Not Set/ ઈ-સીમને મંજુરી, ઓપરેટર બદલવા પર નહિ બદલવું પડે સીમકાર્ડ

હવે આપને મોબાઈલ ઓપરેટર બદલવા પર નવું સીમ ખરીદવાની જરૂર નહિ રહે. જો તમે મોબાઈલ પોર્ટેબિલિટી મારફતે પોતાના નંબરને કોઈ બીજી ટેલીકોમ કંપનીમાં ટ્રાન્સફર કરાવવા ઈચ્છતા હોવ ત્યારે તમારે સીમ બદલવાની જરૂર નહિ રહે. સરકારે દેશમાં ઈ-સીમના ઉપયોગ માટે મંજુરી આપી દીધી છે. આ સિવાય એક ઉપભોગતા અત્યારે 18 મોબાઈલ કનેક્શન લઇ શકશે. આમાં 9 […]

Tech & Auto
24738718569 f2e0eeff51 b ઈ-સીમને મંજુરી, ઓપરેટર બદલવા પર નહિ બદલવું પડે સીમકાર્ડ

હવે આપને મોબાઈલ ઓપરેટર બદલવા પર નવું સીમ ખરીદવાની જરૂર નહિ રહે. જો તમે મોબાઈલ પોર્ટેબિલિટી મારફતે પોતાના નંબરને કોઈ બીજી ટેલીકોમ કંપનીમાં ટ્રાન્સફર કરાવવા ઈચ્છતા હોવ ત્યારે તમારે સીમ બદલવાની જરૂર નહિ રહે. સરકારે દેશમાં ઈ-સીમના ઉપયોગ માટે મંજુરી આપી દીધી છે. આ સિવાય એક ઉપભોગતા અત્યારે 18 મોબાઈલ કનેક્શન લઇ શકશે.

આમાં 9 મોબાઈલ કનેક્શન નંબર સામાન્ય ઉપયોગ માટે અને 9 સીમ મશીન કોમ્યુનિકેશન માટે ઉપયોગ કરવામાં આવશે. ઈ-સીમને મોબાઈલ ડીવાઈસમાં લગાવીને ટેલીકોમ સર્વિસ દેનાર ઓપરેટરની જાણકારી અપડેટ કરી શકાશે. આથી જો આપ નવો નંબર લઇ રહ્યા છો ત્યારે પણ નવું સીમ લેવાની જરૂર નહિ પડે.

આ નિયમ રિલાયંસ જીઓ અને ભારતી એરટેલની એપલ વોચ 3 સીરીજને ઇ-સીમ વહેંચવાનાં પાંચ દિવસ બાદ આવ્યો છે. ટેલીકોમ વિભાગે આ ઈ-સીમના ઇન્ટરેપ્શન અને મોનીટરીંગની જીમ્મેદારીઓ કંપની પર નાખી છે.

આ સીમ કેવાયસી પૂરું કરવા પર જ મળશે. ટેલીકોમ વિભાગમાં કાર ચોરીમાં પેટ્રોલ ઓછું હોવાનું એલર્ટ અને ખરાબ કોમ્યુનિકેશન પાર્ટમાં ઉપયોગ લેનાર સીમ માટે પણ અલગ નિયમ લાગુ કર્યા છે. અત્યાર સુધી એ જાહેર નથી કરવામાં આવ્યું કે ક્યારથી આ ઈ-સીમ દેવાની શરૂઆત થશે. મશીનથી મશીન કમ્યુનિકેશન માટે હવે નંબર 13 ના અંકોનો ઉપયોગ થશે.