Not Set/ ઘરનું જ ખા..જો..!! જંક ફુડ સ્વાસ્થય માટે હાનિકારક, ભારતીય વૈજ્ઞાનિકનું સંશોધન

આજનાં યુગનો માનવી ભવિષ્યનો પુલ બાંધવામાં ઘણો વ્યસ્ત થઇ ગયો છે.અને એના જ કારણે લોકોને બિન પૌષ્ટિક ખાણી પીણી વસ્તુઓ  વધારે ખાવા લાગ્યા  છે. આજકાલ લોકો પશ્ચિમી દેશોના ખોરાક ફાસ્ટ ફુડ અને અને જંક ફુડ તકફ વળ્યા છે. પરંતુ જો લોકો લાઇફમાં સ્વસ્થ અને ફિટ રહેવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવામાં આપે તો ચોક્કસપણે તે […]

Food Lifestyle
b1 2 ઘરનું જ ખા..જો..!! જંક ફુડ સ્વાસ્થય માટે હાનિકારક, ભારતીય વૈજ્ઞાનિકનું સંશોધન

આજનાં યુગનો માનવી ભવિષ્યનો પુલ બાંધવામાં ઘણો વ્યસ્ત થઇ ગયો છે.અને એના જ કારણે લોકોને બિન પૌષ્ટિક ખાણી પીણી વસ્તુઓ  વધારે ખાવા લાગ્યા  છે. આજકાલ લોકો પશ્ચિમી દેશોના ખોરાક ફાસ્ટ ફુડ અને અને જંક ફુડ તકફ વળ્યા છે. પરંતુ જો લોકો લાઇફમાં સ્વસ્થ અને ફિટ રહેવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવામાં આપે તો ચોક્કસપણે તે વધુ સફળતા હાંસલ કરી શકે છે.

b2 ઘરનું જ ખા..જો..!! જંક ફુડ સ્વાસ્થય માટે હાનિકારક, ભારતીય વૈજ્ઞાનિકનું સંશોધન

બિમારીને દુર રાખવા માટે બહારની ચીજોને ટાળવાની સાથે સાથે નિયમિત ભુખ કરતા ઓછા પ્રમાણમાં ભોજન કરવાની ટેવ પાડવાની જરૂર છે. સારા સ્વસ્થ્ય શરીર માટે ઘરનુ ભોજન પણ એટલુ જ જરૂરી છે. શરીરને જરૂરી પ્રમાણમાં પૌષ્ટીક ખોરાક મળે તો તે મોટીથી મોટી બિમારીઓ સામે લડવા સક્ષમ હોય છે. ઘરમાં બનાવેલુ સાદુ ભોજન પણ કેટલા અસરકાર કારક હોય છે તેનો સ્ષષ્ટ ઉહાદરણ  હાલમાં જ એક રિસર્ચમાં જોવા મળ્યુ હતુ.

l1 ઘરનું જ ખા..જો..!! જંક ફુડ સ્વાસ્થય માટે હાનિકારક, ભારતીય વૈજ્ઞાનિકનું સંશોધન

જર્મનીની લ્યુબેક યુનિવર્સિટીમાં હાલમાં કરાયેલા એક સંશોધનમાં માહિતી મળી કે ખરાબ ડીએનએને કારણે થતી બીમારીને ભારતીય આહાર માત આપી શકે છે.  સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું કે બીમારીઓના મુખ્ય કારણ ડીએનએ નહીં બલ્કે આહાર પણ સૌથી વધુ મહત્વનો છે,  કે જે બીમારી પેદા કરી શકે છે અને તેના પર લગામ પણ મૂકી શકે છે.

l3 1 ઘરનું જ ખા..જો..!! જંક ફુડ સ્વાસ્થય માટે હાનિકારક, ભારતીય વૈજ્ઞાનિકનું સંશોધન

આ સંશોધન  રશિયા,ઇઝરાયેલ,અને ભારતના વૈજ્ઞાનિકોએ મળીને કર્યા છે. આપને જણાવી દઈએ કે ડીએનએથી થતી બિમારીઓ પર રિસર્ચ કરવા માટે ઉંદરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉંદર પર 2 વર્ષ સુધી કરાયેલા રિસર્ચમાં જાણવા મળ્યુ હતુ કે.પશ્ચિમી દેશોના આહાર કરતા ભારતનો આહાર ખુબજ સારા અને પૌષ્ટીક હોય છે. કેમ કે પશ્ચિમી દેશના ઉચ્ચ કેલેરી આહાર આનુવંશિક ગણાતી બીમારીને વધારે છે. જ્યારે ભારતના લો કેલેરી આહાર રોગોથી બચાવે છે.

