Not Set/ વહેલા ઓપિનિયન પોલ એટલે રાજકીય માર્કેટીંગ !!!

ચૂંટણીની તારીખ જાહેર ન થઈ હોય, ઉમેદવારો નક્કી થવાના બાકીહોય ત્યારે પાંચ ટકા મતદારોના મન જાણી અપાતા તારણો જે તે રાજકીય પક્ષોના પ્રચારનો ભાગ નથી તો બીજું શું છે ? લોકોનો સવાલ

India Trending
પ્રચાર શરૂ વહેલા ઓપિનિયન પોલ એટલે રાજકીય માર્કેટીંગ !!!

ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની એપ્રિલ અને મે માસમાં યોજાનારી ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી. આ તારીખો લગભગ ફેબ્રુઆરી માસના અંતમાં કે માર્ચના પ્રથમ સપ્તાહમાં જાહેર થવાની શક્યતા છે તેે સમયે ભાજપ, સપા, કોંગ્રેસ, આપ, બસપા સહિતના પક્ષોએ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. યુપી અને કેન્દ્ર સરકારે યુપી સહિતના રાજ્યોમાં જે ખેરાત કરવાની છે તે પણ શરૂ કરી દીધી છે. શાસક, વિપક્ષ બન્ને પોતાની તમામ તાકાત કામે લગાડી છે. કારણ કે આ ચૂંટણી લોકસભાની સેમીફાઈનલ સમાન છે. આના પરથી જ લોકસભાની ચૂંટણીનું ભાવિ નક્કી થવાનું છે.

jio next 5 વહેલા ઓપિનિયન પોલ એટલે રાજકીય માર્કેટીંગ !!!
હવે દેશની કેટલીક માર્કેટીંગ એજન્સીઓએ પણ પોતાની રીતે સર્વે કરી ઓપિનિયન પોલના નામે સર્વે શરૂ કરી દીધો છે. અત્યાર સુધીમાં આવા અડધો ડઝનથી વધુ મોજણીના તારણ પ્રચાર માધ્યમોમાં રજૂ થઈ ચૂક્યા છે. જેમાં તારણ એ નીકળ્યું છે કે ઉત્તરપ્રદેશમાં ૨૨૫ થી ૨૪૫ બેઠકો વચ્ચે યુપીમાં ભાજપ સત્તા જાળવશે. સપા બીજા નંબરની પાર્ટી હશે. ઉતરાખંડમાં ભાજપને પેપરથીન એટલે કે પાતળી બહુમતી મળશે. ગોામાં અને મણિપુરમાં ભાજપનું શાસન અને પંજાબમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી સાથે ત્રિશંકુ વિધાનસભા રચાશે. એક સર્વેમાં આમ આદમી પાર્ટીને પણ સત્તા હસ્તગત કરતી દેખાડવામાં આવી છે. આ અંગે ઘણી ટીવી ચેનલો પર ચર્ચા પણ આવી ગઈ. આ સર્વેની સાથે બે માર્કેટીંગ સંસ્થાઓ દ્વારા તો વડાપ્રધાનપદની રેસમાં ૪૩ ટકા સાથે મોદી સૌથી વધુ લોકપ્રિય નેતા હોવાનું દર્શાવાયુ છે.

 

