Not Set/ ગુજરાત/ જામનગર અને જૂનાગઢમાં ભૂકંપના આંચકા

ગુજરાતમાં છેલ્લા ઘણાં દિવસોથી ક્યાંક ને ક્યાંક નાના મોટા ભૂકંપના આંચકા જોવા મળી રહ્યા છે. જેમાં ગત રાત્રીએ જામનગરના લાલપુર પંથકમાં અને જુનાગઢ ખાતે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જામનગર જામનગરના લાલપુર પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિકટર સ્કેલ પર 3.0 ની તીવ્રતાનો ભૂકંપ હોવાનું જણાવ્યું છે. આ ભૂકંપનું એપી સેન્ટર લાલપુરથી 26 કિ.મી. દૂર હતું. […]

Gujarat Others
ભૂકંપના

ગુજરાતમાં છેલ્લા ઘણાં દિવસોથી ક્યાંક ને ક્યાંક નાના મોટા ભૂકંપના આંચકા જોવા મળી રહ્યા છે. જેમાં ગત રાત્રીએ જામનગરના લાલપુર પંથકમાં અને જુનાગઢ ખાતે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

જામનગર

જામનગરના લાલપુર પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિકટર સ્કેલ પર 3.0 ની તીવ્રતાનો ભૂકંપ હોવાનું જણાવ્યું છે. આ ભૂકંપનું એપી સેન્ટર લાલપુરથી 26 કિ.મી. દૂર હતું. ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

જુનાગઢ

જુનાગઢ ખાતે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તાલાળા, માળિયા હાટીનામાં ભૂકંપના કરને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.2 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 8 કિ.મી. દૂર હોવાનું જણાયું હતું.

ભુક્મોપને કારણે લોકોમાં ભયો માહોલ જોવા મળ્યો હતો. અને ડર ને કારણે લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. લોકો મુખે ચર્ચાઈ રહ્યું છે કે, વારે વારે આવતા આ નાના આંચક શું કોઈ મોટા ખતરાની નિશાની તો નથી ને..?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.