અત્યાર સુધીમાં તમામ આનુવંશિક રોગોનો માત્ર ડીએનએની નજરે જ જોવામાં આવતા  હતા. પરંતુ  હાલમાં કરાયેલા સંશોધનમાં આહાર પર ધ્યાન આપીને તેને માપવામાં આવ્યું છે. સંશોધકોએ ઉંદરના એક જૂથ પર પ્રયોગ કર્યો હતો. આ ઉદંર એક લ્યૂપસ નામના રોગથઈ પીડીત હતો. આ લ્યુપસ રોગનો સીધો સંબંધ ડીએનએ સાથે હોય છે. આ બિમારી શરીરને ખુબજ ગંભીર નુકસાન પહોચાડે છે. આ બિમારી શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે અને વિભિન્ન અંગ તથા સાંધા, કિડની, હૃદય, ફેંફસા, મગજ અને બ્લડ સેલને નષ્ટ કરે છે.

l2 ઘરનું જ ખા..જો..!! જંક ફુડ સ્વાસ્થય માટે હાનિકારક, ભારતીય વૈજ્ઞાનિકનું સંશોધન

આજકાલ દેશ વિદેશમાં ખુબજ પ્રચલિત આહાર એ ફાસ્ટફુડ , જંક ફુડ બની ગયો છે. લોકો વ્યસ્ત લાઈફમાં સમય બચાવવા આજકાલ આવા ફુડનો શિકાર બની ગયા છે. અને આવા ફુડ હવે લોકોના શિકાર કરી રહ્યો છે. જર્મની યુનિવર્સિટી દ્વારા કરાયેલા રિસર્ચમાં દેશ વિદેશમાં મળતી ફાસ્ટફુડ પર પણ રિસર્ચ કરવામાં આવ્યુ હતુ. જેમાં જાણવા મળ્યુ હતુ કે પશ્ચિમી દેશોમાં આહારમાં લેવાતા પિઝા, બરગર જેવા ફાસ્ટ ફૂડ આનુવંશિક રોગોને વધારવામાં મદદ કરે છે જ્યારે ભારતનો શાકાહારી આહાર – સ્ટાર્ચ, સોયાબિન તેલ, દાળ-ભાત, શાકભાજી ખાસ કરીને હળદરનો ઉપયોગ આ રોગોથી શરીરનું રક્ષણ કરે છે.

dna ઘરનું જ ખા..જો..!! જંક ફુડ સ્વાસ્થય માટે હાનિકારક, ભારતીય વૈજ્ઞાનિકનું સંશોધન

ખરાબ DNAથી લગતી બિમારીના સંશોધનમાં પશ્ચિમી દેશોના ફુડ અને ભારતા ફુડ પર રિસર્ચ કરવા માટે ઉંદરના બે જુથનો ઉપયોગ કરાયો. અને ઉંદરના બે જૂથમાંથી એકને વધુ સૂક્રોજવાળો આહાર અપાયો હતો, જે પશ્ચિમી દેશોમાં લેવામાં આવે છે. બીજા સમૂહને ભારતમાં મળતા લો કેલેરીવાળો નિયંત્રિતવાળો આહાર આપવામાં આવ્યો હતો. પ્રથમ સમૂહના ઉંદર લ્યૂપસ રોગના ઝપેટમાં આવી ગયા અને તેમની હાલત ગંભીર થઈ ગઈ જ્યારે બીજા જૂથના ઉંદર કે જેમને લો કેલેરી આહાર અપાયો હતો. તેઓ લ્યૂપસ રોગમાંથી બચી ગયા હતા. હવે આ રિસર્ચ પણ સાબિત કરી દીધું  કે ઘરનું બનાવેલ ભોજન શુદ્ધ અને વધુ પૌષ્ટીક હોય છે. જે મોટી થી મોટી બિમરીઓ સામે લડવા શક્તિ પ્રદાન કરે છે.શરીરને નિરોગ અને ઉર્જાવાન બનાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.