Surat/ દુર્ગાવાહિની દ્વારા યુવતીઓને આત્મરક્ષણની ટ્રેનિંગ, કરાટે,ગન ફાયરિંગ,લાઠી દાવ શીખવશે

ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની કરુણ હત્યા થયા બાદ વિશ્વ હિંદુ પરિષદની દુર્ગાવાહિનીના મહિલા સભ્યો દ્વારા સુરતમાં યુવતીઓએને આત્મરક્ષણ માટે ટ્રેનિંગ આપવાની શરૂઆત કરવામાં આવી છે.

Top Stories Surat
Untitled 72 5 દુર્ગાવાહિની દ્વારા યુવતીઓને આત્મરક્ષણની ટ્રેનિંગ, કરાટે,ગન ફાયરિંગ,લાઠી દાવ શીખવશે

સુરતના પાસોદરામાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની કરુણ હત્યા થયા બાદ સમગ્ર શહેરમાં રોષ જોવા મળી રહ્યો છે. યુવતીઓ સાથે બીજી આવી ઘટનાઓ ન બને તેના માટે શહેરવાસીઓ દ્વારા મહિલા સ્વરક્ષણની માંગણી કરવામાં આવી રહી છે. સુરત પોલીસ દ્વારા શાળા કોલેજમાં વિધાર્થિનીઓને સ્વરક્ષણ માટે તાલીમ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે વિશ્વ હિંદુ પરિષદની દુર્ગાવાહિનીના મહિલા સભ્યો દ્વારા સુરતમાં યુવતીઓએને આત્મરક્ષણ માટે ટ્રેનિંગ આપવાની શરૂઆત કરવામાં આવી છે. દુર્ગાવાહિની દ્વારા યુવતી અને વિદ્યાર્થીઓને આત્મરક્ષણ માટે કરાટેના દાવ, ગન ફાયરિંગની ટ્રેનીંગ, લાઠી દાવ શીખવવામાં આવી રહ્યા છે.

  • સુરતમાં યુવતીઓના આત્મરક્ષણ માટે શરુ કરાઈ તાલીમ
  • વિશ્વ હિંદુ પરિષદની દુર્ગાવાહિનીની મહિલાઓ દ્વારા ટ્રેનીંગ
  • પોલીસ પણ આપી રહી છે તાલીમમાં સાથ-સહકાર

સુરત પાસોદરા વિસ્તારમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની હત્યાની ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં લોકો માગણી કરી રહ્યા છે કે, ગ્રીષ્મની હત્યા કરનારાને ફાંસીની સજા કરવામાં આવે. આ ઘટના બાદ હવે સુરત પોલીસ પણ એક્શનમાં આવી છે અને સુરત પોલીસ દ્વારા શાળા કોલેજમાં વિધાર્થિનીઓને સ્વરક્ષણ માટે તાલીમ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે વિશ્વ હિંદુ પરિષદની દુર્ગાવાહિનીના મહિલા સભ્યો દ્વારા સુરતમાં યુવતીઓએને આત્મરક્ષણ માટે ટ્રેનિંગ આપવાની શરૂઆત કરવામાં આવી છે.

દુર્ગાવાહિની દ્વારા યુવતી અને વિદ્યાર્થીઓને આત્મરક્ષણ માટે કરાટેના દાવ શીખવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ગન ફાયરિંગની ટ્રેનીંગ પણ આપવામાં આવી રહી છે. ગન ફાયરિંગની સાથે-સાથે લાઠી દાવ પણ શીખવવામાં આવી રહ્યા છે. વિશ્વ હિંદુ પરિષદની દુર્ગાવાહિની દ્વારા આજે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે તેનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે યુવતીઓ અને વિદ્યાર્થીનીઓ તેમનું કપરી પરિસ્થિતિમાં સ્વરક્ષણ પોતાની રીતે કરી શકે.

તાલીમાર્થી પૂજા રાજપૂતના જણાવ્યા અનુસાર તાલીમ લીધા બાદ તાલીમાર્થી યુવતીઓ પણ હવે પોતાને પહેલાં કરતા વધારે સુરક્ષિત અનુભવે છે. કારણ કે આ યુવતીઓ કોઈ પણ કપરી પરિસ્થિતિમાં તેઓ કોઈ પણ વ્યક્તિનો સામનો કરવા માટે સક્ષમ છે. હિન્દુ પરિષદની દુર્ગાવાહિની દ્વારા સુરત શહેર અને જિલ્લામાં આ પ્રકારે અલગ અલગ જગ્યાઓ પર કાર્યક્રમ યોજીને યુવતીઓ અને મહિલાઓને તાલીમ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.

રાજકીય / જગદીશ ઠાકોરના પુત્ર કોંગ્રેસ ભવનમાં દાખલગીરી કરે છે, કહી વિજય દવેએ આપ્યું રાજીનામું

T-20 Number 1 Team India / જે વિરાટ ના કરી શક્યો તે રોહિતે કરી બતાવ્યું, ટીમ ઈન્ડિયા 6 વર્ષ બાદ T-20માં નંબર-1

OMG! / બ્રિટનમાં જન્મ્યો આવો વિચિત્ર પ્રાણી જોઈને આવી હેરિપોટરના ડોંબીની યાદ

ઘાસચારા કૌભાંડ કેસ / લાલુ યાદવને સજા એ એલાન, 5 વર્ષ સુધી રહેશે જેલમાં, જાણો જજના નિર્ણય પર શું હતું રિએક્શન