By Election/ 5 રાજ્યોમાં 5 વિધાનસભા સીટો અને એક લોકસભા સીટ પર 5 ડિસેમ્બરે થશે મતદાન

ભારતના ચૂંટણી પંચે (ECI) દેશના પાંચ રાજ્યોમાં 5 વિધાનસભા અને એક લોકસભા બેઠક માટે પેટાચૂંટણી માટે મતદાનની જાહેરાત કરી છે.

Top Stories India
5 વિધાનસભા

ભારતના ચૂંટણી પંચે (ECI) દેશના પાંચ રાજ્યોમાં 5 વિધાનસભા અને એક લોકસભા બેઠક માટે પેટાચૂંટણી માટે મતદાનની જાહેરાત કરી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે, જ્યારે પરિણામ 8 ડિસેમ્બરે આવશે. આપને જણાવી દઈએ કે ચૂંટણી પંચે જે રાજ્યોમાં પેટાચૂંટણીની તારીખો નક્કી કરી છે તેમાં ઓડિશા, રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે.

ઓડિશાની પદમપુર, રાજસ્થાનની ચુરુની સરદારશહર સીટ, બિહારની કુરહની, છત્તીસગઢની ભાનુપ્રતાપપુર અને ઉત્તર પ્રદેશની રામપુર વિધાનસભા સીટ પર ચૂંટણી થશે, આ ઉપરાંત યૂપીની મૈનપુરી લોકસભા સીટ પર પણ મતદાન થશે. સપાના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવના નિધનના કારણે આ સીટ ખાલી પડી છે અને તેના કારણે અહીં પણ પેટાચૂંટણી યોજાશે.

આપને જણાવી દઈએ કે લોકસભા સીટ મુલાયમ સિંહ યાદવના નિધન બાદ ખાલી પડી હતી. જણાવી દઈએ કે આ પહેલા ચૂંટણી પંચે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. ગુજરાતમાં 182 બેઠકો માટે બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે 89 બેઠકો પર મતદાન થશે જ્યારે બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે 93 બેઠકો પર મતદાન થશે. તે જ સમયે, હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની સાથે 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે..

આ પણ વાંચો:પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસનું પાર્ટીમાંથી રાજીનામુ

આ પણ વાંચો:પ્રચારનું જોર જામશે: ભાજપમાંથી મોદી, શાહ, યોગી, સ્મૃતિ,તો રાહુલ, પ્રિયંકા, ખડગે કૉંગ્રેસના અને કેજરીવાલ, સિસોદીયા અને માન આપ ના સ્ટાર પ્રચારક

આ પણ વાંચો: સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાર શ્યામશરણ નેગીનું 106 વર્ષની વયે અવસાન