હેલ્થ/ ગરમીથી બચવા અને હીટ સ્ટ્રોક હૃદયને હેલ્ધી રાખવા માટે આ વસ્તુ ખાવ

ઉનાળામાં પડતી સખત ગરમી અને એમાં પણ એપ્રિલ-મે મહિનાની ગરમીથી તમારા સ્વાસ્થ્યને સાચવવું જરૂરી છે. ડોક્ટર્સ કહે છે કે ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકથી દિલને બચાવવું જરૂરી છે.

Health & Fitness Lifestyle
હેલ્ધી

જો કોઈ પણ વ્યક્તિ હેલ્ધી રહેવા માંગે છે તો સૌથી પહેલા તેને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી બને છે. અને એમાં પણ જો માણસનું હૃદય સારું એટલી જ તેની હેલ્થ પણ સારી. અને તેથી જ દરેક એ સૌથી વધુ ધ્યાન હાર્ટનું રાખવું પડે છે. આ એકમાત્ર અંગ એવું છે જે વધુ પડતું દબાણ સહન કરી શકતું નથી. અને આવા સંજોગોમાં જરૂરી છે કે યોગ્ય ખોરાક અને લાઇફસ્ટાઇલ દ્વારા તેની યોગ્ય દેખભાળ રાખવી. અને અત્યારે મે માસમાં તાપમાન એટલું વધ્યું છે કે આગળ જતા ખબર નહિ બધાની શું હાલત થશે. આ સાથે જ તાપમાન વધવાથી શરીર પર સ્ટ્રેસ પણ ઓટોમેટિક વધી જાય છે. જેના લીધે દિલને બ્લડ સપ્લાય માટે ઝડપથી પંપ કરવું પડે છે. હાર્ટની યોગ્ય દેખભાળ રાખવા માટે ફિઝિકલ એક્ટિવિટી તો જરૂરી છે જ, આ સાથે યોગ્ય ખાણીપીણી પણ જરૂરી છે.

શું કહે છે ડોક્ટર્સ?

ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકથી દિલને બચાવવું જરૂરી
ડોક્ટર્સનું કહેવું છે કે ગરમીમાં ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકથી દિલને બચાવવું જરૂરી છે. એમાં પણ જો વધુ પ્રમાણમાં સોડિયમ કે મીઠું લેવામાં આવે તો શરીર પર તેની ઊંધી અસર થઇ શકે છે. એટલા જ માટે મીઠું ઓછું ખાવું તે બધા માટે લાભદાયક છે. સાથે સાથે ૩થી ૪ લિટર પાણી પીવો અને ફળોના જ્યૂસની સાથે સાથે શાકભાજી પણ ખાવ. ગરમીની સિઝનમાં આ ફૂડ્સને ડાયેટમાં ઉમેરો તો હેલ્ધી રહી શકશો.

તરબૂચ
Watermelons: Summertime sweetness: How watermelons surprise and delight usતરબૂચ સિઝનલ ફ્રૂટ છે. ગરમીમાં તે ઠેર ઠેર મળી આવે છે. ગરમીમાં ડિહાઇડ્રેશન રોકવાનો તે સૌથી સારો વિકલ્પ છે. તે અમીર ગરીબ કોઇ પણ ખાઇ શકે છે. સાથે તે મિનરલ્સથી પણ ભરપુર હોય છે. આ ફ્રૂટમાં લગભગ ૯૨ ટકા ભાગ પાણીનો હોય છે. આ ફ્રૂટ ખાવાથી બ્લડ પ્રેશર લો થાય છે અને હ્રદય પર દબાણ ઓછું આવે છે.

પપૈયું

બજારમાંથી પપૈયું ખરીદતી વખતે આ 5 બાબતોનું ધ્યાન રાખો, એકદમ મીઠુ અને શાનદાર પપૈયુ નીકળશે - how to identify sweet papaya 5 buying News18 Gujarati
પપૈયું એક એવું ફળ છે જે દરેક વ્યક્તિની પહોંચમાં હોય છે. તેને ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે. તેમાં પેપિન નામનું કમ્પાઉન્ડ હોય છે, જે હાર્ટને હેલ્ધી રાખવા અને બ્લડ વેસલ્સને ક્લીન કરવામાં મદદ કરે છે.

બેરીઝ
Health Capsule Five Foods You Should Always Have In The Kitchen To Make Weight Loss Easy | Health Tips: એક્સરસાઇઝ વિના પરફેક્ટ ફિગર માટે કિચનમાં મોજૂદ આ 5 ફૂડને ડાયટમાં કરો સામેલસ્ટ્રોબેરી અને ગોઝી બેરીમાં એન્ટીઓક્સિડન્ટ અને ફ્લેવનોઇડ્સ ભરપુર હોય છે. તે હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

કાકડી
lifestyle eating cucumber at night is good or bad for health

બોડીને હાઇડ્રેટેડ રાખવા માટે ગરમીની સિઝનમાં બપોરે સલાડમાં ખીરા જરૂર ખાવ. તે હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

લીલાં પાનવાળાં શાકભાજી

PHOTOS: આ 5 શાકભાજી ખાવાથી મજબૂત અને સ્વસ્થ રહેશે લિવર, નહીં થાય કોઈ બીમારી News18 Gujarati
ગરમીની સિઝનમાં લીલાં પાંદડાવાળાં શાકભાજીને ડાયેટમાં સામેલ કરો. તે વિટામિન અને ઓમેગા ૩ ફેટી એસિડથી ભરપુર હોય છે. તેમાં પર્યાપ્ત માત્રામાં ઓમેગા ૩ હોય છે, તે આરોગ્ય સારું રાખે છે.

ચિયા સીડ્સ

આજથી જ ડાયટમાં સામેલ કરો આ બીજ, હાર્ટ પ્રોબ્લેમથી લઇને ડાયાબિટીસ જેવી ગંભીર બિમારીઓ થઇ જશે છૂમંતર - GSTV
ડાયેટમાં ચિયા સીડ્સ અને ફ્લેક્સ સીડ્સ જરૂર સામેલ કરો. લાંબા સમય સુધી આ બીજ ખાવાથી શરીરમાં એન્ટીઓક્સિડન્ટની માત્રા વધેલી રહે છે. ગરમીમાં થોડી માત્રામાં લસણનો પ્રયોગ પણ કરી શકાય છે. ગરમીમાં પ્રોટીનથી ભરપુર વસ્તુઓનું ઓછું સેવન કરો કેમકે તે પચવામાં ભારે હોય છે.