Not Set/ આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરતા આરોપીને ભીડે આપી ખતરનાક સજા

દેશમાં નાની બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હવે જલંધરથી એક આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. બાળકી સાથે દુષ્કર્મ કરનારા આરોપીને ગુસ્સે ભરાયેલા સ્થાનિક લોકોએ એટલી ખરાબ રીતે માર્યો કે તેનું મોત થઇ ગયુ. માહિતી મુજબ પીડિતનાં પિતા મજૂર છે. ઘટના રવિવારની છે કે જ્યારે બપોરનાં સમયે […]

Top Stories India
child 3 આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરતા આરોપીને ભીડે આપી ખતરનાક સજા

દેશમાં નાની બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હવે જલંધરથી એક આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. બાળકી સાથે દુષ્કર્મ કરનારા આરોપીને ગુસ્સે ભરાયેલા સ્થાનિક લોકોએ એટલી ખરાબ રીતે માર્યો કે તેનું મોત થઇ ગયુ. માહિતી મુજબ પીડિતનાં પિતા મજૂર છે. ઘટના રવિવારની છે કે જ્યારે બપોરનાં સમયે બાળકી તેના ઘરે એકલી હતી. આ સમય દરમિયાન, તેમનો એક જાણકાર બિહારનો એક યુવાન નશામાં ઘરે ઘુસી ગયો. બાળકીને એકલી જોતા આ યુવાનની દાનત બગડી અને તેણે આ દુષ્કર્મને અંજામ આપ્યો.

બિહાર નિવાસી યુવકે એકલી છોકરીને જોઈને તેની સાથે દુષ્કર્મ કર્યું હતુ અને બાદમાં ત્યાંથી તે ભાગી ગયો હતો. છોકરીનાં સંબંધીઓ અનુસાર, જ્યારે છોકરીની માતા ઘરે પરત ફરી, ત્યારે તેણે છોકરીને લોહી લૂહાણ હાલતમાં જોઇ. ઘણુ પુછવા પર ડરી ગયેલી બાળકીએ  આરોપીનું નામ આપ્યુ અને કહ્યું કે તેણે તેની સાથે ખોટું કામ કર્યું છે. ત્યારબાદ પીડિતાની માતાએ આ વિશેની જાણકારી પડોશીઓને આપી. તે જ સમયે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. આ પછી લોકો ભેગા થયા અને આરોપીનાં ઘરે પહોંચ્યા અને તેને ખૂબ માર માર્યો. ઘણો માર્યા બાદ લોકોએ આરોપીને રામ મંડીનાં પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો. પોલીસે તેને હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં સારવાર દરમિયાન તે મૃત્યુ પામ્યો હતો.

લોકોએ પોલીસ પર બેદરકારીનો આરોપ મૂક્યો

આ વિસ્તારનાં લોકોએ પોલીસ પર આરોપ મૂક્યો છે કે, પોલીસની બેદરકારીને કારણે આરોપીનું મોત થયુ હતુ. સ્પોટ પર હાજર લોકોએ કહ્યું કે તેઓએ આરોપીને પોલીસને સોંપી દીધો હતો. પોલીસે આરોપી પર કોઈ ધ્યાન આપ્યુ ન હતું જ્યારે તે સમયે તે ભાનમાં હતો. પોલીસ તેને ચાલતા પોતાની કાર સુધી લઈ ગઇ અને ઘણા સમયથી ગરમીમાં ઉભી રહેલી ગાડીમાં બેસાડી રાખ્યો. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી. તે દરમિયાન પોલીસ કારમાં બેસી રહેલો આરોપી બેભાન થઈ ગયો હતો. સાક્ષીઓનાં જણાવ્યા મુજબ, આરોપીની મૃત્યુ મારનાં કારણે નથી થઇ, પરંતુ વધુ પડતા દારૂનાં નશો, ગરમી અને સમયસર સારવાર ન મળવાનાં કારણે થઇ હતી. જો કે પોલીસે આ કેસ દાખલ કરી દીધો છે અને આગળની તપાસ હાથ ધરી છે.