પૂર્વોત્તર રાજ્યો આસામ અને મેઘાલય સહિત દેશના 4 રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ, સોમવારે સાંજે પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં પણ ધરતી ધ્રૂજી ગઈ હતી. મેઘાલયમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 નોંધવામાં આવી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મેઘાલયમાં સાંજે 6.15 કલાકે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.2 માપવામાં આવી હતી.
ઉત્તર બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સિલીગુડી અને કૂચ બિહારમાં ભૂકંપ આવ્યો છે. સોમવારે ગાંધી જયંતિની રજા હોવાથી લોકો સાંજના સમયે ઘરે હતા. ભૂકંપના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી સલામત સ્થળે દોડી આવ્યા હતા. જો કે, પ્રાથમિક માહિતી અનુસાર, જાન-માલના કોઈ નુકસાનના સમાચાર નથી.
An Earthquake of magnitude 5.2 occurred in North Garo Hills at 6:15 pm today: National Center for Seismology pic.twitter.com/vrQqwBim9m
— ANI (@ANI) October 2, 2023
બીજી તરફ દાર્જિલિંગની પહાડીઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકાથી ઉત્તર બંગાળ રાજ્યનો સૌથી વધુ પ્રભાવિત ભાગ છે.
આ પહેલા રવિવારે હરિયાણાના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, હરિયાણામાં રવિવારે રાત્રે 11.26 કલાકે 2.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના રોહતકથી 7 કિમી પૂર્વ દક્ષિણ-પૂર્વમાં હતું.
આ પણ વાંચો:સુરતમાં બેફામ ચાલતી BRTS બસે યુવતીનો ભોગ લીધો
આ પણ વાંચો:સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી બિનવારસી બાયોડિઝલ ભરેલો ટેમ્પો ઝડપાયો
આ પણ વાંચો:માતા-પિતાને ચેતવા જેવો કિસ્સો, હળવદમાં ગરમ પાણીમાં પડી જતા બે વર્ષના બાળકનું મોત
આ પણ વાંચો:વડોદરામાં ઈદના જુલૂસ દરમિયાન DJ પર વગાડ્યું ‘સર તન સે જુદા’ સોંગ, ત્રણ લોકોની ધરપકડ