kamal hasan 1 વહેલા ઓપિનિયન પોલ એટલે રાજકીય માર્કેટીંગ !!!
રાજકીય પક્ષો તો દાવો કરે જ છે. ભાજપના નેતાઓ અબ કી બાર ૩૦૦ કે પારનો નારો ગજાવે છે તો સપા ‘અબ આયેગા અખિલેશ રાજ’, બસપાના નેતાઓ ૨૦૦૭નુ પુનરાવર્તન થશે તેમ કહે છે. જ્યારે કોંગ્રેસ પણ ૩૨ વર્ષ બાદ ફરી સત્તા પર આવશે તેવું કહે છે. અન્ય ચાર રાજ્યો સાથે  ભાજપ સહિત તમામ પક્ષો પોતાને બહુમતી મળશે તેવો દાવો કરે છે. ગોવામાં તો ટીએમસી એટલે કે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં અને પેટાચૂંટણીમાં ભવ્ય વિજય મેળવનાર મમતા બેનરજીની આગેવાની હેઠળની ટીએમસી એટલે કે તૃણમુલ કોંગ્રેસ પણ સત્તાપ્રાપ્તિનો દાવો કરતી થઈ ગઈ છે. કદાચ આ પક્ષે કોંગ્રેસમાંથી આયાત કરેલા બેથી ત્રણ મોટા માથાઓના કારણે આવો દાવો કર્યો હોય તેવું બની શકે છે. ટૂંકમાં રાજકીય પક્ષો પોતાની જીત માટે દાવો કરે છે.

kamal hasan 2 1 વહેલા ઓપિનિયન પોલ એટલે રાજકીય માર્કેટીંગ !!!
પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી વખતે ઓપિનિયન પોલ કેરળ અને તમિલનાડુ સિવાય કોઈ રાજ્યમાં સાચા પડ્યા નથી. જ્યારે બિહારમાં મહાગઠબંધન સત્તા મેળવશે તેવું તારણ પણ સાચું પડ્યું નથી. ૨૦૨૦ની ચૂંટણીમાં ભાજપ દિલ્હીમાં સત્તા મેળવશે તેવો દાવો કરવામાં આવ્યો હતો પણ ભાજપ ઘણું દૂર રહી ગયું હતું. ભલે પાંચ રાજ્યોની ચૂંટણીમાં એક્ઝીટ પોલમાં થયેલા દાવા સત્યથી કે વાસ્તવિકતાથી થોડા નજીક હતાં.
હવે આ અંગે દાખલો આપતા કેટલાક નિષ્ણાતો કહે છે કે એક રાજ્યમાં પાંચ વિભાગોમાં વહેંચાયેલી ૪૦૩ બેઠકો હોય ૧૫ કરોડથી વધુ મતદારો હોય તેમાંથી દસ પંદર કે વીસ હજાર મતદારો સાથે પ્રશ્નોત્તરી કરીને આ પ્રકારના તારણ વિવિધ માર્કેટીંગ એજન્સીઓ દ્વારા કાઢવામાં આવે છે. હવે બે-ત્રણ ટકા મતદારો પાસેથી લેવાયેલા તારણોના આધારે સો સો ટકા મતદારોનો ચૂકાદો છે તેવી વાત સાચી કેમ માની શકાય ?

kamal hasan 2 2 વહેલા ઓપિનિયન પોલ એટલે રાજકીય માર્કેટીંગ !!!
કોણ જીતશે કોણ હારશે તે પ્રજાએ નક્કી કરવાનું છે. રાજકીય પક્ષોને તો પોતાની વાત રજૂ કરવાની છે. રાજકીય પક્ષો પછી તે ભાજપ, સપા, બસપા, કોંગ્રેસ કે આપ હોય તેઓ તો પોતાના પક્ષના કાર્યકરોનો ઉત્સાહ ટકાવવા માટે દાવો કરે અને તેઓને આવો દાવો કરવાનો અધિકાર પણ છે. પરંતુ માત્ર એક-બે કે પાંચ ટકા મતદારોના પોતાની રીતે મત જાણીને માર્કેટીંગ એજન્સીઓ દ્વારા થતી સર્વે અને ત્યારબાદ ન્યૂઝ ચેનલો અને અખબારો પર થતો વ્યાપક પ્રચાર – વારંવાર થતો પ્રચાર અત્યાર સુધીમાં યુપી સહિત પાંચ રાજ્યોની યોજાનારી ચૂંટણી અંગે પાંચ સંસ્થાઓ દ્વારા સર્વે થયો છે અને તેને વારાફરતી જાહેર કરવામાં આવેલ છે. તેનો શું અર્થ ? અર્થ એ જ કે આ પ્રકારનો પ્રચાર એક જ વાત સૂચવે છે કે એક યા બીજાે પક્ષ સત્તા પર આવી રહ્યો છે. તેવી હવા ઉભી કરવાનું માર્કેટીંગ છે.

