Maharashtra Politics/ ‘મારા પર પણ દબાણ, મને ગુવાહાટી જવાની ઓફર આવી હતી’ :EDની પૂછપરછ બાદ સંજય રાઉત

શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે ભાજપ શિવસેનાને તોડવાની વ્યૂહરચના હેઠળ કામ કરી રહ્યું છે અને બળવાખોર છાવણી (એકનાથ શિંદે જૂથ) જે વાસ્તવિક શિવસેના હોવાનો દાવો કરે છે તે તે વ્યૂહરચનાનો એક ભાગ છે.

Top Stories India
સંજય રાઉત

મહારાષ્ટ્રમાં શિવસેના(shivsena) સંજય રાઉત(sanjay raut)ની ED દ્વારા શુક્રવારે 10 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. રાઉત(raut) મની લોન્ડરિંગ(money Laundering) કેસમાં EDના સમન્સ પર હાજર થયા હતા. પૂછપરછ બાદ બહાર આવેલા સંજય રાઉતે(sanjay rout) આપ્યું મોટું નિવેદન. તેણે કહ્યું કે મારા પર પણ દબાણ છે. પણ, હું ડરતો નથી. રાઉતે વધુમાં કહ્યું કે મને ગુવાહાટી (બળવાખોર ધારાસભ્યોનું જૂથ) જવાની ઓફર પણ મળી હતી, પરંતુ હું બાળાસાહેબ(bala saheb) ઠાકરેનો સૈનિક છું. તેથી જ હું ત્યાં ગયો નથી. જ્યારે સત્ય તમારા પક્ષમાં છે, તો શા માટે ડરવું ?

રાઉતે કહ્યું કે એક જવાબદાર નાગરિક અને સાંસદ તરીકે મારી ફરજ છે કે જો કોઈ તપાસ એજન્સી (ED) મને સમન્સ જારી કરે તો મારે હાજર થવું જોઈએ. તેમના અધિકારીઓએ મારી સાથે સારો વ્યવહાર કર્યો. મેં તેmને કહ્યું છે કે જો જરૂર પડશે તો હું ફરી આવી શકું છું.

જ્યારે સત્ય તમારી સાથે હોય ત્યારે ડર કેમ લાગે છે?

સંજય રાઉતે કહ્યું કે હું જાણું છું કે મેં કંઈ ખોટું કર્યું નથી. જેથી 10 કલાક સુધી પૂછપરછમાં સહકાર આપી પરત ફર્યા હતા. હું ગુવાહાટી પણ જઈ શક્યો હોત, પણ હું બાળાસાહેબનો સૈનિક છું. જ્યારે સત્ય તમારી સાથે હોય ત્યારે શા માટે ડરવું? મેં અધિકારીઓને કહ્યું કે હું મારી બેગ લઈને આવ્યો છું અને તમારે જે કરવું હોય તે કરો.

ભાજપ શિવસેનાને નબળી પાડવા માંગે છે

સંજયે કહ્યું કે એકનાથ શિંદે શિવસેનાના સીએમ નથી. ઉદ્ધવ ઠાકરેએ હવે સ્પષ્ટ કર્યું છે. શિવસેનાને નબળી પાડવાની આ ભાજપની રણનીતિ છે. તેઓ મુંબઈમાં શિવસેનાને નબળી પાડવા માંગે છે. તેથી જ શિંદેને સીએમ બનાવવામાં આવ્યા છે.

હું ફૂટતો પરપોટો નથી

ગઈકાલે શિવસેનાના સાંસદની બેઠક થઈ હતી અને જોવામાં આવ્યું હતું કે આ લોકોની શું ભાવના છે. એક વાસ્તવિક સૈનિક કોઈપણ લાલચને વશ થશે નહીં. મારા પર પણ દબાણ છે. તમે તમારા માટે જોઈ શકો છો. હું ફૂટતો પરપોટો નથી. કોંગ્રેસ પણ ઘણી વખત વેરવિખેર થઈ ગઈ, તેથી અમે અહીં પણ જોઈ રહ્યા છીએ. અસલી શિવસૈનિક ઉદ્ધવ ઠાકરેની સાથે છે.

તેમણે કહ્યું કે લોકો સમજી શકે છે કે આ રાજકીય દબાણ અને વર્તમાન રાજકીય પરિદ્રશ્યને કારણે છે. આ બધી ચિંતાનો વિષય છે. ગઈકાલની બેઠકમાં 18માંથી 15 સાંસદોએ હાજરી આપી હતી. જો કોઈને કંઈક લાગતું હોય તો તેણે વાત કરવી પડશે.

Vadodara / રોબોટિક રથયાત્રા: વીડિયો જોઈ લોકોએ કહ્યું- વિજ્ઞાન અને પરંપરાનો અદભૂત સંગમ!