નીના પ્રેમીનું વિલક્ષણ કાવતરું

Uttarpradesh News : તાજેતરમાં જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો કે જ્યારે પતિને તેની પત્નીના પ્રેમી વિશે ખબર પડતા તેની હત્યા કરી દેવામાં આવી હતી. પત્નીના પ્રેમીએ કાવતરૂ ઘડ્યું હતું અને અને મૃત્યુનું કારણ વીજ શોક લાગવાથી પડ્યું હોવાનું જાહેર કર્યું હતું.
કહેવાય છે કે પ્રેમ ગમે ત્યારે થઈ શકે છે અને તેની કોઈ ઉંમર હોતી નથી. પ્રેમમાં લોકો તમામ હદો પાર કરે છે. એવા ઘણા કિસ્સા સાભંળવા મળે છે જેમાં લોકો પ્રેમ ખાતર હત્યા પણ કરી નાખે છે. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં ગુસ્સે થયેલા પ્રેમીએ પ્રેમિકાના પતિની હત્યા કરી નાખી હતી. જેમાં પ્રેમી સાથે વાત કરવા પર પતિએ પત્નીને ખૂબ માર માર્યો હતો. આ પછી પ્રેમી ગુસ્સે થઈ ગયો. તેણે પહેલા પ્લાન બનાવી તેની ગર્લફ્રેન્ડના પતિને દારૂ પીવડાવ્યો અને પછી નશામાં આવીને લોખંડની ટોર્ચ વડે માથામાં ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી. કોઈ શંકા ટાળવા માટે, તેણે કહ્યું કે તેનું મૃત્યુ વીજ કરંટથી થયું છે.
આ મામલો ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાનો છે. પતિનું નામ બબલુ હતું જે 30 વર્ષનો છે અને તેને ત્રણ બાળકો છે. મૃતક તેની બહેનના ઘરે આવ્યો હતો જ્યાં આ ઘટના બની હતી. આરોપીઓએ તેમની આંખોમાં ધૂળ ફેંકતા જણાવ્યું કે મૃતક ઈલેક્ટ્રીકલ કામ કરતી વખતે વિજળીનો શોક લાગવાથી જમીન પર પડી ગયો અને ઈજાગ્રસ્ત થયો. હોસ્પિટલમાં લઈ જતાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મૃતકના ભાઈએ હત્યાની આશંકા વ્યક્ત કરતી ફરિયાદ નોંધાવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. જેના કારણે સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
ખરેખર, સીઓ ઓપરેશન અમર બહાદુરે જણાવ્યું હતું કે હત્યારા મોહિત ઉર્ફે પંડિતના મૃતકની પત્ની સાથે ગેરકાયદેસર સંબંધો હતા. બંને વચ્ચે ઘણા વર્ષોથી પ્રેમસંબંધ ચાલતો હતો. આ અંગેની માહિતી મળતાં જ પતિએ પત્નીને માર માર્યો હતો, ત્યારબાદ મોહિતે તેના પતિ બબલુને ઘરે બોલાવીને પંખો રિપેર કરવા કહ્યું હતું. ઘરે પહોંચીને બબલુને દારૂ પીવડાવવામાં આવ્યો હતો અને જ્યારે તે નશામાં હતો ત્યારે તેણે લોખંડની ટોર્ચ વડે તેની હત્યા કરી હતી. જેમાં હોસ્પિટલમાં દાખલ કર્યા પછી, એવું કહેવામાં આવ્યું હતું કે તેને વીજળીનો કરંટ લાગ્યો હતો. કેસની તપાસ બાદ હત્યારા મોહિતને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.


 

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મેચ દરમિયાન પ્રેક્ષકો વચ્ચેથી ગ્રાઉન્ડ પર ધસી જનારા યુવકની ધરપકડ

આ પણ વાંચો: પોરબંદર જિલ્લામાં ધો.10નું 74.57 ટકા પરિણામ