kamal hasan 3 1 વહેલા ઓપિનિયન પોલ એટલે રાજકીય માર્કેટીંગ !!!
આ અંગે ઘણા નિષ્ણાત કહે છે કે આ ઓપીનિયન પોલ સો ટકા સાચા પડતા નથી. પડવાના નથી. ઘણીવાર તો એક્ઝીટ પોલ પણ ખોટા પડ્યાના દાખલા આપણે જાેયા છે. વિધાનસભાની ઘણી ચૂંટણીઓમાં આપણે આવું થતું જાેયું પણ છે. આ ઉપરાંત કેટલાક નિષ્ણાતોએ આ પ્રકારના ઓપિનિયન પોલને એક પ્રકારનો પ્રચાર જ ગણાવ્યો છે. આ ચોક્કસ પક્ષનું માર્કેટીંગ છે તેમ પણ ઘણા સાચાબોલા અને ચૂંટણીની રણનીતિ અંગે થોડું ઘણું પણ જ્ઞાન ધરાવનારા કેટલાક નિષ્ણાતો કહે છે. આ વાત સાવ ખોટી તો છે જ નહિ. સાવ સાચી ભલે ન હોય.
કેટલાક નિષ્ણાતો કહે છે કે ચૂંટણીના ચાર-પાંચ માસ થયેલા આવા ઓપિનિયન પોલને પ્રજાનો મૂડ નહિ પણ એક યા બીજા પક્ષનું માર્કેટીંગ ચોક્કસ ગણી શકાય.આ બાબત પર નિષ્ણાતો કહે છે કે હજી ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી. તારીખો જાહેર થવાને વાર છે. કોઈ પક્ષે પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી. લોકસભાની ચૂંટણીમાં મોટાભાગે એક યા બીજા પક્ષ કે તેના નેતાના નામે મત મળી શકે છે પણ વિધાનસભાની ચૂંટણીમાં યોગ્ય ઉમેદવારની પસંદગી પણ મહત્વનો ભાગ ભજવે છે. અત્યારના જમાનામાં જ્ઞાતિવાદી સમીકરણો અને વિવિધ પક્ષોની હાજરી પણ ચૂંટણીના પરિણામો નક્કી કરવામાં ભૂમિકા ભજવે છે તે પણ એક હકિકત છે.
આ સંજાેગો વચ્ચે એક-બે કે પાંચ ટકા મતદારોનો મત જાણી કરોડો મતદારોના અભિપ્રાય હોવાનો દાવો કરવો એ પણ ચૂંટણીની તારીખ જાહેર થયા પહેલાં તે એક યા બીજા પક્ષની તરફેણમાં હવા ઉભી કરવાનો પ્રયાસ કે માર્કેટીંગ નથી તો બીજું શું છે ?
જાે કે માર્કેટીંગના જમાનામાં આ વાત ખોટી નથી પણ તેને તટસ્થ ગણવા કરતાં એક યા બીજા પક્ષ પ્રેરીત છે તેવું કહેવું એ જરાય ખોટું નથી તે બાબત તો સ્વીકાર્યા વગર ચાલવાનું નથી.

Stock Market / ભારતીય શેરબજારમાં બ્લડ બાથ, સેન્સેક્સમાં 1,170 પોઈન્ટનો કડાકો

ઉડતા ગુજરાત / સુરત બાદ રોઝી બંદર પાસેથી રૂપિયા 10 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

કૃષિ આંદોલન / ઓવૈસી અને ભાજપ વચ્ચે છે કાકા-ભત્રીજાનો સંબંધ : રાકેશ ટિકૈત