Not Set/ બેંગ્લુરુમાં 93 લાખની 2000 રૂપિયાના ચલણી નોટો સાથે EDએ 7 લોકોની કરી ધરપકડ

બેંગ્લુરુઃ રદ્દ કરવામાં આવેલી મોટી નોટોને બદલવાના રેકેટનો પર્દાફાસ કરતા એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ ED એ કર્નાટકમાંથી 7 વચેટીયાની 93 લાખની નવી નોટો સાથે ધરપકડ કરી છે. ઝડપાયેલા લોકો નવી નોટ બદલવાના ગેરકાયદેસર કારોબાર કરતા હોવાનું અનુમાન ED એ પ્રાથમિક તાપાસમાં લગાવ્યું છે. અધિકારીના જણાવ્યા અનુસાર પ્રિવેન્સન ઓફ મની લૉન્ડ્રીંગ એક્ટ અંતર્ગત 7 લોકોની ધરપકડ કરવામાં આવી […]

India

બેંગ્લુરુઃ રદ્દ કરવામાં આવેલી મોટી નોટોને બદલવાના રેકેટનો પર્દાફાસ કરતા એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ ED એ કર્નાટકમાંથી 7 વચેટીયાની 93 લાખની નવી નોટો સાથે ધરપકડ કરી છે. ઝડપાયેલા લોકો નવી નોટ બદલવાના ગેરકાયદેસર કારોબાર કરતા હોવાનું અનુમાન ED એ પ્રાથમિક તાપાસમાં લગાવ્યું છે.

અધિકારીના જણાવ્યા અનુસાર પ્રિવેન્સન ઓફ મની લૉન્ડ્રીંગ એક્ટ અંતર્ગત 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાથી એક સરકારી અધિકારીના સંબંધી પણ છે. 93 લાખ રૂપિયાની નવી 2000 રૂપિયાની ચલણી નોટ ED એ કબ્જામાં લીધી છે.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા 5.7 કરોડની નવી નોટ ઝડપી હતી તેના ભાગ રૂપે જ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં સરકારી એન્જીનીયર સામે મની લૉન્ડ્રીંગનો કેસ નોંધ્યો છે, તો CBI એ પણ FIR નોધી છે.