સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પેવર બ્લોકની કામગીરી પાલિકા તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવી છે. ત્યારે શહેરી વિસ્તારમાં પેવર બ્લોક નાખવામાં પાલિકા તંત્રના કર્મચારીઓ હાલ કામે લાગ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના હવેલી રોડ ઉપર પેવર બ્લોકની કામગીરી દરમિયાન ખોદકામ કરવામાં આવતું હતુ તે દરમિયાન મુખ્ય પાણીની પાઇપલાઇન ઉપર ખોદકામ કરવામાં આવતા ભંગાણ સર્જાયું છે.
આ પણ વાંચો:OMG! / આ જગ્યાએ ત્રાટકી દુનિયાની સૌથી લાંબી વીજળી, બની ગયો વર્લ્ડ રેકોર્ડ
જેને લઇને સુરેન્દ્રનગર શહેરના હવેલી રોડ ઉપર આવેલા વેપારીઓ પણ પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પરેશાન બન્યા છે. કારણ કે, છેલ્લા 24 કલાકમાં જ પાણી વહી રહ્યું છે. તે વેપારીઓના ધંધા રોજગારના સ્થળો અને દુકાનો બહાર ભરાઈ રહ્યું છે. જેને લઇને વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. અને જે વસ્તુ ખરીદી માટે આવતા લોકોમાં પણ પાણીમાંથી પસાર થઈને ધંધાકીય સ્થળ ઉપર આવવુ પડી રહ્યું છે.
આ પણ વાંચો:જરાત / ગુજરાતની આ જાણીતી અભિનેત્રીએ થામ્યો BJPનો હાથ, જાણો વિગત
ત્યારે આ મામલે આજુબાજુના સ્થાનિક વેપારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓનો સંપર્ક સાધી અને આ ભંગાર સર્જાયેલી લાઇન રીપેરીંગ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકથી પેવર બ્લોકની કામગીરી દરમ્યાન તૂટેલી મુખ્ય પાણીની પાઇપ લાઇનમાંથી હજારો લીટર પાણીનો બેરોકટોક વેડફાટ થઈ ચૂક્યો છે. હવે આગામી સમયમાં તાત્કાલિક ધોરણે પાણીની મુખ્ય પાઈપલાઈનનું સમારકામ હાથ ધરવામાં આવે તે હવે જરૂરી પણ બન્યું છે.
