ED raids/ Vivo સહિતની ચીની કંપનીઓ પર મોટી કાર્યવાહી, EDએ દેશભરમાં 44 સ્થળો પર દરોડા પાડ્યા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મંગળવારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ EDએ યુપી, એમપી અને બિહાર સહિત દક્ષિણના રાજ્યોમાં 40 સ્થળો પર દરોડા પાડ્યા છે.

Top Stories Business

મંગળવારે, ED દ્વારા ચીની સ્માર્ટફોન મોબાઇલ નિર્માતા વિવો અને તેની સંબંધિત કંપનીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. EDની ટીમે દેશભરમાં Vivo અને તેની સંબંધિત કંપનીઓના 44 સ્થળો પર દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ સહિત દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં ED દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે દરોડા ચાલુ છે અને જરૂરી દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં સીબીઆઈ પણ તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, ચીની કંપનીઓ પહેલાથી જ ભારતીય તપાસ એજન્સીઓના નિશાના પર છે.

સુરત / સામાન્ય વરસાદમાં પણ આ કોઝ વે પાણીમાં થઈ જાય છે ગરકાવ, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે