OMG!/ ઓનલાઇન ક્લાસ દરમિયાન પ્રોફેસર હતા બાથરૂમમાં, કેમેરો બંધ કરવાનું ભૂલ્યા અને પછી…

સમગ્ર દુનિયા કોરોના મહામારી વિરુદ્ધ લડી રહી છે. ત્યારે આ મહામારી ઘણુ છીનવી લીધુ છે તો ઘણુ એવુ પણ છે કે જે સીખવ્યું છે. જેમ કે અમુક ઓફિસનાં કામ જે હવે ઘણા લોકો ઘરેથી ઓનલાઇન કરી રહ્યા છે.

Ajab Gajab News
ઓનલાઇન ક્લાસ અને બાથરૂમ

સમગ્ર દુનિયા કોરોના મહામારી વિરુદ્ધ લડી રહી છે. ત્યારે આ મહામારી ઘણુ છીનવી લીધુ છે તો ઘણુ એવુ પણ છે કે જે સીખવ્યું છે. જેમ કે અમુક ઓફિસનાં કામ જે હવે ઘણા લોકો ઘરેથી ઓનલાઇન કરી રહ્યા છે. ખાસ કરીને કોઇ શાળાનાં ક્લાસ હોય કે કોઇ મીટિંગ હવે લોકો ઓનલાઇન ઘરેથી જ બધા કામ કરી રહ્યા છે. જો કે આ ઓનલાઇન વર્ક ક્યારેક અમુક લોકો માટે શરમનું કારણ પણ બન્યુ છે.

આ પણ વાંચો – Covid-19 / હવે ચિંતા વિના પ્રવાસ કરી શકશો તમે, ઓસ્ટ્રેલિયાએ ભારતની સ્વદેશી કોરોના રસી Covaxin ને આપી મંજૂરી

આપને જણાવી દઇએ કે, ઓનલાઇન વર્કમાં છેલ્લા એક વર્ષમાં એવા ઘણા કિસ્સાઓ વાયરલ થયા છે કે જેમા લોકોનાં આપત્તિજનક વીડિયો સામે આવ્યા છે. આવુ જ કઇંક એકવાર ફરી થયુ છે. આ કિસ્સો સાઉથ કોરિયાથી સામે આવ્યો છે, જ્યારે એક પ્રોફેસરે ઓનલાઈન મીટિંગમાં કંઈક એવું કર્યું જેનાથી તેની મુશ્કેલી વધી ગઈ અને તેનો વાંધાજનક વીડિયો વાયરલ થઈ ગયો. જણાવી દઇએ કે, આ ઘટના દક્ષિણ કોરિયાની હાનયાંગ યુનિવર્સિટીની છે. ‘ડેઈલી સ્ટાર’નાં અહેવાલ મુજબ અહીં એક પ્રોફેસર વિદ્યાર્થીઓને ભણાવતા હતા અને તેમની મીટિંગ પણ અટેન્ડ કરી રહ્યા હતા. ઓડિયો કોલ સાથે ક્લાસ ચાલુ હતો પણ પ્રોફેસરનો વીડિયો પણ ચાલુ થઇ ગયો. આ ભૂલ પ્રોફેસરે પોતે કરી હતી કારણ કે તેઓ જાણતા ન હોતા કે વીડિયો ચાલુ છોડી દેવામાં આવ્યો છે. તે પછી જે થયું તેની તેમણે કલ્પના પણ નહીં કરી હોય. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્રોફેસર અચાનક પોતાના કપડા ઉતારીને બાથરૂમમાં ઘૂસવા લાગ્યા, એટલું જ નહીં બાથરૂમનો દરવાજો પણ ખુલ્લો રહી ગયો. જ્યારે તેઓ સ્નાન કરવાનું શરૂ કર્યું, ત્યારે બધા વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે લેપટોપ સામે રાખવામાં આવ્યું હતું જેથી વિદ્યાર્થીઓ પણ બધું સ્પષ્ટ રીતે જોઈ ગયા. જ્યારે વિદ્યાર્થીઓએ આ જોયું તો તેઓએ તેમના લેપટોપ પણ બંધ કરી દીધા.

આ પણ વાંચો – ગજબ ફેશન / ફેશન ડિઝાઈનર પત્નીએ ઘરમાં પડેલા ખરાબ માસ્કમાંથી બનાવ્યું સ્ટાઈલિશ આઉટફિટ, હર્ષ ગોયનકાએ આ રીતે કર્યા વખાણ

જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓએ સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. લાંબા સમય સુધી પ્રોફેસરને ખ્યાલ ન આવ્યો કે તેમનો કેમેરો ચાલુ છે. સ્નાન કરીને તે બાથરૂમમાંથી બહાર આવ્યા અને ભણાવવા લાગ્યા. પછી જ્યારે એક વિદ્યાર્થીએ કહ્યું કે તમારો કેમેરો ઓપન છે તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે તેમને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે તમામ વિદ્યાર્થીઓને માફીનો મેલ મોકલ્યો હતો. હાલમાં આ ઘટના વાયરલ થયા બાદ યુનિવર્સિટીએ તેમની પાસે જવાબ પણ માંગ્યો છે. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે યુનિવર્સિટી વતી એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, જે આ મામલે તપાસ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રોફેસરને પણ કાઢી મુકવામાં આવી શકે છે.