Not Set/ દુબઇ પોલીસના ફ્લીટમાં સામેલ છે આવી ધાકડ સુપરકાર્સ, જોઈને રહી જશો દંગ

યુનાઈટેડ અરબ અમીરાતની સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર દુબઇ છે. દુબઈના લોકો પોતાની લગ્ઝરીયસ લાઇફસ્ટાઇલ માટે પણ જાણીતા છે. દુબઈનું નામ આવે ત્યારે 830 મીટર લાંબુ ગગનચુંબી બિલ્ડીંગ બુર્જ ખલીફાનું નામ આવે જ છે. પરંતુ અહીં કેટલીક અન્ય ચીજો પણ છે જે તમને ખબર નહિ હોય. અહીંથી દુબઇ પોલીસના ફ્લીટમાં એકથી એક ધાકડ સુપરકાર્સ પણ […]

World
fp7 dubai police supercars દુબઇ પોલીસના ફ્લીટમાં સામેલ છે આવી ધાકડ સુપરકાર્સ, જોઈને રહી જશો દંગ

યુનાઈટેડ અરબ અમીરાતની સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર દુબઇ છે. દુબઈના લોકો પોતાની લગ્ઝરીયસ લાઇફસ્ટાઇલ માટે પણ જાણીતા છે. દુબઈનું નામ આવે ત્યારે 830 મીટર લાંબુ ગગનચુંબી બિલ્ડીંગ બુર્જ ખલીફાનું નામ આવે જ છે. પરંતુ અહીં કેટલીક અન્ય ચીજો પણ છે જે તમને ખબર નહિ હોય. અહીંથી દુબઇ પોલીસના ફ્લીટમાં એકથી એક ધાકડ સુપરકાર્સ પણ ધ્યાન આકર્ષણ કરે તેવી ચીજ છે.

  1. Brabus G 700

    1383842749323908 દુબઇ પોલીસના ફ્લીટમાં સામેલ છે આવી ધાકડ સુપરકાર્સ, જોઈને રહી જશો દંગ

વિશ્વની સૌથી મોટી ટ્યૂનિંગ કંપની તરીકે જાણીતી બ્રાબસ 1977 માં બનેલી હતી. બે વર્ષ પછી તેની પ્રથમ કારની વહેંચણી કરવામાં આવી હતી. આ તે જ વર્ષ છે જ્યારે મર્સિડિઝ કારની જી ક્લસ દ્વારા ડેબ્યુ કરવામાં આવ્યું હતું. આ કારમાં 536 હોર્સપાવરની શક્તિ છે. દુબઇ પોલીસની ફ્લીટમાં તે અડફ રોડર ગાડી છે. તેની કિંમત 230,000 યુએસ ડોલર એટલે કે લગભગ 1 કરોડ 58 લાખ રૂપિયા છે.

2. BMW i8

દુબઇ પોલીસની ફ્લિટમાં ભવ્ય બીએમડબલ્યુ કાર પણ છે. બીએમડબલ્યુ આઇ 8 માં શ્રેષ્ઠ એન્ટિરિયર છે અને તે ભવિષ્યની તકનીક સાથે જોડાયેલ પણ છે. આ કારમાં 7.1 kWh લિથિયમ આઇન બેટરી પેક છે. તેની રેંજ 530 કિમી છે. i8 માં થ્રી સિલિન્ડર એન્જિન છે જે બે ઇલેક્ટ્રિક મોટર્સ સાથે આવે છે. આ એન્જિન 357 હોર્સપાવરની શક્તિ પેદા કરે છે. આ સુપરકારની સ્પીડની વાત કરવામાં આવે તો માત્ર 4.2 સેકન્ડમાં જ 0 થી 100 કિલોમીટરની ઝડપ પકડી લે છે. આ સુપરકારની ટોચની સ્પીડ 250 કિ.મી. પ્રતિ કલાકની છે.

image 1 દુબઇ પોલીસના ફ્લીટમાં સામેલ છે આવી ધાકડ સુપરકાર્સ, જોઈને રહી જશો દંગ

 

 

 

 

 

 

 

 

3. Mercedes-Benz SLS AMG

gallery32 દુબઇ પોલીસના ફ્લીટમાં સામેલ છે આવી ધાકડ સુપરકાર્સ, જોઈને રહી જશો દંગ

મર્સિડિઝ બેંજ એસએલએસ એએમજી પણ દુબઇ પોલીસ યુઝ કરે છે. મર્સિડીઝ-બેન્ઝ એસએલએસ એએમજી સ્ટાઇલિશ કાર છે. આ કારમાં 6.3 લિટર, વી 8 મોટરથી સજ્જ છે જે મહત્તમ 539 હોર્સપાવરની શક્તિ પેદા કરી શકે છે. 0 થી 100 કિ.મી.ની ઝડપ પકડવાથી માત્ર આ સુપરકારને 3.6 સેકન્ડ જ લાગે છે.

 

4. Nissan GT-R

નિસાન જીટી-આર સુપરકારનો દુબઇ પોલીસ ફ્લીટમાં 2013 માં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં ટ્વિન ટર્બોચાર્ઝડ, વી 6 એન્જિન છે જે 545 હોર્સપાવરની શક્તિ પેદા કરે છે. સાથે સાથે આ ગાડીની મેક્સીમમ સ્પીડ 315 કિ.મી.પી.એચ છે.

maxresdefault 7 દુબઇ પોલીસના ફ્લીટમાં સામેલ છે આવી ધાકડ સુપરકાર્સ, જોઈને રહી જશો દંગ

5. Aston Martin One-77

maxresdefault 2 3 દુબઇ પોલીસના ફ્લીટમાં સામેલ છે આવી ધાકડ સુપરકાર્સ, જોઈને રહી જશો દંગ

બ્રિટીશ કંપનીની આ એસ્ટોન માર્ટીનની સુપરકાર 7.3 લિટર સાથે, વી 12 એન્જિન સાથે જોડાયેલ છે. જે 750 બી.એચ.પી. પાવર જનરેટ કરે છે. આ ગાડીની ટોપ સ્પીડ 350 કિલો પ્રતિ કલાકથી વધારે છે.

 

6. Ferrari FF

આ ફરારીની પ્રથમ 4 વ્હીલ ડ્રાઇવ વાળું મોડેલ છે. તેની ટોચની સ્પીડ 335 કિ.મી. પ્રતિ કલાક છે. આ સુપરકાર 0 થી 100 કિલોમીટરની ઝડપે માત્ર 3.7 સેકન્ડમાં જ પકડી લે છે. દુબઇ પોલીસની કાર ફલીટમાં આ સૌથી ઝડપી સુપરકાર છે.

Dubai Police Ferrari FF દુબઇ પોલીસના ફ્લીટમાં સામેલ છે આવી ધાકડ સુપરકાર્સ, જોઈને રહી જશો દંગ